આ નક્ષત્રો અને ગ્રહદશામાં લગ્ન કરશો તો થઈ શકો છો બરબાદ

Posted By:
Subscribe to Oneindia News

હિંદુ ધર્મમાં લગ્ન આગવું મહત્વ ધરાવે છે. એવું મનવામાં આવે છે કે જોડીઓ ભગવાનના દરબારમાંથી બને છે, નીચે તો આપણે તેમને માત્ર મેળવવાનું જ કામ કરીએ છીએ. નવો સંબંધ નક્કી કરતાં પહેલા આપણે સામા પક્ષની દરેક વાતની ખાતરી કરી લઈએ છીએ, તો પછી શા માટે આપણે મુહૂર્ત કાઢવામાં ઉતાવળા થઈએ છીએ?

લગ્ન ક્યારે અને કયા મુહૂર્તમાં કરવા, એ બાબતને લઈ લોકોમાં પૂરતી જાણકારીનો અભાવ છે. ચાલો આજે અમે તમને જણાવીશું કે, લગ્ન માટે કયો માસ, કયું નક્ષત્ર અને કયું મુહૂર્ત સારુ ગણાય.

marriage

લગ્ન માટે યોગ્ય નક્ષત્ર
27 નક્ષત્રોમાંના 10 નક્ષત્રો એવા છે જે વિવાહ માટે વર્જિત છે. જેવા કે, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મધા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અને સ્વાતી. આ 10 નક્ષત્રોમાંનુ કોઈપણ નક્ષત્ર હોય અને સૂર્ય રાશિમાં ગુરુના નવમાંશમાં ભ્રમણ કરી રહ્યો હોય તેવા સમયે લગ્ન ક્યારેય કરવા નહિં. જન્મ નક્ષત્રથી લગ્ન થવાની તિથિમાં 10મા અને 16મા ઉપરાંત 23મા નક્ષત્રમાં મોટા સંતાનના લગ્ન ક્યારેય કરવા નહીં

marriage

લગ્નમાં શુક્રનું મહત્વ
લગ્નનો મુખ્ય કારક શુક્ર મનાય છે. જ્યારે શુક્ર બાલ્યાવસ્થામાં હોય કે નબળો હોય ત્યારે લગ્ન કરાવવા યોગ્ય નથી. શુક્ર પૂર્વ દિશામાં ઉદિત થવાના 3 દિવસ સુધી બાલ્યાવસ્થામાં રહે છે અને જ્યારે તે પશ્ચિમ દિશામાં હોય ત્યારે 10 દિવસ સુધી બાલ્યાવસ્થામાં રહે છે. શુક્ર અસ્ત થતા પહેલા 15 દિવસ સુધી નબળી અવસ્થામાં રહે છે અને શુક્ર અસ્ત થવાના 5 દિવસ પહેલા વૃદ્ધાવસ્થામાં રહે છે. આ કાળ દરમિયાન લગ્ન કરાવવા યોગ્ય નથી

ગુરુની મજબૂતાઈ
ગુરુ પણ લગ્નમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આથી ગુરુનું બળવાન હોવું પણ એટલું જ મહત્વનું મનાય છે. જો ગુરુ બાલ્યાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં હોય કે નબળો હોય ત્યારે પણ વિવાહ કરાવવા યોગ્ય ગણાતા નથી. ગુરુ ઉદય અને અસ્ત બંને પરિસ્થિતિમાં 15-15 દિવસ સુધી બાલ્યકાળ અને વૃદ્ધાવસ્થામાં રહે છે. આ દરમિયાન લગ્ન કરવા યોગ્ય ગણાય નહિં.

marriage

વિવાહ વર્જિત યોગ
લગ્ન કરવા માટે વર્જિત ગણાતો એક ગ્રહ છે, જેને ત્રિયેષ્ઠા કહે છે. જેમાં મોટા સંતાનના લગ્ન જ્યેષ્ઠ માસમાં ન કરાવવા, ઉપરાંત જ્યેષ્ઠ માસમાં જન્મેલા છોકરા કે છોકરીના લગ્ન પણ જ્યેષ્ઠ માસમાં કરવા નહિ

ગ્રહોનું રાશિમાં ભ્રમણ
ત્રિબલ વિચાર- જેમાં ગુરુ ગ્રહ કન્યા રાશિથી પહેલા, આઠમા અને બારમા ભાવમાં ભ્રમણ કરતો હોય તેવા સમયે પણ વિવાહ કરવા યોગ્ય નથી. ગુરુ ગ્રહ કન્યાની જન્મરાશિથી મિથુન, કર્ક, કન્યા અને મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોય તો આ લગ્ન કન્યા માટે હિતકારી નથી. ગુરુ ઉપરાતં સૂર્ય અને ચંદ્રનુ ભ્રમણ પણ શુભ હોવુ જોઈએ.

ચંદ્રની સ્થિતિ
ચંદ્ર મનનો કારક મનાય છે, પરિણામે વિવાહમાં ચંદ્રનું શુભ અને અશુભ હોવું મહત્વનું મનાય છે. ચંદ્ર અમાસના 3 દિવસ પહેલા અને 3 દિવસ બાદ બાલ્યાવસ્થામાં હોય છે. આ સમયે ચંદ્ર ફળદાયી હોતો નથી. ચંદ્રનું ગોચર ચોથા અને આઠમા ભાવને છોડી બાકીના ભાવમાં શુભ હોય છે. ચંદ્ર જ્યારે પક્ષબલી, ત્રિકોણમાં, સ્વરાશિ, ઉચ્ચ અને મિત્રક્ષેત્રી હોય ત્યારે જ લગ્ન કરવા જોઈએ

marriage

બે સગાભાઈ કે બહેન
સગી બે બહેનોના લગ્ન એક જ ઘરમાં અથવા એક જ છોકરા સાથે કરવા નહિં. બે સગા ભાઈના વિવાહ બે સગી બહેનો સાથે પણ કરવા જોઈએ નહિં. બે સગા ભાઈઓ કે બે સગી બહેનોના લગ્ન એક જ મંડપમાં કરવા વર્જિત છે.

દિકરા-દિકરીના લગ્ન વચ્ચેનો સમયગાળો
દિકરીના લગ્ન કર્યાના 6 મહિનાની અંદર દિકરાના લગ્ન ન કરવા ઉપરાંત દિકરાના લગ્નના 6 માસની અંદર દિકરીના લગ્ન પણ ન કરવા જોઈએ. એટલે કે, સગા ભાઈ કે બહેનના લગ્ન 6 માસની અંદર કરવા બાધ્ય મનાય છે.

જન્મનું નક્ષત્ર
લગ્નના ગણાંક મૂલનો પણ વિચાર કરવો જોઈએ, જેવા કે મૂળ નક્ષત્રમાં પેદા થયેલી દિકરી પોતાના સાસરી માટે કષ્ટકારી મનાય છે. આશ્લેષા નક્ષત્રમાં જન્મેલી દિકરી પોતાના સાસુ માટે અશુભ મનાય છે. જયેષ્ઠા નક્ષત્રમાં જન્મેલી દિકરી પોતાના જયેષ્ઠ માટે અશુભ ગણાય છે. આ નક્ષત્રોમાં જન્મેલી દિકરીના લગ્ન કરતાં પહેલા તેના દોષોનું નિવારણ કરાવવું જરૂરી છે.

English summary
Do not marry during these muhurats, here is an astrology advice.
Please Wait while comments are loading...