કર્ણાટક લાંચ કેસમાં કેજરીવાલના ગંભીર સવાલ, કહ્યું-આટલી રોકડ મળ્યા છત્તા MLAનીધરપકડ કેમ નહીં?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે સવાલ કર્યો છે કે, આટલા મોટા લાંચકાંડ પછી પણ મદલ વીરૃપક્ષપ્પાની ધરપકડ કેમ ન થઈ?
નવી દિલ્હી : હાલમાં જ કર્ણાટકમાં એક મોટું લાંચ કૌભાંડ સામે આવ્યુ છે. અહીં લોકાયુક્ત ટીમે બીજેપી ધારાસભ્ય મદલ વીરપક્ષપ્પાના પુત્ર પ્રશાંત કુમારની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 40 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે સવાલ કર્યો છે કે, આટલા મોટા લાંચકાંડ પછી પણ મદલ વીરૃપક્ષપ્પાની ધરપકડ કેમ ન થઈ?

આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યને વચગાળાના જામીન આપ્યા છે. સાથે જ 48 કલાકની અંદર તપાસ એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. કેજરીવાલે એક સમાચાર રિટ્વીટ કરીને લખ્યું કે વડાપ્રધાન, મનીષ સિસોદિયાના ઘરેથી દરોડામાં કંઈ મળ્યું નથી છત્તા CBI-EDની તમામ કલમો લગાવીને તેમની ધરપકડ કરી. તમારી પાર્ટીના ધારાસભ્ય પાસે આટલી રોકડ મળી આવી તેની ધરપકડ ન થઈ? હવે ક્યારેય ભ્રષ્ટાચાર સામે લડવાની વાત ન કરો. તમારા મોંઢે તે સારૂ નથી લાગતુ.
ગયા અઠવાડિયે મુખ્યમંત્રી કેજરીવાલે કર્ણાટકમાં જનસભા સંબોધી હતી. અહીં પણ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, મંત્રીના પુત્ર પાસેથી 8 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા પરંતુ તેની ધરપકડ કરવામાં ન આવી, જ્યારે મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી. તે આવતા વર્ષે તેને પદ્મ ભૂષણથી સન્માનિત કરી શકે છે.
પ્રશાંત કુમાર બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડમાં ચીફ એકાઉન્ટન્ટ છે અને 40 લાખની લાંચ લેતા લોકાયુક્તની ટીમના હાથે ઝડપાયા હતા. લોકાયુક્તના જણાવ્યા અનુસાર, એક કોન્ટ્રાક્ટરે તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ લિમિટેડને કાચા માલના સપ્લાય માટે પ્રશાંતે તેની પાસેથી 81 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પ્રશાંતના પિતા અને ભાજપના ધારાસભ્ય મદલ વીરૃપક્ષપ્પા KSDLના પ્રમુખ હતા. જો કે લાંચકાંડ બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. જ્યારે લોકાયુક્તે અન્ય સ્થળોએ તપાસ કરી તો વધુ 6.1 કરોડ મળી આવ્યા છે.












Click it and Unblock the Notifications
