Chaitra Month 2023: ચૈત્ર મહિનાનો 8 માર્ચથી પ્રારંભ, જાણો મુખ્ય વ્રત અને તહેવાર
ચૈત્ર મહિનામાં શીતળા સાતમ, રામ નવમી, હનુમાન જન્મોત્સવ, મહાવીર જયંતિ જેવા મોટા તહેવારો આવશે.

Chaitra Month 2023: હિન્દુ નવા વર્ષનો પ્રથમ માસ ચૈત્ર 8 માર્ચથી શરૂ થયો છે. જો કે નવા વર્ષની શરૂઆત ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે, જે 22 માર્ચે આવશે. ચૈત્ર માસમાં અનેક મોટા ઉપવાસ અને તહેવારોની સાથે ગ્રહોની રાશિમાં પણ પરિવર્તન આવશે. શીતળા સાતમ, રામ નવમી, હનુમાન જન્મોત્સવ, મહાવીર જયંતિ જેવા મોટા તહેવારો આ મહિનામાં આવશે.
ચૈત્ર મહિનાના મુખ્ય વ્રત અને તહેવાર
8 માર્ચ- આમ્રકુસુમપ્રાશન, ચિંતામન ગણેશ યાત્રા
11 માર્ચ- સંકષ્ટી ચતુર્થી, ચંદ્રોદય રાત્રે 10 વાગે
12 માર્ચ- રંગપંચમી
14 માર્ચ- શીતળા સાતમ
15 માર્ચ- કાલાષ્ટમી, શીતળાષ્ટમી
17 માર્ચ- દશામાતા પૂજન
18 માર્ચ- પાપામોચિની એકાદશી
19 માર્ચ- પ્રદોષ વ્રત, પંચક પ્રારંભ સવારે 11.16થી
20 માર્ચ - માસ શિવરાત્રિ
22 માર્ચ- ચૈત્ર નવરાત્રિ પ્રારંભ નવો સંવત્સર પ્રારંભ, ગુડી પડવો, જ્યોતિષ દિવસ
23 માર્ચ- પંચક સમાપ્ત બપોરે 2.09
24 માર્ચ - મત્સ્ય જયંતિ, ગનગૌર પૂજા
25 માર્ચ- વિનાયક ચતુર્થી
26 માર્ચ- લક્ષ્મી પંચમી
27 માર્ચ- સ્કંદ ષષ્ઠી, યમુના જયંતિ
29 માર્ચ - દુર્ગાષ્ટમી, અષ્ટમી પૂજન, ભવાની ઉત્પત્તિ
30 માર્ચ - રામ નવમી, નવરાત્રિ પૂર્ણ
1 એપ્રિલ - કામદા એકાદશી
3 એપ્રિલ - સોમ પ્રદોષ વ્રત, અનંગ ત્રયોદશી
4 એપ્રિલ - મહાવીર જયંતિ
5 એપ્રિલ - શિવદમનોત્સવ, સત્યનારાયણ વ્રત
6 એપ્રિલ - ચૈતન્ય પૂર્ણાહુતિ હનુમાન જન્મ જયંતિ, અશ્વત્થાસેચન
ગ્રહોનુ રાશિ પરિવર્તન
12 માર્ચ- શુક્ર મેષ રાશિમાં સવારે 8.28થી
12 માર્ચ - મંગળ મિથુનમાં મધ્ય રાત્રિ બાદ 5.02થી
15 માર્ચ - સૂર્ય મીનમાં પ્રાતઃ 6.34થી, ખરમાસ પ્રારંભ
16 માર્ચ - બુધ મીનમાં પ્રાતઃ 10.48થી
30 માર્ચ - બુધ ઉદયય પશ્ચિમમાં સાંજે 5.05
31 માર્ચ - બુધ મેષમાં બપોરે 2.56થી
2 એપ્રિલ - ગુરુ અસ્ત સાંજે 7.50થી
6 એપ્રિલ - શુક્ર વૃષભમાં પ્રાતઃ 11.01થી












Click it and Unblock the Notifications
