Chaitra Navratri 2024: અમૃત સિદ્ધિ યોગમાં થશે ચૈત્ર નવરાત્રી, મળશે બમણા લાભ

Chaitra Navratri 2024: વૈદિક પંચાંગમાં જણાવ્યા અનુસાર ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલના રોજ શરૂ થશે, અને 17 એપ્રિલના રોજ પુરી થશે. હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષમાં 2 નવરાત્રી અને 2 ગુપ્ત નવરાત્રી ઉજવવામાં આવે છે. જેમાં અલગ અલગ સ્વરૂપોમાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે.

આ વર્ષે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ 9 એપ્રિલના રોજ અમૃતસિદ્ધિ યોગ સાથે થશે. નવ દિવસ સુધી ચાલનારી નવરાત્રિ દરમિયાન પાંચ વખત રવિ યોગ, ત્રણ વખત સર્વાર્થ સિદ્ધિ યોગ અને એક વખત અમૃત સિદ્ધિ યોગનો સંયોગ થશે.

Chaitra Navratri 2024

ઉલ્લેખનીય બાબત છે કે, અમૃત સિદ્ધિ યોગમાં ચૈત્ર નવરાત્રીની શરૂઆત ભક્તોને તેમની પૂજાના પાંચ ગણા વધુ શુભ ફળ આપશે. અન્ય વિશેષ યોગોના કારણે ભક્તોને ઈચ્છિત ફળ મળશે.

9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે, જેમાં અમૃત સિદ્ધિ યોગ રવિયોગ છે. 10 એપ્રિલના રોજ મધ્યરાત્રિએ રવિ યોગની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ યોજાશે. 11 એપ્રિલે રવિ યોગ બનશે.

13 એપ્રિલે જ રવિ યોગ બનશે. સર્વાર્થ સિદ્ધિ યોગ 15 એપ્રિલની મધ્યરાત્રિએ બનશે અને સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ નવરાત્રીના અંતિમ દિવસે એટલે કે 16 એપ્રિલે થશે. એટલે કે ચૈત્ર નવરાત્રી દરમિયાન કુલ પાંચ રવિ યોગ હશે.

ચૈત્ર નવરાત્રીની પંચમી પર ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે. ચૈત્ર નવરાત્રીની પંચમીની રાત્રે એટલે કે 13 એપ્રિલ શનિવારના રોજ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં સૂર્યનો ગુરુ અને પહેલાથી હાજર ગુરુ સાથે સંયોગ થવાનો છે. જેને ગુરુ આદિત્ય યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોગના કારણે ધર્મ, અધ્યાત્મ અને સંસ્કૃતિ તરફ લોકોનો ઝુકાવ વધશે.

શ્રી રામ જન્મોત્સવ નવમીના દિવસે જ ઉજવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચૈત્ર નવરાત્રીની નવમી પર ભગવાન શ્રી રામની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. ભારતમાં જ્યાં પણ શ્રી રામના મંદિરો છે, ત્યાં બપોરે 12 વાગ્યાથી શ્રી રામ જન્મોત્સવની ઉજવણી શરૂ થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X