Birthday Special: જ્યોતિષ મુજબ મોદીનું 2017 વર્ષ કેવું રહેશે?

(પં. અનુજ કે શુક્લ) ભારતના વડાપ્રધાન તેવા નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ત્યારે ભારત જેવા મોટા લોકતંત્રના શાસક તેવા નરેન્દ્ર મોદી માટે જ્યોતિષ મુજબ આવનારું વર્ષ કેવી રહેશે અને તેમના કેવા કેવા પડકારો આવનારા સમયમાં આવી શકે છે તે વિષે જાણો નીચેના આ વિસ્તૃત લેખમાં. જેમાં મોદીના સિતારા આવનારા વર્ષમાં જ્યોતિષ મુજબ કેવા રહેશે તે અમે તમને જણાવાના છીએ....

મોદીનો મંગળ છે બળવાન

મોદીનો મંગળ છે બળવાન

મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર વર્ષ 1950માં 11 વાગે ગુજરાતમાં થયો છે. તેમની રાશિ વૃશ્ચિક છે. અને આ રાશિનો સ્વામી મંગળ તેમની કુંડળીમાં બળવાન સ્થિતિ પર છે. વૃશ્ચિકનો મંગળ તેમની કુંડળીમાં બની રહેવાથી તેમને શત્રુહંતાનો યોગ છે. તેથી વિરોધીઓ અને શત્રુઓ તેમનું કંઇક જ નહીં બગાડી શકે. એટલું જ નહીં મોદીનો મંગળ એટલો પાવરફુલ છે કે જે લોકો તેમનો વિરોધ કરશે તેના અસિતત્વ પર ગ્રહણ લાગી જશે.

મોદીની કુંડળીના કેટલાક ખાસ તથ્યો

મોદીની કુંડળીના કેટલાક ખાસ તથ્યો

હાલમાં મોદીની કુંડળીમાં ચંદ્રમાની મહાદશામાં શનિનું અંતર દશા ચાલી રહી છે. મોદી જ્યાં સુધી પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લેશે ત્યાં સુધી બધુ શ્રેષ્ઠ રહેશે. જો કે કોઇના કહ્યામાં આવીને કામ કરશે તો તેવા કાર્યને કારણે તેમની છબી બગડી શકે છે.

મૈત્રી સંબંધોથી મળશે લાભ

મૈત્રી સંબંધોથી મળશે લાભ

શનિ તૃતીયેશ અને ચતુર્થેશ થઇને રાજનીતિના કારક ભાવ દશમમાં પોતાની મિત્ર શુક્ર સાથે બેઠો છે. શનિની આ ઉત્તમ સ્થિત છે. શનિની આ ઉત્તમ સ્થિતિના કારણે મોદીનું વર્ચસ્વ વધશે અને લોકોમાં તેમની લોકપ્રિયતા પણ વધશે.

મૈત્રી સંબંધ

મૈત્રી સંબંધ

ખાસ લોકોથી મૈત્રી સંબંધોના કારણે મોદીને લાભ થશે. તેમનો રાજનૈતિક સફળતાનો ગ્રાફ ઊંચો થશે. અને વિદેશોમાં બનાવેલા નવા સંબંધોથી પણ તેમને લાભ પ્રાપ્ત થશે. જો કે મોટું દેવું કે પછી વિદેશી સહાયતાથી બચીને રહેવું પડશે નહીં તો હાનિ થવાની શક્યતા છે.

મોદીની વિશ્વ સ્તરે લોકપ્રિયતા

મોદીની વિશ્વ સ્તરે લોકપ્રિયતા

આવનારા વર્ષમાં મોદીના વિપક્ષી તથા વિરોધીઓ પ્રભાવી થઇને અનેક નવી યોજનામાં મુશ્કેલી ઊભી કરશે. અને માટે જ તેમને આ પરિયોજનાઓને સફળ કરવા માટે વધુ મહેનત કરવી પડશે. સાથે જ નાણાંકીય મામલે પણ મોદીને કડક અનુશાસન રાખવું પડશે. મંદી હોવા છતાં ભારતની સ્થિતિ સુધારવા માટે મોદીની વિશ્વ સ્તરે લોકપ્રિયતા વધશે.

યોજનાઓને પૂર્ણ કરવામાં અવરોધ

યોજનાઓને પૂર્ણ કરવામાં અવરોધ

મંત્રીમંડળ, અધિકારીઓ અને અન્ય સરકારી વિભાગોમાં સંપના અભાવે યોજનાને પૂર્ણ થવામાં અવરોધ આવશે. વિભિન્ન મંત્રાલયો વચ્ચેના વિવાદથી મોદીની ચિંતામાં વધારો થશે.

આવનારું વર્ષ કેવુ રહેશે?

આવનારું વર્ષ કેવુ રહેશે?

ડિસેમ્બર 2016 થી ફેબ્રુઆરી 2017 વચ્ચે માતાના સ્વાસ્થય ખરાબ થવાની આશંકાથી ચિંતામાં વધારો થઇ શકે છે.

માર્ચ 2017થી મે 2017

માર્ચ 2017થી મે 2017

વધુ પડતા શ્રમ અને ચિંતાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાસ્થય પર અસર થવાની શક્યતા રહેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X