For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dhanteras 2022: ધનતેરસની રાતે ઘરમાં આ જગ્યાએ જરુરથી પ્રગટાવો દીવા, થશે ધનવર્ષા

જો તમે કુબેરને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ધનતેરસની રાતે દીવો પ્રગટાવવાના ઉપાય કરવા જોઈએ. જાણો વિગત.

By Desk
|
Google Oneindia Gujarati News

Dhanteras 2022: ધનતેરસથી દીવાળી સુધીના ત્રણ દિવસ મહાલક્ષ્મી અને યક્ષરાજ કુબેરને પ્રસન્ન કરવાના અદ્ભુત ચમત્કારિક દિવસો છે. આ દિવસોમાં બ્રહ્માંડ શક્તિઓ એવી રીતે જાગ્રત થાય છે કે જો તમે સાચી શ્રદ્ધા અને વિધિઓથી ઉપાય કરો તો તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે.

diya

દીવાળીની મહાનિશાની જેમ ધનતેરસની રાત પણ કુબેરને પ્રસન્ન કરવા માટે હોય છે. ધનતેરસની પૂજાનુ વિધાન પણ પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવે છે. તેથી જો તમે કુબેરને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ધનતેરસની રાતે દીવો પ્રગટાવવાના ઉપાય કરવા જોઈએ. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યાં ધનતેરસની રાતે જે જગ્યાએ રોશની હોય, દીપકનો ઉજાશ હોય ત્યાં કુબેર દેવતાની દ્રષ્ટિ પડે છે અને તે પોતાના આલોકથી તે સ્થાનને પ્રકાશિત કરી દે છે. એટલે કે એ જગ્યાએ તેઓ પોતાની કૃપા વરસાવે છે. એવી ઘણી જગ્યાઓ હોય છે જ્યાં ધનતેરસની રાતે અનિવાર્યપણે દીવા પ્રગટાવવા જોઈએ.

પ્રાચીન અને નિર્જન સ્થળના શિવ મંદિરમાં

શિવ મહાપુરાણમાં એક જગ્યાએ એવુ વર્ણન કરવામાં આવ્યુ છે કે એક અવુ શિવ મંદિર જે નિર્જન હોય, જે જંગલમાં હોય, જ્યાં ઘણા દિવસો સુધી કોઈ આવતુ-જતુ ન હોય, તે શિવમંદિરમાં આખી રાત બળતો અખંડ દીવો પ્રગટાવવાથી. ધનતેરસની રાત્રિએ શિવની કૃપા પ્રાપ્ત થાય છે. શિવના આદેશથી કુબેર પણ તે મનુષ્યના ધનના ભંડાર ભરી દે છે.

ગરીબ-દીન-દુઃખીના ઘર

ધનતેરસની રાતે ગરીબ, દીન-દુઃખી, નિઃશક્ત, વિકલાંગ, રક્તપિત્ત, વિકલાંગ, નેત્રહીન વ્યક્તિના ઘરે દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે.

આ જગ્યાઓએ પણ પ્રગટાવો દીવો

  • ધનતેરસની રાતે કુબેર અને તુલાની પૂજા કરીને પૂજા સ્થાનમાં આખી રાત ચાલતો અખંડ દીવો પ્રગટાવો.
  • ઘરની તિજોરી, દુકાનનો ગલ્લો જ્યાં તમે પૈસા રાખો છો, સોનાના ઘરેણા રાખો છો, એવી જગ્યાએ દીવો પ્રગટાવો.
  • ધનતેરસની રાતે કૂવાના પાળા પર લોટના સાત દીવા બનાવીને પ્રગટાવવાથી કુબેર અને વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
  • પીપળાના ઝાડ નીચે લોટના 11 દીવા બનાવીને અને તેલ ભરીને પ્રગટાવો. ત્યાં બેસીને શ્રીસૂક્ત, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. વિષ્ણુ-લક્ષ્મીની સાથે કુબેરની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
  • તુલસી, શમી, વડ-લીમડા-પીપળાની ત્રિવેણીમાં દીવો પ્રગટાવો.
English summary
Dhanteras 2022 is on 23rd October. Light the diya on these places in your house for health and wealth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X