For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ પ્રમાણે જાણો, ગરોળીનું તમારા પર પડવું શુભ કે અશુભ?

ગરોળી તમારા શરીર પર પડે તો તેની શું અસર થાય?જ્યોતિષ શાસ્ત્રમાં ગરોળાના શરીર કોઇ પણ ભાગ પર પડવાની અસરને જુદી-જુદી રીતે વર્ણવવામાં આવી છે.

By Super Admin
|
Google Oneindia Gujarati News

ઘરની દિવાલો પર ફરનારુ એક નાનકડુ જીવ ગરોળી લોકોને ડરાવવા માટે પૂરતું છે. ખાસ કરીને સ્ત્રીઓ તો તેનાથી એટલી ડરે છે કે તેઓ જે રૂમમાં ગરોળી હોય ત્યાં જવાનું પસંદ કરતી નથી કે ત્યાંના બધા જ કામો પડતા મુકી દે છે. આવી ડરામણી ગરોળી જો શરીર પર પડે તો વ્યક્તિનું શું થાય. બીજી બાજુ ગરોળીના પડવાની સાથે શુભ અને અશુભના વિચારો મનમાં આવવા લાગે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગરોળીના શરીરના કોઈપણ ભાગ પર પડવાની સ્થિતિને જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યુ છે. મજાની વાત તો એ છે કે દરેક વખતે ગરોળીનું શરીર પર પડવું અપશુકન જ નથી પણ ઘણી વાર શુકન પણ ગણાય છે.

ગરોળી પડવાથી થતા શુકન

ગરોળી પડવાથી થતા શુકન

  • જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગરોળી વ્યક્તિના માથા પર પડે તો તેને લાભ થવાની શક્યતા છે.
  • તે જ રીતે લલાટ પર ગરોળી પડવાથી પ્રિય વ્યકિત સાથે મુલાકાત કે જોવાના સંજોગો પેદા થાય છે.
  • બંને ભ્રમરની વચ્ચે જો ગરોળી પડે તો વહીવટી અધિકારીઓ સાથે સંબંધો સુધરે છે.
  • ગર્દન પર ગરોળી પડે તો તમારા શત્રુઓનો નાશ થાય છે.
જાંઘ પર ગરોળી પડવાથી કલ્યાણ થાય છે.

જાંઘ પર ગરોળી પડવાથી કલ્યાણ થાય છે.

  • ડાબા કાન પર ગરોળી પડે તો લાભ થાય છે, તો જમણા કાન પર પડવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
  • જો ગરોળી આંખ પર પડી હોય તો ધનમાં વધારો થાય છે.
  • ડાબા હાથ પર પડવાતી પ્રતિષ્ઠામાં વધારો થાય છે.
  • પેટ પર ગરોળીના પડવાથી આભૂષણની પ્રાપ્તિ થાય છે.
  • દાઢી પર ગરોળી પડવાથી શુભ સંવાદ થાય છે.
કમર પર ગરોળી પડવાથી ઘરમાં નવું વાહન આવે છે.

કમર પર ગરોળી પડવાથી ઘરમાં નવું વાહન આવે છે.

  • હાથ પર ગરોળી પડવાથી નવા કપડા મળી શકે છે.
  • ખભા પર ગરોળી પડવાથી વિવાદ પર વિજય મળે છે.
  • નાભિએ ગરોળી પડવાથી ધનલાભ થાય છે.
  • કમર પર ગરોળી પડવાથી ઘરમાં નવું વાહન આવે છે.
  • હદય પર ગરોળી પડવાથી ધન લાભ થાય છે, તો મોઢા પર પડવાથી સ્વાદિષ્ટ ભોજન મળે છે.
ગરોળી પડવાથી થતા અપશુકન

ગરોળી પડવાથી થતા અપશુકન

  • જો ગરોળી ઉપરના હોઠ ઉપર પડે તો ધનનું નુકશાન થાય છે.
  • નાક પર ગરોળી પડવાથી દુઃખ આવે છે.
  • જમણા હાથ પર પડનારી ગરોળી શાસનના કામોમાં મુશ્કેલીના સંકેતો આપે છે.
  • છાતી પર પડનારી ગરોળી ઘરમાં દુઃખ લાવે છે.
  • પીઠ પર પડનારી ગરોળી ખરાબ આરોગ્ય પ્રદાન કરે છે.
  • જમણા કાંડા પર ગરોળી પડવાથી ધન હાનિ થાય છે. તો ડાબી બાજુ પર તેનો સ્પર્શ બદનામી લાવે છે.
  • માથા કે વાળ પર ગરોળીનું પડવું સૌથી વધુ ઘાતક મનાય છે. તે શારીરિક દુઃખ કે અકસ્માતને આમંત્રણ આપે છે.
  • ડાબા પગે ગરોળીનું પડવું હાનિ અને જમણા પગે પડવું ઘરમાં કલેશ લાવે છે.
આવું પણ મનાય છે

આવું પણ મનાય છે

  • ગરોળી એક સામાન્ય જીવ છે પણ જ્યારે ગરોળીના પડવાની વાત આવે ત્યારે જૂની પેઢીના લોકો આ માટે કેટલાક ઉપાયો સુચવે છે.
  • જો ગરોળી શરીરના કોઈ પણ ભાગ પર પડે તો હાથ-પગ સારી રીતે ધોઈ એક વાટકીમાં તેલ લઈ તેમાં પોતાનો પડછાયો જોવો જોઈએ. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ પણ હોઈ શકે કે, ગરોળી એક ઝેરીલું જીવ છે, જે શરીર પર પડતા એક ચીકણો પદાર્થ છોડે છે. જે આંખ, નાક, મોઢામાં જતુ રહે તો તેનાથી નુકશાન થાય છે.
  • પરિણામે ગરોળી તમારા શરીર પર પડે તો સારી રીતે મોઢુ, હાથ, પગ ધોઈ લેવું, પરિણામે તેના ઝેરનો પ્રભાવ ખતમ થઈ જાય.
  • મોટાભાગનું શરીર તો કપડાથી ઢંકાયેલુ રહે છે, ખાલી મોઢુ અને હાથ-પગ ખુલ્લા રહે છે પરિણામે તેને ધોવા માટે કહેવાય છે.
  • તેલમાં પોતાનો પડછાયો જોવા પાછળનું કારણ છે, કે તેલમાં નકારાત્મક અસર ખેંચવાની તાકાત છે. પરિણામે ઘરમાં ક્યારેય તેલને ઉઘાડું મુકવું નહિં.
  • તેલમાં પોતાનો પડછાયો જોવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. ત્યારબાદ આ તેલને માટીમાં દાબી દેવું.

English summary
We dont know whether Lizard-Chipkali-Balli Falling On Body Parts will give good results or negative results, but by giving respect to ancient traditions and consideration we are providing the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X