For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandra Grahan 2022: 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ, ગર્ભવતી મહિલાઓએ સાવચેત રહેવુ, આ વાતોનુ રાખો ધ્યાન

8મી નવેમ્બર 2022, કારતક પૂનમના રોજના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખૂબ કાળજી રાખવી જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

Lunar eclipse and Pregnant women: 8મી નવેમ્બર 2022, કારતક પૂનમના રોજના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખૂબ કાળજી રાખવી જોઈએ. વૈજ્ઞાનિકો પણ આ વાતને સ્વીકારે છે કે ગ્રહણ દરમિયાન નીકળતા હાનિકારક કિરણો અનેક પ્રકારની સમસ્યાઓનુ કારણ બને છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓના ગર્ભાશયમાં જન્મેલા બાળક પર તેની ઘણી આડઅસર થાય છે. જો ગર્ભવતી મહિલા ગ્રહણના સમયગાળા દરમિયાન ઘરની બહાર જાય તો બાળક પર હાનિકારક કિરણો પડતા બાળકનો વિકાસ પ્રભાવિત થાય છે. બાળકનો બૌદ્ધિક વિકાસ પણ થતો નથી. આ સિવાય બાળકના અંગોમાં થોડી વિકૃતિ આવી શકે છે.

pregnant

ગર્ભવતી મહિલાઓએ શું કરવુ? શું ના કરવુ?

  • ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવુ જોઈએ. જો બહાર આવવુ ખૂબ જ જરૂરી હોય તો પેટ પર પીળી માટી, ગોબર અથવા તુલસીના પાનને પીસીને લગાવો.
  • ગ્રહણ કાળ દરમિયાન ગળામાં સફેદ ચંદનની માળા પહેરો અને ગ્રહણ પૂર્ણ થયા બાદ આ માળાને પાણીમાં વિસર્જીત કરી દો.
  • ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવુ કે પીવુ પ્રતિબંધિત છે. જો જરૂરી હોય તો ગ્રહણ શરૂ થાય તે પહેલાં તમારા ખાવા-પીવામાં તુલસીના પાન અથવા કુશા મૂકી દો.
  • સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણના સમયગાળા દરમિયાન ચાકૂ, છરી, કાતર જેવી કોઈપણ કાપવાની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ ઉપરાંત, વસ્તુઓ સીવવા માટે સોય, સ્ટેપલર વગેરેનો ઉપયોગ કરશો નહીં. આનાથી બાળકના અંગોને અસર થઈ શકે છે.
  • ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવુ ન જોઈએ. આ બાળકના માનસિક વિકાસને અસર કરે છે.
  • ગ્રહણ કાળમાં ધાર્મિક અને સારુ સાહિત્ય વાંચો. પ્રેરણાત્મક વાર્તાઓ, દંતકથાઓની વાર્તાઓ અને મનને પ્રસન્ન કરતા પુસ્તકો, લેખો વાંચો.
  • મંત્ર, ભજન, શાસ્ત્રીય સંગીત, ખુશનુમા ગીતો સાંભળવા એ બાળકના વિકાસ માટે ફાયદાકારક છે. હિંસક ફિલ્મો ન જુઓ, વિકૃત સાહિત્ય વાંચશો નહિ.
English summary
Chandra Grahan 2022: Pregnant women dos and donts during Lunar eclipse which is on 8th November, Know the reasons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X