સુખી લગ્નજીવન માટે ઉપયોગી કેટલીક સરળ ફેંગશુઈ ટિપ્સ

Posted By:
Subscribe to Oneindia News

આજના યુગમાં વ્યક્તિના દરેક સંબંધોમાં ખેંચતાણ ચાલ્યા કરે છે. વ્યક્તિને જોઈએ તેવી શાંતિ અને સુખ ક્યાંય મળતા નથી. અત્યારના સમયમાં ઘરમાં પતિ-પત્નીના ઝગડા પણ ખૂબ વધી ગયા છે, જેને કારણે અનેક લગ્નજીવનો ભંગાણને આરે પહોંચી ગયા છે. વ્યસ્ત જીવનશૈલીને કારણે અતિશય કામની અસર તમારા બેડરૂમ જીવન પર પડ્યા વિના રહેતી નથી. સ્પર્ધાત્મક જીવનની સૌથી પહેલી અસર ભાવનાત્મક સંબંધો પર પડતી જોવા મળે છે.

જો વ્યક્તિનું લગ્નજીવન સુખી હોય તો તેની મોટભાગની મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. તમારા લગ્નજીવનમાં સુખ જળવાઈ રહે તે માટે અમે તમને કેટલીક એવી ફેંગશુઈ ટિપ્સ જણાવીશું, જેથી તમારી પર્સનલ લાઈફ સુખી બનશે, પતિ-પત્નીના ઝગડા બંધ થશે અને તમારા જીવનમાં ફરી પ્રેમ છવાઈ જશે.

લવ-બર્ડનું ચિત્ર

લવ-બર્ડનું ચિત્ર

પતિ-પત્ની પોતાના બેડરૂમમાં લવબર્ડ અથવા હંસના જોડાની તસવીર લગાવી શકે છે. તમે તમારા બેડની ઉપર વાંસળી જેવી કોઈ વસ્તુ લટકાવી શકો છો. તમારા શયનખંડમાં ક્યારેય અંધારુ રાખશો નહિં, હમેશા તેમાં ઝીણી રોમેંટિક લાઈટને પ્રજ્વલિત રાખો. શક્ય હોય તો બેડરૂમમાં હંમેશા મીણબત્તી, ફૂલ રાખો અને તમારા બંનેની તસવીર મુકો.

એક્વેરિયમ મુકવું નહિં

એક્વેરિયમ મુકવું નહિં

બેડરૂમમાં ક્યારેય એક્વેરિયમ મુકવું નહિં, તે અશુભ મનાય છે. બેડરૂમમાં પાણી સાથે જોડાયેલી કોઈ વસ્તુ મુકવી નહિં; જેમ કે ઝરણાનું ચિત્ર, કોઈ શૉ પિસ કે માછલી ઘર. તેનાથી પતિ-પત્નીનું જીવન અસ્થિર બને છે. બંને વચ્ચે ધીમે-ધીમે અંતર વધતું જાય છે. આથી આવી કોઈ પણ વસ્તુ શયનખંડમાં મુકવાથી બચવું.

બધું જ જોડીમાં ખરીદો

બધું જ જોડીમાં ખરીદો

  • બેડરૂમમાં વપરાતા પડદા અને ચાદરો શક્ય હોય તો આછા રંગની વાપરો.
  • બિનજરૂરી વસ્તુઓ બેડરૂમમાં ન રાખવી.
  • રૂમમાં કોઈ પણ વસ્તુ મુકો ત્યારે ધ્યાન રાખો કે તે જોડીમાં હોય. જેમ કે, બતકની જોડી, માછલીની જોડી, પક્ષીની જોડી. તે પ્રેમ અને એકરૂપતાનું પ્રતિક છે.
મનીબેગમાં સિક્કા રાખવા નહિં

મનીબેગમાં સિક્કા રાખવા નહિં

  • શક્ય હોય તો તમારા મનીબેગમાં હંમેશા નોટો રાખો, સિક્કા રાખશો નહિં.
  • ઘરમાં ડાઈનિંગ ટેબલ ઉપર જમ્યા બાદ ક્યારેય એઠું વાસણ છોડવું નહિં. જમ્યાબાદ વાંસણો માંજીને ઘર સાફ કરી દેવું.

English summary
Important Feng shui tips for happy married life.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.