
રાશિ પ્રમાણે જાણો કયો રંગ તમારા માટે છે શુભ?
જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિઓ છે અને દરેક વ્યક્તિના જન્માં આધારે તેને રાશિ અસર કરે છે.આ રાશિઓથી આપણે વ્યક્તિ વિશેમી ગણા બધી બાબતો જોણી શક્યે છીએ. દરેક રાશિની કોઈને કોઈ ખાસીયત છે. રાશિને આધારે તમે તે વ્યક્તિ વ્યવહાર અને તેમના ભવિષ્ય વિશે જાણી શકો છો, સાથે જ રાશિને આધારે તમને વ્યક્તિ વિશેની દરેક નાની-નાની વાતો જાણી શકાય છે. આજે અમે તમને રાશિ પ્રમાણે મનુષ્યના શુભ રંગો વિશે જણાવિશું કે કઈ રાશિ માટે કયો રંગ શુભ છે.

મેષ
રાશિચક્રમાં પહેલી રાશિ મેષ છે જેનો સ્વામી મંગળ ગ્રહ છે. આ રાશિનો શુભ રંગ લાલ હોય છે. લાલ રંગ પ્રેમ, ઊર્જા અને પ્રજનનનું પ્રતિક છે. આ રંગ ક્રિયાશીલ રહેવા અને જરૂર પડે સતર્ક રહેવાનો સંકેત આપે છે.

વૃષભ
વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ છે. તેનો શુભ રંગ જંગલ જેવો ઘાટ્ટો લીલો હોય છે. પીળા અને લીલાના મિશ્રણથી બનેલો રંગ જ તેમની માટે શુભ છે. આ રંગ મે મહિનામાં જન્મેલા લોકો માટે સુખદાયી રહે છે.

મિથુન
મિથુન રાશિનો શુભ રંગ પીળો છે, જે બુદ્ધિ, મન અને પ્રેરણાત્મક વિચારોનું પ્રતિક છે. જો તમે ઉદાસ છો અથવા શરમાળ છો તો તમારે વધુમાં વધુ પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગ મનમાં આશાવાદી વિચારો ઉત્પન્ન કરે છે.

કર્ક
કર્ક રાશિના જાતકો માટે શુભ રંગ સફેદ છે. તેમને સફેદ પર સિલ્વરની છાયાવાળા રંગ સૌથી વધારે ફાયદો અપાવે છે. આ રાશિનો સ્વામી ચંદ્ર છે. જે મન અને લાગણીઓને નિયંત્રિત કરે છે.

સિંહ
સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય હોય છે. સૂર્ય સફળતાનો કારક છે. એવું મનાય છે કે, મહેનતુ લોકોને સૂર્ય હંમેશા સફળતા અપાવે છે. આ લોકો માટે સોનેરી રંગ અને નારંગી અને પીળો રંગ શુભ મનાય છે.

કન્યા
આ રાશિ પૃથ્વી તત્વની છે જેનો શુભ રંગ ઘાટ્ટો લીલો છે. તેમની માટે ઘેરો લીલો રંગ શુભ માની શકાય. આ રંગ મજબૂત રંગ છે, જે વ્યક્તિમાં આત્મ-વિશ્વાસ જગાડે છે અને તેના જીવનમાં સંતુલન લાવે છે.

તુલા
તુલા રાશિનો શુભ રંગ ગુલાબી છે, જેનો સ્વામી શુક્ર ગ્રહ હોય છે. આ રાશિનો શુભ રંગ આછો પીળો અને ગુલાબી એન બંન્ને હોય છે જે શાંતિ અને સુખનું પ્રતિક છે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે અને આ રાશિ માટે શુભ રંગ મરૂન મનાય છે. વૃશ્ચિક રાશિ માટે અમુક વખત કાળો રંગ પણ શુભ હોઈ શકે છે.

ધન
ધન રાશિનો શુભ રંગ લીલો અને જાંબલી છે. આ બંને રંગ વ્યક્તિમાં આત્મ-વિશ્વાસ જગાડે છે. જો કોઈ તાણમાંથી પસાર થતુ હોય તો આ બંને રંગ તે વ્યક્તિના મનને શાંતિ પ્રદાન કરવાનું કામ કરે છે

મકર
શનિની રાશિ મકરને કઠોર, સ્થિર અને વિશ્વસનીય રંગની જરૂર હોય છે. આ રાશિ માટે કાળો, ધાટ્ટો લીલો અને ગ્રે રંગ અસરકારક સાબિત થઈ શકે છે.

કુંભ
કુંભ રાશિના લોકો પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. આ રાશિનો શુભ રંગ આછો લીલો, એક્વામરીન અને આસમાની રંગ છે.

મીન
મીન રાશિનો સ્વામી ગુરુ એટલે કે બૃહસ્તપિ દેવ છે. આ રાશિ માટે શુભ રંગ વાયોલેટ છે. આ ઉપરાંત આ રાશિ માટે શુભ રંગ પાણી જેવો વાદળી, સફેદ અને લવેન્ડર પણ હોઈ શકે છે.
હવે તો તમે જાણી જ ગયા હશો કે તમારી રાશિ પ્રમાણે તમારા માટે કયો રંગ સૌથી વધારે શુભ છે. તો હવે પોતાની રાશિ પ્રમાણે શુભ રંગનો વધુ માં વધુ ઉપયોગ કરો. કારણ કે આ રંગો તમારા જીવનમાં પોઝીટીવીટી લાવે છે અને દરેક મુશ્કેલીઓને ખતમ કરે છે.