For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dhanteras 2021: આ વર્ષે ધનતેરસ પર બની રહયો છે ખાસ સંયોગ, ખરીદીથી મળશે ત્રણ ગણો લાભ

ર્ષ 2021માં ધનતેરસના દિવસે એટલે કે 2 નવેમ્બરના રોજ ખાસ યોગ બની રહ્યો છે. આવો, જાણીએ એ બે વિશેશ યોગ વિશે.

By Desk
|
Google Oneindia Gujarati News

હિંદુ ધર્મમાં ધનતેરસના પર્વને ખૂબ વિશેષ માનવામાં આવ્યો છે. આ દિવસે ભગવાન ધનંતરીની પૂજા કરવાનુ વિધાન છે. માનવામાં આવે છે કે જ્યારે દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યુ હતુ ત્યારે આ તિથિ પર ભગવાન ધનવંતરી અમૃતથી ભરેલો કળશ લઈને પ્રગટ થયા હતા. આ જ કારણ છે કે આ દિવસે નવા પાત્ર, વાસણ, સોના-ચાંદી, કપડા, ઘરનો સામાન, માટીના દીવા વગેરેની ખરીદી કરવામાં આવે છે. આ દિવસે નવી વસ્તુઓને ઘરે લઈને આવવાનુ શુભ માનવામાં આવે છે. વર્ષ 2021માં ધનતેરસના દિવસે એટલે કે 2 નવેમ્બરના રોજ ખાસ યોગ બની રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે આ સમયમાં તહેવારની શુભતા વધી જાય છે. આવો, જાણીએ એ બે વિશેશ યોગ વિશે.

ધનતેરસ 2021 પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગ

ધનતેરસ 2021 પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગ

ધનતેરસ સાથે પાંચ દિવસ સુધી ચાલનારા ઉત્સવનો શુભારંભ થઈ જાય છે. આ વર્ષે ધનતેરસના દિવસે લોકો ત્રિપુષ્કર યોગનો લાભ ઉઠાવી શકે છે. ઉલ્લેખનીય છે કે મંગળવાર અને દ્વાદશી તિથિના સંયોગથી ત્રિપુષ્કરનુ શુભ યોગ બને છે. દ્વાદશી તિથિનો પ્રારંભ 1 નવેમ્બરે જ થઈ જશે અને આનુ સમાપન 2 નવેમ્બરના રોજ સવારે 11.30 વાગ્યા સુધી જ રહેશએ. તમે 2 નવેમ્બરની સવારે 11.30 વાગ્યા સુધી આ યોગનો લાભ લઈ શકો છો.

ત્રિપુષ્કર યોગનો લાભ

ત્રિપુષ્કર યોગનો લાભ

એવુ માનવામાં આવે છે કે ત્રિપુષ્કર યોગમાં ખરીદી કરનાર જાતકનુ નસીબ ચમકી જાય છે. ધનતેરસમાં તમે ખરીદી કરવા વિશે વિચારી રહ્યા હોય તો આ શુભ યોગમાં અમુક સામાન જરૂર ખરીદો. જાણકારો મુજબ આ સમયમાં કરવામાં આવેલી ખરીદીથી ત્રણ ગણો વધીને લાભ મળે છે. તમે પોતાના સામર્થ્ય અનુસાર કરો અને આ મુહૂર્તનો લાભ ઉઠાવો.

લાભ અને અમૃત યોગ

લાભ અને અમૃત યોગ

જ્યોતિષ અનુસાર ધનતેરના દિવસે વધુ એક શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે લાભ અમૃત યોગ બનશે. નવી વસ્તુઓની ખરીદી માટે આ સમય ઉત્તમ ગણવામાં આવ્યો છે. લાભ અમૃત યોગ 2 નવેમ્બરે સવારે 10 વાગીને 30 મિનિટે શરૂ થશે અને તેનુ સમાપન બપોરે 1 વાગીને 30 મિનિટ પર રહેશે. તમે ઈચ્છો તો ત્રુપુષ્કર યોગ અને લાભ અમૃત યોગનો જોડી શકો છો. આનાથી તમારી પાસે ધનતેરની ખરીદી માટે સૂર્યોદયથી લઈને બપોરે દોઢ વાગ્યા સુધીનો સમય રહેશે.

પડી રહ્યો છે ભીમ પ્રદોષ વ્રત

પડી રહ્યો છે ભીમ પ્રદોષ વ્રત

આ વર્ષે ધનતેરના દિવસે એટલે કે 2 નવેમ્બર, મંગળવારના દિવસે ભીમ પ્રદોષ વ્રત પણ રાખવામાં આવશે. આનાથી ધનતેરસ પર્વની શુભતા વધી જાય છે. આ દિવસે ખરીદી કરવાથી જાતકોને સારા પરિણામ મળવાની આશા છે.

English summary
Dhanteras 2021: Tripushkar Yog, Amrit Labh Yog, Auspicious Timing for Shopping
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X