ભૂલથી પણ ન કરશો આ વસ્તુઓનું દાન, થઈ શકો છો બરબાદ
હિંદુ શાસ્ત્રોમાં દાન એ સૌથી પુણ્ય કર્મ ગણવામાં આવ્યુ છે. દાન કરવાથી માત્ર પીડા દેતા ગ્રહો જ શાંત થતા નથી પણ તેની સાથે જ દેવી-દેવો પણ શાંત થાય છે. પણ શું તમે જાણો છે કે ગ્રહોને લગતુ દાન ક્યારેક ઉલ્ટી અસર પણ કરે છે. આ વાત તેટલી જ સાચી છે કે કેટલીક મહત્વની પરિસ્થિતિમાં તમે તેને લગતી વસ્તુઓનું દાન કર્યુ હોય તો તે લાભની જગ્યાએ હાની પહોંચાડે છે. પરિમાણે ગ્રહોનું દાન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કયા ગ્રહ માટે કયુ દાન કરવું. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ગ્રહ ઉચ્ચ રાશિમાં કે પોતાની સ્વયં રાશિમાં સ્થિત હોય તો તેને લગતી વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું. આવું દાન હંમેશા નુકશાન કરે છે.

ગોળ, લોટ, ઘંઉ, તાંબુ
સૂર્ય મેષ રાશિમાં રહેવાથી ઉચ્ચનો તથા સિંહ રાશિમાં હોવાથી પોતાની સ્વરાશિનો હોય છે. જો કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય આ બંને રાશિઓમાંથી કોઈ એકમાં હોય તો તેને લાલ કે ગુલાબી રંગના પદાર્થોનું દાન કરવું નહિં, ઉપરાંત ગોળ, લોટ, ઘંઉ, તાંબુ વગેરે દાન કરવું નહિં. સૂર્યની આવી સ્થિતિમાં જાતકે મીંઠુ ખાવાનું ઓછુ કરી ગળપણ વાળી વસ્તુઓનું સેવન વધારવું જોઈએ.

દૂઘ, ચોખા અને આભૂષણોમાં ચાંદી અને મોતી
ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચ તથા કર્ક રાશિમાં પોતાની રાશિમાં હોય છે. જો કોઈ જાતકની જન્મકુંડળીમાં ચંદ્ર ગ્રહ આવી સ્થિતિમાં હોય તો તેને ખાદ્યપદાર્થોમાં દૂઘ, ચોખા અને ઘરેણાંમાં ચાંદી અને મોતીનું દાન કરવું નહિં.

મીઠા ખાદ્યપદાર્થો
મંગળ મેષ કે વૃશ્ચિક રાશિમાં હોય તો સ્વરાશિનો તથા મકર રાશિમાં હોવાથી તે ઉચ્ચનો હોય છે. જો કોઈની કુંડળીમાં મંગળ ગ્રહ એવી સ્થિતિમાં હોય તો મસૂરની દાળ, મિષ્ઠાન અથવા કોઈ મીઠા ખાદ્યપદાર્થોનું દાન કરવું નહિં.

લીલા રંગની વસ્તુ
બુધ મિથુન રાશિમાં હોય તો સ્વરાશિ તથા કન્યા રાશિમાં હોય તો ઉચ્ચ રાશિમાં છે તેવું કહેવાય. જો કોઈ જાતકની જન્મકુંડળીમાં બુધ ઉપર મુજબની કોઈ સ્થિતિમાં હોય તો તેણે લીલા રંગનો કોઈ પદાર્થ કે વસ્તુનું દાન ક્યારેય કરવું નહિં.

પીળા રંગનો પદાર્થ
ગુરુ જ્યારે ધન કે મીન રાશિમાં હોય તો સ્વગ્રહી તથા કર્ક રાશિમાં હોય તો ઉચ્ચ રાશિમાં મનાય છે. જે જાતકોની કુંડળીમાં ગુરુની આવી ગ્રહ દશા હોય તેણે પીળા રંગની વસ્તુ, પદાર્થો, કપડા કે અનાજનું દાન કરવું નહિં.

સફેદ સુંગંધિત પદાર્થો
શુક્ર ગ્રહ વૃષભ કે તુલા રાશિમાં હોય તો સ્વરાશિમાં અને મીન રાશિમાં હોય તો ઉચ્ચનો મનાય છે. જે જાતકોની કુંડળીમાં શુક્રની આવી ગ્રહ દશા હોય તેણે સફેદ રંગની વસ્તુઓ કે સુગંધિત પદાર્થોનું દાન કરવું નહિં, નહિંતર વ્યક્તિના ભૌતિક સુખમાં ઘટાડો થવા લાગે છે.

કાળા રંગની વસ્તુ
શનિ જો મકર કે કુંભ રાશિમાં હોય તો સ્વગ્રહી તથા તુલા રાશિમાં હોય તો ઉચ્ચ રાશિમાં છે તેવું કહેવાય. જો તમારી કુંડળીમાં શનિની આવી સ્થિતિ હોય તો તમારે કાળા રંગના પદાર્થોનું દાન ક્યારેય ભૂલથી પણ કરવું જોઈએ નહિં.

વાદળી રંગની વસ્તુઓ
રાહુ જો કન્યા રાશિમાં હોય તો સ્વરાશિ અને વૃષભ રાશિ અને મિથુન રાશિમાં હોય તો ઉચ્ચ કહેવાય છે. જે જાતકોની કુંડળીમાં આમાંની કોઈ પણ એક સ્થિતિ હોય તો આવા જાતકોએ વાદળી કે ભૂરા રંગની વસ્તુઓનું દાન કરવું નહિં.

ભૂરા રંગનો પદાર્થ
કેતુ જો મીન રાશિમાં હોય કે ધન રાશિમાં હોય તો ઉચ્ચ કહેવાય છે. જો તમારી કુંડળીમાં કેતુ ઉપરોક્ત સ્થિતિમાં છે તો તમારે ઘરમાં ક્યારેય પક્ષી પાળવું નહિં. નહિંતર ધનનું નુકશાન નકામા કામો પાછળ થાય છે, જે બરબાદી લાવે છે. ઉપરાંત ભૂરા, ચિત્ર-વિચિત્ર રંગના વસ્ત્રો, ધાબળો કે તલના તેલથી બનેલા પદાર્થોનું દાન કરવું નહિં.