Diwali 2023 Date : આ વર્ષે ક્યારે ઉજવાશે દિવાળી? જાણો તારીખ, શુભ મૂહુર્ત અને મહત્વ

Diwali 2023 Date : ગુજરાતી વર્ષનો અંતિમ તહેવાર દિવાળીનો તહેવાર છે. દિવાળી એ ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર છે. જે પાંચ દિવસ સુધી ઉજવાય છે. જે ધન તેરસથી લઇને કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઇ બીજ સુધી ઉજવાય છે.

પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન રામ રાવણ વધ કરી વનવાસ પૂરો કરીને અયોધ્યા પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ ધીના દિવા પ્રગટાવ્યા હતા. જે બાદ આ દિવસે દિવાળીની ઉજવણીની શરૂઆત થઇ હતી.

Diwali 2023 Date

દિવાળીની જેટલી ધાર્મિક માન્યતા છે, તેટલી જ તે પ્રેમ અને સૌહાર્દ વધારવા માટે પણ માનવામાં આવે છે. દિવાળીના દિવસે દરેકના ઘરને દીવાઓથી ઝળહળવામાં આવે છે, એકબીજાના ઘરે મીઠાઈઓ લઈ જવામાં આવે છે, બાળકો સાથે રમે છે અને ઘરમાં લક્ષ્મી-ગણેશની પૂજા કરવામાં આવે છે.

આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસને છોટી દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. આવા સમયે, નવું વર્ષ 14 નવેમ્બરથી શરૂ થશે. દિવાળી પહેલા 10 નવેમ્બરના રોજ ધન તેરસ અને 15મી નવેમ્બરના રોજ ભાઈ બીજની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કાળી ચૌદસ 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

આ સિવાય અમાવસ્યા તિથિ 12 નવેમ્બરના રોજ બપોરે 2:44 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે બપોરે 2:56 કલાક આ તિથિ પૂરી થશે. પૂજાનો શુભ મુહૂર્ત 12 નવેમ્બરના રોજ જ આવી રહ્યો છે. આ દિવસે સાંજે 5.39 થી 8.16 દરમિયાન પૂજા કરી શકાય છે.

દિવાળીના એક મહિના પહેલા ઘરમાં સફાઈ શરૂ થઈ જાય છે. દિવાળી પર એવું કહેવાય છે કે, ઘરમાં શું આવે છે અને ઘરમાંથી શું ફેંકવામાં આવે છે, તેની પણ એક ખાસ ઓળખ હોય છે. જેમ કે, દિવાળી પર તૂટેલી વસ્તુઓ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે.

આ સાથે એવું પણ કહેવાય છે કે, તેનાથી ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે. આ સિવાય દિવાળી પર ધનહાનિ થઈ શકે છે. બીજી તરફ દિવાળીના દિવસે ઘરમાં કચરો ભેગો કરવો પણ યોગ્ય નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X