For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુખ, ધન અને સમૃદ્ધિના દિપોત્સવનો પ્રારંભ એટલે ધનતેરસ

દિવાળી પાંચ દિવસનો તહેવાર છે જેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે ધનતેરસ 5 નવેમ્બર 2018 ના દિવસે સોમવારે મનાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

દિવાળી પાંચ દિવસનો તહેવાર છે જેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે ધનતેરસ 5 નવેમ્બર 2018 ના દિવસે સોમવારે મનાવવામાં આવશે. આ દિવસે લોકો ઘર માટે વાસણ અને સોનુ-ચાંદી ખરીદે છે. ધનતેરસના દિવસે કુબેર ઉપરાંત યમની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે યમની પૂજાની વિશેષ માન્યતા છે કારણકે તેમની પૂજાથી કસમય મોતનો ભય રહેતો નથી.

આ પણ વાંચોઃ ધનતેરસઃ ભગવાન ધન્વંતરિની આરાધનાનું પર્વ, યમરાજને દાન કરો આ વસ્તુઓઆ પણ વાંચોઃ ધનતેરસઃ ભગવાન ધન્વંતરિની આરાધનાનું પર્વ, યમરાજને દાન કરો આ વસ્તુઓ

ધનતેરસ 2018 ના મૂહુર્ત

ધનતેરસ 2018 ના મૂહુર્ત

ધનતેરસ પૂજા મૂહૂર્ત-
સાંજે - 6-05 થી 8.01
સમયગાળો - 1 કલાક 55 મિનિટ
પ્રદોષ કાળ - 5.29 PM થી 8.07 PM
વૃષભ કાળ - 6:05 PM થી 8:01 PM
ત્રયોદશી તિથિ આરંભ - 5 નવેમ્બર, 01:24 AM
ત્રયોદશી તિથિ ખતમ - 5 નવેમ્બર, 11.46 PM

ધનવંતરિની પણ પૂજા

ધનવંતરિની પણ પૂજા

ધનતેરસ સુખ, ધન અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ધનવંતરિની પણ પૂજા કરવામાં આવે છે. ધનવંતરિ ચિકિત્સાના દેવતા પણ છે. એટલા માટે તેમની પાસે આરોગ્યની પણ કામના કરવામાં આવે છે.

ચાંદી ખરીદવી શુભ

ચાંદી ખરીદવી શુભ

ધનતેરસના દિવસે લોકો ઘરેલુ વાસણો ખરીદે છે. આ દિવસે ચાંદી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે કારણકે ચંદ્રમાનું પ્રતીક માનવામાં આવે છે અને ચંદ્રમા શીતળતાનું માનક છે એટલા માટે ચાંદી ખરીદવાથી મનમાં સંતોષ રૂપી ધનનો વાસ થાય છે કારણકે જેની પાસે સંતોષ છે તો જ ખરા અર્થમાં સ્વસ્થ, સુખી અને ધનવાન છે.

English summary
Dhanteras is the first day of five days long Diwali festivities. here is Puja Timings and Muhurat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X