ગુરુવારના દિવસે ક્યારેય પણ ન કરવા આ કામ..

Posted By:
Subscribe to Oneindia News

ગુરુવાર એ તમામ દેવી-દેવનો તહેવાર છે. આ દિવસ અત્યંત શુભ મનાય છે. શિક્ષણ, જ્ઞાન, આધ્યાત્મ, રાજકારણ વગેરે વિષયોનો કારક બૃહસ્પતિ ગ્રહ સર્વ શક્તિમાન છે. જેના પર ગુરુની કૃપા હોય તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતુ નથી. આજે અમે તમને જણાવીશું કે તમારા ગુરુ ગ્રહને મજબૂત રાખવા તમારે ગુરુવારે કયા કામો કરવાનું ટાળવું. ઉપરાંત આ દિવસે કયા કામો કરશો જેનાથી તમને થશે લાભ.

women

ગુરુવારે આમ ન કરવું

 • સ્ત્રીઓની કુંડળીમાં બૃહસ્પતિ પતિનો કારક હોય છે પરિણામે ગુરુવારના દિવસે સ્ત્રીઓએ પોતાના વાળ ધોવા નહિં નહિંતર ગુરુ ગ્રહ કમજોર થઈ અશુભ ફળ આપવા લાગે છે.
 • ગુરુવારના દિવસે કોઈના કપડા ન ધોવા જોઈએ તેમાં ખાસ કરીને પતિ અને બાળકોના તો ક્યારેય ન ધોવા જોઈએ.
 • આજના દિવસે નખ, વાળ કે સેવિંગ કરાવવાથી પણ ગુરુ ગ્રહ કમજોર થઈ અશુભ ફળ આપવા લાગે છે. જે લોકોનો ગુરુ ગ્રહ મજબૂત હોય તેમણે ભૂલથી પણ કોઈ પીળી વસ્તુ કે પીળા ફળનું દાન કરવું નહિં.
 • આજના દિવસે સ્ત્રીઓએ ફેશ્યલ જેવું પણ ન કરાવવું કારણ કે તેનાથી પણ ગુરુ કમજોર થાય છે.
 • ગુરુવારના દિવસે નવા કે જૂના કોઈપણ પ્રકારના કપડા દાન કરવું હિતકારી નથી. આમ કરવાથી ઘરમાં બરકત રહેતી નથી.
 • આ દિવસે ભૂલમાં પણ વિદ્યાર્થીઓ પોતાની પેન, પેન્સિલ કે ચોપડીઓ કોઈને મફતમાં ન આપે, નહિંતર શિક્ષણમાં અડચણ પેદા થાય છે.
student

ગુરુવારના દિવસે આમ કરવું

 • આજના દિવસે માતા-પિતા, ગુરુ અને કોઈ પણ વૃધ્ધનું અપમાન ન કરવું, બને તો તેમની સેવા કરવી.
 • ગુરુવારના દિવસે કેળાના ઝાડ પર કાચુ દૂઘ ચઢાવવાથી ઘરમાં લક્ષ્મીની કૃપા રહે છે.
 • આ દિવસે વિદ્યાર્થી ઓ પોતાની પેન અને ચોપડીઓ લઈ ગણપતિના મંદિરમાં સારા શિક્ષણ માટે પ્રાથના કરે.
 • આ દિવસે કોઈ વ્યક્તિને ઘરેથી ભૂખ્યા ન મોકલવા. આ દિવસે ભોજનનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા આખા કુટુંબ પર વરસતી રહે છે.
 • આજના દિવસે ઘરમાં બંધાયેલા જાળાની સફાઈ જરૂર કરવી.
 • આ દિવસે ઉપવાસ કરવો અને પીળી વસ્તુઓનું સેવન કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થઈ શુભ ફળ આપે છે.
 • આજના દિવસે સ્ત્રીઓએ પોતાના બાળકોને દૂધમાં કેસર અને સાકર ભેળવી આપવું જોઈએ
English summary
Here is Astrology Tips for save Money, Good Health on Thursday.
Please Wait while comments are loading...