Raksha Bandhan 2023 : રક્ષાબંધન પર ભાઇ પહેલા આમને બાંધો રાખડી, બધી માનોકામના થશે પૂરી
Raksha Bandhan 2023 : રક્ષાબંધનનું પર્વ શ્રાવણ પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. રક્ષાબંધનને બળેવ અને નાળીયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઇને રાખડી બાંધે છે અને પોતાના ભાઇના જીવનની રક્ષા કરવાની પ્રર્થના કરે છે. જોકે, વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભાઇને રાખડી બાંધતા પહેલા કોને રાખડી બાંધવી જોઇએ, અને તેનાથી શું લાભ થાય છે.
રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે, રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે, અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ પણ તેમની બહેનોની રક્ષા કરવાનું અને તેમને કેટલીક ભેટ આપવાનું વચન આપે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર ભાઈના કાંડા પર પહેલી રાખડી બાંધવાને બદલે દેવી-દેવતાઓને બાંધવાથી શુભ ફળ મળે છે. જ્યોતિષમાં કેટલાક દેવી-દેવતાઓને પહેલી રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
ભગવાન ગણેશ - ગણેશને પ્રથમ ઉપાસક દેવ માનવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન ગણેશને પહેલી રાખડી બાંધવી જોઈએ. આમ કરવાથી તમારા પર ગણપતિની કૃપા બની રહેશે અને જીવનમાં સમસ્યાઓ તમને ઘેરશે નહીં.
ભગવાન શિવ - રક્ષાબંધનનો તહેવાર શ્રાવણના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આવી સ્થિતિમાં ભગવાન શિવને રાખડી બાંધવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
હનુમાન જી - હિન્દુ શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવના અગિયારમા રુદ્રાવતાર હનુમાનજી કળયુગમાં પૃથ્વી પર બિરાજમાન છે. કહેવાય છે કે, જો બજરંગબલીને સાચા મનથી યાદ કરવામાં આવે તો ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવું કહેવાય છે કે, જો હનુમાનજીને રાખડી બાંધવામાં આવે, તો કુંડળીમાં મંગળનો પ્રભાવ ઓછો થઈ જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ - ભગવાન શ્રી કૃષ્ણને પહેલી રાખડી બાંધવાથી તેઓ ભક્તો પર કોઈ સંકટ આવવા દેતા નથી અને ભક્તોની દરેક મુશ્કેલીથી રક્ષણ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે રાખડી બાંધવાનો યોગ્ય સમય સવારે 7:00 થી સવારે 5:00 વાગ્યા સુધીનો છે. આ દરમિયાન બહેનો સવારે 7.05 વાગ્યા સુધી ભાઈઓના કાંડા પર રાખડી બાંધી શકે છે.












Click it and Unblock the Notifications
