શું તમને પણ આવાં સપનાંઓ આવે છે? જાણો સ્વપનનાં ફળ
શું તમને પણ આવાં સપનાંઓ આવે છે? જાણો સ્વપનનાં ફળ
મનુષ્યના જીવનમાં જ્યોતિષ શાસ્ત્રનું અતિ મહત્વ રહેલું છે, કોઈપણ શુભકાર્ય કરતા પહેલાં આપણે મૂહુર્ત કઢાવીએ છીએ અને શુભ મૂહુર્તમાં જ મહત્વના કાર્યો કરીએ છીએ. એવી જ રીતે સ્વપ્ન શાસ્ત્ર પણ જ્યોતિષ વિદ્યાનો જ એક અંશ છે, જેમાં મનુષ્યને સ્વપ્નથી પોતાના ભવિષ્ય અંગેના સંકેતો મળી જતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ નીંદરમાં દેખાતા દરેક સપનાંનો એક ખાસ સંકેત હોય છે, એક ખાસ ફળ હોય છે.. અહીં અમે તમને આવાં જ 251 સપનાનો સ્વપ્ન જ્યોતિષ મુજબ સંભવિત ફળ જણાવશું, પહેલા ભાગમાં 50 સ્વપ્નના ફળ જણાવી રહ્યા છીએ.

સપનાં અને તેનાં ફળ
- આંખોમાં આંજણ લગાવવું- શારીરિક કષ્ટ થવું
- સપનામાં ખુદના હાથ જોવા- કોઈ નજીકના પરિજનનું મૃત્યુ
- સુકાયેલો બગીચો જોવો- કષ્ટોની પ્રાપ્તિ
- જબરો બળદ જોવો- અનાજ સસ્તું થશે
- પાતળો બળદ જોવો- અનાજ મોંઘું થશે
- શિયાળ જોવું- દુશ્મનથી ભય
- રાજનેતાનું મૃત્યુ જોવું- દેશ પર સમસ્યાના સંકેત
- ડગમગતા પહાડ જોવા- તોઈ બીમારીનો પ્રકોપ થવો
- પૂરી ખાવી- પ્રસન્નતાના સમાચાર મળવા
- તાંબુ જોવું- ગુપ્ત રહસ્ય વિશે માહિતી મળશે
- પલંગ પર ઊંઘવું- ગૌરવની પ્રાપ્તિ
- થૂંકવું- પરેશાનીમાં પડી શકો છો
- હરીયાળું જંગલ જોવું- પ્રસન્નતા મળશે
- સ્વયંને ઉડતા જોવા- કોઈ મૂસિબતથી છૂટકારો મળશે
- નાનાં જૂતાં પહેરવા- કોઈ સ્ત્રી સાથે ઝઘડાના સંકેત
- સ્ત્રી સાથે મૈથુન કરવું- ધનની પ્રાપ્તિ
- કોઈ સાથે લડાઈ કરવી- પ્રસન્નતા પ્રાપ્ત થશે
- લડાઈમાં મૃત્યુ પામવું- રાજ પ્રાપ્તિના યોગ
- ચંદ્રમાને ટૂટતો જોવો- કોઈ સમસ્યા આવવાના સંકેત
- ચંદ્રગ્રહણ જોવું- રોગ થવો
- કીડી જોવી- કોઈ સમસ્યાની શરૂઆત
- લોટ દળવાની ઘંટી જોવી- શત્રુઓથી નુકસાન
- દાંત ટૂટતા જોવા- સમસ્યામાં વધારાના સંકેત
- ખુલ્લા દરવાજા જોવા- કોઈ વ્યક્તિ સાથે મિત્રતા થશે
- બંધ દરવાજા જોવા- ધનનો વ્યય થશે
- ખાડો જોવો- ધન અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ
- ધુમાડો જોવો- વેપારમાં નુકસાની
- ચશ્મા લગાવવાં- જ્ઞાન વધવું
- દીવો પ્રગટાવવો- નવા અવસરની પ્રાપ્તિ
- આકાશમાં વીજળી જોવી- કાર્ય વ્યવસાયમાં સ્થિરતા
- માંસ જોવું- આકસ્મિક ધન લાભ
- વિદાઈ સમારોહ જોવો- ધન સંપત્તિમાં વધારો
- ટૂટેલું છાપરું જોવું- ડાટેલું ધન મળવાના સંકેત
- પૂજા પાઠ કરતા જોવા- સમસ્યાઓનો અંત
- શિશુને ચાલતું જોવું- અટકેલા ધનની પ્રાપ્તિ
- ફળની પોટલી જોવી- શીઘ્ર ધન લાભના યોગ
- ગ્લવ્ઝ જોવાં- અચાનક ધનલાભ
- સિંહની જો઼ડી જોવી- દાંપત્ય જીવનમાં અનુકૂળતા
- મેના જોવી- ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ
- સફેદ કબૂતર જોવું- મિત્ર સાથે ઝઘડો
- સફેદ બિલાડી જોવી- ધનનું નુકસાન
- મધમાખી જોવી- મિત્રો સાથે પ્રેમ વધવો
- ગધેડો જોવો- ધન સંબંધી સમસ્યા
- રડતું શિયાળ જોવું- દુર્ઘટનાની આશંકા
- સમાધિ જોવી- સૌભાગ્યની પ્રાપ્તિ
- છાણ જોવું- પશુઓના વેપારમાં લાભ
- ચૂડી જોવા મળવી- સૌભાગ્યમાં વધારો.
બીજા ભાગમાં અમે વધુ 50 સ્વપ્નના ફળ જણાવશું, ચૂકી ના જાવ તે માટે વનઈન્ડિયા ગુજરાતીનું ફેસબુક પેજ લાઈક કરી લો અથવા તો અમારું ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો.












Click it and Unblock the Notifications
