શુક્રવારે કરો આ ઉપાય, દરિદ્રતામાંથી મળશે છૂટકારો

Written By: Desk
Subscribe to Oneindia News

પૈસા મેળવવા વ્યક્તિ નોકરી-વેપાર કરે છે. મહેનત કરી રોજી-રોટી કમાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કેટલાક લોકો ખોટા રસ્તેથી પૈસા કમાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ ચોરી કરે, છલ કરે કે કોઈનું ધન પચાવી પાડવાનો પ્રયત્ન કરે છે જે ખોટુ છે. પૈસા કમાવવાની રીત ભલે કોઈ પણ હોય, પણ દરેકને ધન કમાવવું હોય છે. જેના માટે તેઓ સામ, દામ, દંડ, ભેદ બધુ જ કરવા તૈયાર થઈ જાય છે. જેઓની પાસે ધન છે તેઓની પાસે ધન ટકતુ નથી. કાંતો તે નકામા કામો પાછળ ખર્ચ થઈ જાય છે. તો પ્રશ્ન એ જ થાય છે કે એવું તો શું કરીવુ કે, જેનાથી લક્ષ્મી તમારી પાસે ટકે. શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ મનાય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે. જો તમે ઘણા સમયથી આર્થિક તંગીથી પસાર થઈ રહ્યા છો તો આજથી જ માતા લક્ષ્મીનું પૂજન કરવાનું શરૂ કરી દો. માતા લક્ષ્મી દરેકની મુશ્કેલીઓ દૂર કરી પોતાની કૃપા વરસાવે છે. અહીં અમે તમને કેટલાક ઉપાયો જણાવિશું જેનાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે

લાડવાનો પ્રસાદ

લાડવાનો પ્રસાદ

માતા લક્ષ્મીના પ્રિય છે ગણપતિ. અને ગણપતિને લાડવા ખૂબ જ પ્રિય છે પરિણામે તમે શુક્રવારે માતા લક્ષ્મીને લાડવા ધરાવી ખુશ કરી શકો છો. આ ઉપરાંતતમારા પર્સમાં લાલ રૂમાલ રાખો, પણ પહેલા આ રૂમાલને માતાના ચરણોમાં અર્પણ કરો.

કપૂરથી કરો પૂજા

કપૂરથી કરો પૂજા

નકામા ખર્ચા થતા હોય, લક્ષ્મી હોવા છતાં ટકતી ન હોય તો તેમાંથી છૂટકારો મેળવવા માતા લક્ષ્મીની પૂજા કપૂર જલાવી કરો અને તેમાં રોલી નાખી દો. તેની રાખ બને તેને પોતાના રૂમાલમાં બાંધી લો અને તેને પોતાના પર્સમાં મુકી લો. પૈસાનો નકામો ખર્ચ અટકી જશે. કોઈ મંદિરમાં જઈ અગરબત્તીનું દાન કરવાથી પણ લાભ થશે.

મંત્ર જાપ

મંત્ર જાપ

માતા લક્ષ્મીને ખુશ કરવા નિયમિત એક મંત્રનો જાપ કરો. માત્ર આ મંત્રનું ઉચ્ચારણ જ કરવું નહિં, પણ તેની સાથે કેટલીક વાતોનું પણ ખાસ ધ્યાન આપવું. મંત્રનો જાપ શરૂ કરો તે પહેલા સવારે જલ્દી ઊઠી નહાઇને ઘરના પૂજા સ્થાનમાં ઘીનો દીવો કરો અને ત્યારબાદ 108 વખત 'ઓમ શ્રીં શ્રીયે નમ:' મંત્રનો જાપ કરો

માતા લક્ષ્મીનું ધ્યાન કરો

માતા લક્ષ્મીનું ધ્યાન કરો

હાથમાં એક સોપારી અને તાંબાના સિક્કા લઈ માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને ત્યારબાદ બંનેને પર્સમાં મુકી લો. પૈસાનો વરસાદ થશે. શુક્રવારના દિવસે વ્રત કરો અને વિધિવત પૂજા પાઠ કરી માતા લક્ષ્મીને મિશ્રી અને ખીરનો ભોગ લગાવો. ત્યારબાદ સાત વર્ષના આયુષ્યની કન્યાને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવો. ભોજનમાં ખીર અને મિશ્રી ખવડાવો. આમ દર શુક્રવારે કરો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં જલ્દી જ સુધારો આવશે.

English summary
Friday is the day of Maa Lakshmi: She is very Kind

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.