• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dussehra 2020: રાવણે લક્ષ્મણને જણાવી હતી આ ત્રણ મહત્વપૂર્ણ વાતો

આજે રામાયણના આ અદભૂત પ્રસંગનો આનંદ લઈએ જેમાં રાવણે લક્ષ્મણને 3 મહત્વપૂર્ણ વાતો જણાવી હતી.
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રામાયણની ચર્ચા થાય તો બે મહામાનવ વિશેષ રીતે આપણા ધ્યાનમાં આવે છે - રામ અને રાવણ. બંને મહારથી, મહાજ્ઞાની, મહાપરાક્રમી હતા, તફાવત હતો માત્ર નૈતિકતાનો, આદર્શોનો. મહાપ્રભુ શ્રી રામ સંસારને આદર્શનો એ પથ બતાવી ગયા, જે આજે પણ પૂજનીય છે, અનુકરણીય છે. રાવણના કર્મોથી સૌ પરિચિત છે. સમસ્ત દેવતુલ્ય ગુણ હોવા છતાં પણ માત્ર પોતાના અહંકાર અન ક્ષુદ્રતાના કારણે તે સંસારમાં પાપનુ સૌથી મોટુ પ્રતીક બની ગયો. રાવણની બધી બુરાઈઓ છતાં એ વાત નકારી ન શકાય કે તેનુ જ્ઞાન, તેની ભક્તિ સમાન કોઈ નહોતુ. રાવણના જ્ઞાનનુ ઉંડાણનો તો સ્વયં પ્રભુ રામે સ્વીકાર કર્યો હતો. તેમણે સ્વયં પોતાના ભાઈ લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાનનો સાર લેવા મોકલ્યો હતો.

લક્ષ્મણે રાવણ પાસે જઈને અંતિમ તત્વજ્ઞાન આપવાની વિનંતી કરી

લક્ષ્મણે રાવણ પાસે જઈને અંતિમ તત્વજ્ઞાન આપવાની વિનંતી કરી

આજે રામાયણના આ અદભૂત પ્રસંગનો આનંદ લઈએ - આ વાત એ સમયની છે, જ્યારે રાવણ યુદ્ધમાં પરાજિત થઈને મરણાસન્ન અવસ્થામાં ભૂમિ પર પડ્યોહતો અને પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો. એ વખતે શ્રી રામે લક્ષ્મણને કહ્યુ કે રાવણ આ સંસારના સર્વાધિક બુદ્ધિમાન પ્રાણીઓમાંનો એક છે. પોતાના અંતિમ સમયમાં તે દરેક દૂર્ભાવનાથી મુક્ત થઈ ચૂક્યો છે. હવે તે જ્ઞાનનો એવો સાર બતાવી શકે છે, જે આ સમયે અન્ય કોઈ નથી આપી શકતુ. માટે તુ સ્વયં જઈને પૂરી વિનમ્રતા સાથે તેની પાસેથી તત્વજ્ઞાન મેળવ. લક્ષ્મણે જઈને રાવણ પાસે અંતિમ તત્વજ્ઞાન આપવાની વિનંતી કરી, ત્યારે રાવણે તેને ત્રણ વાતો કહી -

રાવણે લક્ષ્મણને કહી આ 3 મહત્વપૂર્ણ વાતો

રાવણે લક્ષ્મણને કહી આ 3 મહત્વપૂર્ણ વાતો

  • મનમાં જ્યારે પણ કોઈ અશુભ કામ કરવાનો વિચાર આવે તો જ્યાં સુધી સંભવ હોય તેને ટાળવાનો પ્રયત્ન કરો. તેનાથી બરાબર ઉલટુ જો મનમાં શુભ કામ કરવાનો વિચાર આવે તો તેને તરત જ કરી દો. આનુ કારણ એ છે કે સમય બહુ બળવાન હોય છે. તે મનમાં કોઈ પણ વિચારને ટાળી શકે છે. અશુભ કાર્ય ટળી જાય અને શુભ કામ સંપન્ન થઈ જાય તો તેનાથી સારુ કંઈ ન હોઈ શકે. જો મે સીતાના હરણનો વિચાર થોડી ક્ષણો માટે પણ ટાળી દીધો હોત, તો આ યુદ્ધ થાત જ નહિ. એ રીતે જો મંદોદરીની વાત માનીને સીતાને પાછી આપીને રામ પાસે ક્ષમા માંગી લીધી હોત તો પણ હું આજની સ્થિતિમાં ન હોત.
  • ક્યારેય કોઈને પણ તુચ્છ ન સમજો, શું ખબર, કાલે એ જ તમારો રક્ષક કે ભક્ષક બની જાય. મે માનવ અને વાનરોને તુચ્છ સમજીને તેમના બળને ઓછુ આંક્યુ જ્યારે કે હું જાણતો હતો કે શ્રાપના કારણે સંસારમાં માત્ર આ પ્રજાતિઓજ મારો સંહાર કરવામાં સક્ષમ છે. તેમછતાં પણ પોતાના પરાક્રમના અહંકારમાં હું આ યુદ્ધ કરી બેઠો અને આખા કુટુંબના નાશનુ કારણ બન્યો.
  • પોતાના ગૂઢ રહસ્યો કોઈને ક્યારેય ન જણાવો, ભલે તે તમારો ગમે તેટલો વિશ્વાસપાત્ર કેમ ન હોય. કારણ એ છે કે સમય અને પરિસ્થિતિઓ સાથે સંબંધ પણ બદલાઈ જાય છે. વિભીષણ મારો ભાઈ હતો, પરમ પ્રિય અને વિશ્વસનીય હતો. મે તેને મારા મૃત્યુનો ભેદ જણાવી દીધો અને આજે હું આ દશામાં પહોંચી ગયો. જો આ ભેદ મે કોઈને ના જણાવ્યો હોત, તો કોઈ મને મારી જ ના શકત.
શિક્ષા

શિક્ષા

દોસ્તો, આ હતી સંસારના મહાજ્ઞાની, મહાધ્યાની અને પ્રચંડ બળના સ્વામી લંકાપતિ રાવણની સીખ. જો ધ્યાનથી જોશો તો આજે પણ આ સીખ એટલી જ પ્રાસંગિક છે. તો આના પર વિચાર કરો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો.

Navratri 2020: નવરાત્રિના છઠ્ઠા દિવસે મા 'કાત્યાયની'ની પૂજાNavratri 2020: નવરાત્રિના છઠ્ઠા દિવસે મા 'કાત્યાયની'ની પૂજા

English summary
Dussehra 2020: Read three important and interesting facts about Ravan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X