Festivals 2024 List : ઉત્તરાયણથી દિવાળી સુધી, જાણો નવા વર્ષના તહેવારોની યાદી
Festivals 2024 List : અંગ્રેજી કેલેન્ડરનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે. નવુ વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવામાં લોકો રજાઓ અને તહેવારોની યાદી જાણવા આતુર હોય છે. લાંબા વીકએન્ડમાં લોકો ફરવા જવા માટેનું આગોતરું આયોજન કરી શકે.
તહેવારો એવો સમય છે કે, જ્યારે લોકો પોતાની ચિંતા અને તણાવ ભૂલી મુક્તપણે ઉજવણી કરી શકે છે. આ સાથે પરિવાર તેમજ સગા-સંબંધીઓને મળે છે અને સંબંધોમાં તાજગી ભરી દે છે. આ અહેવાલમાં આપણે વર્ષ 2024માં આવતા મોટા તહેવારોની યાદી પર એક નજર કરીશું.

મુખ્ય તહેવારોની યાદી
15 જાન્યુઆરી - મકરસંક્રાંતિ - મકરસંક્રાંતિનો તહેવાર એ નવા પાક અને નવી ઋતુના આગમનનો તહેવાર છે. ઘણા રાજ્યોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
8 માર્ચ 2024 - મહાશિવરાત્રી - શિવભક્તો મહાશિવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.
24 માર્ચ 2024 - હોળી - હોળી એ હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. જે દિવસે એકબીજાને રંગો લગાવીને રંગોત્સવ ઉજવવામાં આવે છે.
9 એપ્રિલથી 7 એપ્રિલ 2024 - ચૈત્ર નવરાત્રી - નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 9 એપ્રિલ 2024થી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે, જે 17મી એપ્રિલ, 2024 સુધી ઉજવવામાં આવશે.
19 ઓગસ્ટ 2024 - રક્ષાબંધન - રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ ખાસ દિવસે, બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે, અને તેમના સફળ જીવનની કામના કરે છે.
26 ઓગસ્ટ 2024 - જન્માષ્ટમી - ભાદરવા મહિનાની કુષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતના ઘણા શહેરોમાં લોકમેળાનું આયોજન થાય છે.
3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર 2024 - શારદીય નવરાત્રી - દર વર્ષે આસો માસની એકમ એટલે કે પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે.
12 ઓક્ટોબર 2024 - દશેરા - દશેરાનો તહેવાર આસો મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી રામે રાવણને હરાવ્યો હતો.
31 ઓક્ટોબર 2024 - દિવાળી - દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી અગ્રણી તહેવારોમાંનો એક છે. દર વર્ષે કારતક માસની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
