For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2020: દિવાળી પર આ છોડ લગાવી દીધા તો ક્યારેય નહિ થાય પૈસાની કમી

લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. અનેક વનસ્પતિઓમાં પણ ધન ખેંચવાની શક્તિ હોય છે. આવો જાણીએ આવી વનસ્પતિ વિશે.

|
Google Oneindia Gujarati News

Diwali ke Totke: દિવાળીમાં લક્ષ્મીનુ પૂજન થાય છે. શાસ્ત્રોમાં માન્યતા છે કે દિવાળીની રાતે મા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાની ભક્તિનુ પરિણામ ભક્તોને આપે છે. માટે દિવાળીની રાતે લોકો પોતાના ઘરોમાં દીવડા પ્રગટાવીને લક્ષ્મીના આગમનની પ્રતીક્ષા કરે છે. આ દિવસે લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. અનેક વનસ્પતિઓમાં પણ ધન ખેંચવાની શક્તિ હોય છે. આવો અમે તમને જણાવીએ અમુક એવા છોડ વિશે જેમને દિવાળીમાં પોતાના આંગણામાં લગાવવાથી ક્યારેય પૈસાની કમી નહિ થાય.

મની પ્લાન્ટ

મની પ્લાન્ટ

આ છોડ ઘણા ઘરોમાં હોય છે. વાસ્તવમાં આની વેલ ચાલે છે. આને દિવાળીના દિવસે ઘરમાં લગાવવુ શુભ માનવામાં આવે છે. ભારતીય વાસ્તુ અને ચીની ફેંગશુઈમાં આનુ ખૂબ મહત્વ હોય છે. મની પ્લાન્ટનો છોડ દિવાળીના દિવસે માટીના કુંડામાં ઘરની ઉત્તર દિશામાં લગાવવાથી પૈસાની આવક વધતી જાય છે. આની વેલ જેમ જેમ વધે તેમ તેમ તમારો ધનકોષ પણ વધે છે.

ક્રાસુલા

ક્રાસુલા

આને જેડ પ્લાન્ટ પણ કહેવાય છે. ક્રાસુલા નાની-નાની ગાદી જેવી પત્તાવાળો છોડ હોય છે. આને દિવાળીના દિવસે ઘરની પૂર્વ દિશામાં લગાવો. આનાથી પૈસાની આવક સતત થતી રહે છે. ક્યારેય પૈસાની કમી નથી થતી. આ સાથે જો કોઈ ક્યાંક પૈસા અટકેલા હોય તો તે પણ આવવા લાગે છે. આ છોડ કરિયરમાં વૃદ્ધિ કરાવે છે.

શમી

શમી

શમીનો છોડ પૈસાને ચુંબકની જેમ ખેંચે છે. આને દિવાળીના દિવસે ઘરમાં લાવીને લગાવો અને રોજ તાજુ પાણી અર્પિત કરો. સાંજના સમયે છોડની નજીક જઈને ઘીનો દીવો પ્રગટાવો. આનાથી જલ્દી તમારા ધનકોષમાં વૃદ્ધિ થવા લાગે છે. આ છોડ જ્યાં હોય છે ત્યાં ખર્ચ સીમિત માત્રામાં થાય છે. આનાથી દેવુ ઘટવા લાગે છે. આ છોડ ધન આગમનનો રસ્તો ખોલે છે.

સ્નેક પ્લાન્ટ

સ્નેક પ્લાન્ટ

સ્નેક પ્લાન્ટના પત્તા ફણની જેમ ફેલાયેલા સાંપની જેમ દેખાય છે. જે લાંબા, લીલા અને પીળા ધબ્બા હોય છે. આ છોડ પૈસાને આકર્ષિત કરનાર સશક્ત માધ્યમ છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આનુ ખૂબ મહત્વ છે. તે કેશ ફ્લો વધારે છે અને નકારાત્મક ઉર્જાને પણ શોષી લે છે.

પીસ લીલી

પીસ લીલી

પીસ લીલીના છોડને ફૉર્ચ્યુન પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. ફેંગશુઈની માન્યતા છે કે આ છોડ સૂતેલુ નસીબ જગાડી દે છે. દિવાળીના દિવસે આ છોડને લગાવવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ગુડલક આવે છે. પૈસાની આવક પણ ચાલુ રહે છે. કરિયરમાં પણ તે ઘણો સપોર્ટ કરે છે.

Diwali 2020: સ્થાયી લક્ષ્મી મેળવવા સ્થિર લગ્નમાં કરો પૂજાDiwali 2020: સ્થાયી લક્ષ્મી મેળવવા સ્થિર લગ્નમાં કરો પૂજા

English summary
Diwali 2020: Plant these plants on this Diwali to avoid shortage of money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X