શનિવારે આ વસ્તુઓની ખરીદી, તમને બનાવશે કંગાળ?

Posted By:
Subscribe to Oneindia News

સૌરમંડળના નવે ગ્રહો પોત-પોતાની રીતે આપણા જીવન પર અસર કરે છે. મનુષ્ય જે સમયે જન્મે છે, તે સમયના ગ્રહો અને નક્ષત્રોને આધારે તેની જન્મ કુંડળી નક્કી થઈ જાય છે. આપણું આવનારુ ભવિષ્ય આ કુંડળીને આધારે નક્કી થાય છે. શનિદેવના વિશે એવુ મનાય છે કે, તે ન્યાયના દેવતા છે, શનિદેવ ઈચ્છે તો રંકને પણ રાજા બનાવી શકે છે. પરંતુ જો તેમની કુદ્રષ્ટિ કોઈના પર પડી જાય તો તે રાજા હોય તો પણ તેને રંક થતા વાર લાગતી નથી.

જાણો વિભિન્ન પ્રકારના અર્ધ્ય અને તેના લાભ

Don’t buy these 10 things on Saturdays as they bring Bad Luck

કદાચ આ કારણથી પણ હંમેશા શનિદેવને ખુશ કરવા માટેના પ્રયત્નો વધુ થતા હોય છે. માન્યતા પ્રમાણે દર શનિવારે શનિદેવને સરસિયાનુ તેલ અને કાળા તલ ચઢાવાથી તે પ્રસન્ન થાય છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની ખરીદી શનિવારે કરવી નહિં. કારણકે આ ખરીદી શનિદેવને નારાજ કરી શકે છે અને તેમના ક્રોધથી મનુષ્યનુ દુર્ભાગ્ય શરૂ થઈ જાય છે.

લોખંડ, મીઠું અને લાકડી

Don’t buy these 10 things on Saturdays as they bring Bad Luck

શનિવારના દિવસે લોખંડની ખરીદી કરવી જોઈએ નહિં. આ ઉપરાંત શનિવારે મીઠાની ખરીદી મનુષ્યને દરિદ્રતા તરફ ધકેલે છે. ઉપરાંત લાકડુ ખરીદવા માટે પણ ક્યારેય શનિવારની પસંદગી કરવી નહિં.

સરસિયુ, રીંગણ અને કાળા અડદ

Don’t buy these 10 things on Saturdays as they bring Bad Luck

શનિવારના દિવસે સરસિયાનુ દાન કરવામાં આવે છે, માટે ક્યારેય સરસિયાનુ તેલ કે રાઈની ખરીદી કરવી જોઈએ નહિં. શાકભાજી ખરીદતા સમયે પણ શનિવારના દિવસે રીંગણની ખરીદી કરતા ટાળવુ. ઉપરાંત કાળા અડદ શનિદેવને ચઢાવવામાં આવે છે માટે શનિવારે કાળા અડદની ખરીદી કરવી નહિં. શનિવારે આ વસ્તુઓની ખરીદી તમારુ દુર્ભાગ્ય લાવી શકે છે.

કાળા મરી, કાળુ કપડુ, બદામ અને ઈલેક્રટ્રીકનો સામાન

Don’t buy these 10 things on Saturdays as they bring Bad Luck

કાળા તલ કે કાળા મરીની ખરીદી શનિવારે કરવી નહિં. ચંપલ કે કાળુ કપડુ ખરીદવા માટે પણ શનિવારનો સમય સારો નથી. ઉપરાતં બદામ કે નારિયળ ખરીદવા માટે પણ શનિવાર ઉપયુક્ત દિવસ નથી. કોઈપણ પ્રકારનો ઘરગથ્થુ ઈલેક્ટ્રીક સામાન ખરીદવા માટે પણ શનિવારના દિવસની પસંદગી કરવી નહિં. કારણકે આ વસ્તુઓની ખરીદી શનિદેવની કુદ્રષ્ટિનુ કારણ બને છે.

English summary
According to Astrology, Here are certain items which one should avoid buying on Saturdays or even should not be brought at home on Saturdays.
Please Wait while comments are loading...