Friday Mantra: આ મંત્રોથી મા લક્ષ્મીને કરો પ્રસન્ન, ધનની કમી દૂર થશે
Friday Mantra: આ મંત્રોથી મા લક્ષ્મીને કરો પ્રસન્ન, ધનની કમી દૂર થશે
Friday Mantras to Impress Goddess Lakshmi: શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત છે. મા લક્ષ્મીની પૂજા સૌકોઈ કરે છે કેમ કે તેમના વિના જીવનની નૈયા પાર ના થઈ શકે, જેમની પાસે માાં લક્ષ્મીનો આશીષ હોય છે, તેમના ધન-વૈભવમાં ક્યારેય પણ કમી નથી આવતી, લક્ષ્મીની પૂજા કરતા વ્યક્તિ હંમેશા ખુશ અને સુખી હોય છે.

મા લક્ષ્મીને આવી રીતે પ્રસન્ન કરો
આમ તો મા લક્ષ્મી ધનની દેવી કહેવાય છે પરંતુ તેઓ ભગવાન વિષ્ણુના પ્રિય પત્ની છે, જેઓ કમળના ફુલ પર વિરાજીત છે, મા લક્ષ્મીનું રૂપ ઘણું મનોરમ છે, તે ધન-વૈભવ અને સમૃદ્ધિની દેવી છે, લક્ષ્મીનો શાબ્દિક અર્થ જ સંપત્તિ છે, માટે જેમના પર માતાની કૃપા છે, તેમની પાસે સંપત્તિની ક્યારેય કમી નથી હોય શકતી, મા લક્ષ્મી ભૂદેવી અને શ્રી દેવીના અવતાર માનવામાં આવે છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ મંત્ર
ધન લાભ માટે મંત્રઃ ॐ धनाय नम:
ધન સુખ માટે મંત્રઃ ओम लक्ष्मी नम:
બગડેલાં કામ બનાવવા માટે મંત્રઃ ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम
પત્ની સુખ માટે મંત્રઃ लक्ष्मी नारायण नम:
સફળતા માટે મંત્રઃ ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:
હરેક સફળતા માટે મંત્રઃ अयिकलि कल्मष नाशिनि कामिनि, वैदिक रूपिणि वेदमये क्षीर समुद्भव मङ्गल रूपिणि, मन्त्रनिवासिनि मन्त्रनुते । मङ्गलदायिनि अम्बुजवासिनि, देवगणाश्रित पादयुते जय जयहे मधुसूदन कामिनि, धान्यलक्ष्मि परिपालय माम् ॥

આવી રીતે પૂજા કરો
- મા લક્ષ્મીની પૂજા કરતા પહેલાં ઘરને સાફ સુથરું કરો.
- પછી ખુદ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવાં
- પૂરા મનથી લક્ષ્મીની પૂજા કરો. પૂજા સ્થળ પર સૌથી પહેલાં ચૌકી રાખો, તેના પર પીળું કે લાલ કપડું પાથરો. તે બાદ તેના પર મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો રાખો.
- મા લક્ષ્મીના 16 શ્રૃંગાર કરો અને સામર્થ્ય મુજબ તેને ચઢાવો ચડાવો. મા લક્ષ્મી કમળના પુષ્પ પર વિરાજે છે માટે જો કમળનું ફુલ મળે તો તે માતાને ચઢાવો.
- મા લક્ષ્મીને ભગવાન ગણેશ બહુ પ્રિય છે અને ગણેશને લાડુ માટે પ્રસાદના રૂપમાં લાડવા ચડાવવાથી મા લક્ષ્મીની કૃપાની સાથોસાથ ગણેશજીના આશીષ પણ પ્રાપ્ત થશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
