For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 જાન્યુઆરીએ આવી રહ્યુ છે વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ, જાણો રાશિઓ પર કેવો રહેશે પ્રભાવ?

10 જાન્યુઆરીએ આવી રહ્યુ છે વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ, જાણો રાશિઓ પર કેવો રહેશે પ્રભાવ?

|
Google Oneindia Gujarati News

આ વર્ષે કુલ 6 ગ્રહણ જોવા મળશે. જેમાં 4 ચંદ્ર ગ્રહણ અને અને 2 સુર્ય ગ્રહણ હશે. આ વર્ષનું સૌપ્રથમ ચંદ્ર ગ્રહણ 10 જાન્યુઆરીએ દેખાશે. જેને 4 કલાક સુધી જોઈ શકાશે. આ ગ્રહણ 10 જાન્યુઆરીએ રાત્રે 10.37 થી શરૂ થઈને 11 જાન્યુઆરીએ રાતે 2.42 એ પુરૂ થશે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારત સાથે સાથે યુરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ખંડોમાં પણ જોવા મળશે. 10 જાન્યુઆરી બાદ આગામી ચંદ્રગ્રહણ 5 જૂન, 5 જુલાઈ અને પછી 30 નવેમ્બરના રોજ દેખાશે. આજે અમે તમને એ જણાવવાના છીએ કે આ ગ્રહણની વિવિધ રાશિઓ પર કેવી અસર થશે અને એનાથી તમારા જીવન પર કેવો પ્રભાવ રહેશે?

મેષ

મેષ

વર્ષ 2020 ના પ્રથમ ચંદ્રગ્રહણની અસર મેષ રાશિ પર મિશ્રિ અસર રહેશે. આ રાશિ વાળા લોકોના સાહસમાં વધારો થશે તો આ સમય દરમિયાન પરિવારનો કોઈ સભ્ય મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

વૃષભ

વૃષભ

આ ગ્રહણ વૃષભ રાશિના લોકો માટે સારું થી. તેમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તેઓને ભાષા પર નિયંત્રણની સલાહ છે. વાવ વિવાદ થઈ શકે છે.

મિથુન

મિથુન

આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. જેના કારણે આ ગ્રહણની અસરો આ રાશિ પર સૌથી વધુ રહેશે. આ માટે સાવધાન રહેવાની જરૂર છે. મિથુન રાશિના લોકો માટે 10 જાન્યુઆરીએ આવનાર ચંદ્રગ્રહણ સારું નથી. તેમને માનસિક સ્ટ્રેસ અથવા પારિવારિક તકરારનો સામનો કરવો પડી શકે છે.

કર્ક

કર્ક

ચંદ્રગ્રહણની અસર કર્ક રાશિ પર પણ થશે. અચાનક ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. તમારે પણ કોઈ કારણ વિના મુસાફરી કરવી પડી શકે છે.

સિંહ

સિંહ

આ ચંદ્રગ્રહણ સિંહ રાશિ માટે ફાયદાકારક રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સિવાય ધનપ્રાપ્તિના નવા રસ્તાઓ સામે આવી શકે છે.

કન્યા

કન્યા

આ ચંદ્રગ્રહણની અસર આ રાશિ પર મિશ્ર રહેશે. આ સમયગાળા દરમિયાન આ રાશિ વાળાને સ્વાસ્થ્યની કાળજી લેવાની અને કોઈપણ પ્રકારની બેદરકારી ટાળવાની સલાહ છે.

તુલા

તુલા

આ ગ્રહણ તુલા રાશિવાળા લોકો માટે બહુ સારૂ નથી. તમારા બની રહેલા કામ પ બગડી શકે છે. પારિવારિક જીવનમાં પરેશાની રહેશે અને ઘરના કોઈ સભ્ય સાથે તમારો વિવાદ થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિ વાળાને આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. મુસાફરીમાં સાવધ રહેવું, અકસ્માત થવાની સંભાવના પણ છે.

ધન

ધન

આ ચંદ્રગ્રહણનો ધનુ રાશિ પર પ્રભાવ જોવા મળશે. પરિવાર અને વ્યવસાયિક જીવનમાં ઝઘડો થઈ શકે છે.

મકર

મકર

આ સમય મકર રાશિ માટે સારો છે. તમે દુશ્મનને હરાવી શકશો. બસ આ દરમિયાન સ્વાસ્થ્યની બાબતમાં સતર્ક રહેવાની જરૂર છે.

કુંભ

કુંભ

કુંભ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ખૂબ જ શુભ રહેશે. સબંધોની બાબતમાં સમય સુખદ રહેશે. જો કે આ સમય દરમિયાન પરિવારના કોઈ સભ્યનું આરોગ્ય ખરાબ થઈ શકે છે.

મીન

મીન

મીન રાશિ માટે આ ચંદ્રગ્રહણના મિશ્રિત પરિણામો રહેશે. તમારું સ્વાસ્થ્ય થોડુ બગડી શકે છે પરંતુ તમે ધંધામાં તેજી જોશો. જમીન અથવા સંપત્તિને લગતા વ્યવહાર કરતી વખતે તમારે સાવધ રહેવું પડશે.

પૌષ પુત્ર એકાદશી 2020: ઉત્તમ સંતાન સુખની પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશી કરોપૌષ પુત્ર એકાદશી 2020: ઉત્તમ સંતાન સુખની પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશી કરો

English summary
First lunar eclipse of 2020 on 10th january, impact on your zodiac sign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X