Chandra Dosh Upay : માનસિક બીમારીનો કારક છે ચંદ્ર, જાણો કારણ, પ્રભાવ અને ઉપાય
Chandra Dosh Upay : વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી ચંદ્રનું ઘણુ મહત્વ છે, આ સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ ચંદ્રનું ઘણુ મહત્વ છે. ખગોળ વિજ્ઞાનમાં ચંદ્રને પૃથ્વી ગ્રહનો ઉપગ્રહ માનવામાં આવે છે.
આ જ્યોતિષમાં ચંદ્ર રાશિના જાતકો વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. જેનો આકાર નવ ગ્રહમાં સૌથી નાનો ગ્રહ માનવામાં આવે છે, ચંદ્ર સૌથી ઝડપી ગતિએ રાશિ પરિવર્તન કરે છે.

વૈદિક જ્યોતિષમાં ચંદ્રને મન, માતા, માનસિક સ્થિતિ, પ્રવાહી (પાણી), સુખ-શાંતિ, ધન-સંપત્તિનું કારક છે. મન પર ચંદ્રની સૌથી વધુ અસર થાય છે. કહેવાય છે કે, કુંડળીમાં જો ચંદ્રની સ્થિતિ સારી હોય, તો વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોય છે, પરંતુ જ્યારે ચંદ્ર નબળો હોય છે, ત્યારે વ્યક્તિને અનેક પ્રકારની માનસિક બીમારીઓ ઘેરી લે છે.
જ્યોતિષમાં ચંદ્રનું મહત્વ - જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રનું ઘણું મહત્વ છે, કારણ કે તે કોઈપણ વ્યક્તિની કુંડળી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી બાજુ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર મનનો કારક છે, અને તેની માલિકી કર્ક રાશિ પર છે.
મન સાથે સંબંધિત ચંદ્ર - વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્ર અને મન વચ્ચે ઊંડો સંબંધ છે. જો કોઈ વ્યક્તિનો ચંદ્ર નબળો હોય, તો તેના મન પર વિપરીત અસર થાય છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિનો ચંદ્ર બળવાન હોય, તો તે વ્યક્તિના મન પર સકારાત્મક અસર કરે છે. આ જ કારણ છે કે, મન અને ચંદ્રનો એકબીજા સાથે ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો હોય, તો તેને અનેક પ્રકારની માનસિક બીમારીઓ પરેશાન કરવા લાગે છે. નબળો ચંદ્ર ધરાવનારી વ્યક્તિ ભયભીત રહે છે. કોઇ વાત 10 વખત સમજાવવા છતાં પણ વાત સમજાતી નથી.
આવી વ્યક્તિની માતાનું સ્વાસ્થ્ય નબળું રહે છે. બીજી તરફ જો નબળા ચંદ્ર પર અશુભ ગ્રહોની અસર હોય, તો આવી વ્યક્તિ આત્મહત્યા પણ કરી શકે છે. તેથી જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ યોગ્ય નથી, તો તેણે કેટલાક ઉપાય કરવા જોઈએ.
ચંદ્રને મજબૂત કરવાના ઉપાયો
- ચંદ્રની સ્થિતિને મજબૂત કરવા માટે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ
- ચંદ્રને બળવાન બનાવવા માટે સોમવારના રોજ જાતકે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ
- ચંદ્રને મજબૂત કરવા માટે વ્યક્તિએ મોતી ધારણ કરવું જોઈએ
- તમે ચંદ્રકાંતા મણિ, ચંદ્રનું રત્ન પણ પહેરી શકો છો
- તમારા મનને મજબૂત કરવા માટે તમારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ
- નબળા ચંદ્રવાળા વ્યક્તિએ પોતાના મિત્રો અને વડીલો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ
- આ સિવાય તમારો ચંદ્ર નબળો હોવા અંગે તમારે અનુભવી જ્યોતિષની સલાહ લેવી જોઈએ












Click it and Unblock the Notifications
