ગણેશ મહોત્સવ 2017 : બાપ્પાને ઘરે લાવતા પહેલા જાણો આ..

Posted By:
Subscribe to Oneindia News

ગણેશ ભક્તોનો સૌથી પ્રિય તહેવાર ગણેશ ચતુર્થી છે જે આ વર્ષે 25 ઓગસ્ટે આવી રહ્યો છે. પૂરાં 11 દિવસ ચાલતા આ ઉત્સવ માટે ભક્તોની તૈયાર પૂરજોરમાં ચાલી રહી છે. હિંદુ ધાર્મિક કેલેન્ડર પ્રમાણે ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદની ચોથા દિવસે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશનો આ દિવસે જન્મ થયો હતો. ચતુર્થીના દિવસે ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરે પણ લાવે છે અને વિધિ-વિધાન સાથે તેની સ્થાપના કરી, તેમની 10 દિવસ પૂજા અર્ચના કરે છે અને 11માં દિવસે તેમનું વિસર્જન કરવામાં છે. ગજરાજની સ્થાપના યોગ્ય મુહૂર્તમાં થાય અને થોડી સાવચેતી રાખવામાં આવે તો પૂજાનું બમણું ફળ પ્રાપ્ત થાય છે. આજે અમે ગણપતિની સ્થાપના માટે વિશે કેટલીક બાબતો જણાવીશું. જે કરવાથી તમે બાપ્પાને ખુશ કરી શકશો.

ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત

ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત

  • સવારે 11:25 થી 1 વાગ્યાને 57 મિનિટે
  • 24 ઓગસ્ટે ચંદ્ર ન જોવાનો સમય 20: 27 વાગ્યાથી સાંજ 21:02 વાગ્યા સુધી
  • 25 ઓગસ્ટે ચંદ્રને ન જોવાનો સમય 09: 00 થી 21: 41 વાગ્યા સુધી

ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા

  • સવારનું મુહૂર્ત (ચાર, લાભ, અમૃત)- 09:32 થી 14:11 બપોર સુધી
  • બપોરનું મુહૂર્ત (શુભ) = 15: 44 થી 17:17 વાગ્યા સુધી
  • સાંજનું મુહૂર્ત(પ્રયોગ) = 20:17 થી 21: 44 વાગ્યા સુધી
  • રાતનું મુહૂર્ત(શુભ, અમૃત, ચાર) = 23:11 વાગ્યે

ગણેશ પૂજન દરમિયાન ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો વિશે પણ જાણો

ઘરની સફાઈ

ઘરની સફાઈ

ગણેશ સ્થાપના કરતા પહેલા આખા ઘરની સફાઈ કરો અને ત્યારબાદ ગણેશ ચતુર્થીની સવારે સ્નાન પતાવી ઘરના ખૂણે ખૂણામાં ધૂપ-અગરબત્તી કરો. જેથી ઘરનું શુદ્ધિકરણ થઈ જાય.

ફૂલ, ધૂપ, દિપથી પૂજા કરો

ફૂલ, ધૂપ, દિપથી પૂજા કરો

એક કળશમાં પાણી ભર્યા બાદ તેના મોઢાને લાલ રંગના કપડાથી ઢાંકી દેવું જોઈએ. કળશમાં રોલી અને ચોખાને પણ રાખી મુકી. હવે કળશને ગણપતિની બાજુમાં મુકી દો. ગણપતિને ફૂલ અને નવા વસ્ત્રોથી સજાવો. રોલી, ફૂલ સુગંધિત ધૂપ અને દીપથી ગણપતિની પૂજા કરવી જોઈએ.

મંત્ર જાપ

મંત્ર જાપ

ત્યારબાદ મોદક કે લાડવાનો ભોગ લગાવો જોઈએ. પૂજા દરમિયાન "गं गणपतये नमः" મંત્રનો જાપ કરવો જોઈએ. ગણપતિની આરાધના કર્યા બાદ આરતી કરવી જોઈએ અને પ્રસાદનું લોકોમાં વિતરણ કરવું જોઈએ.

 ગણપતિનો સમયગાળો

ગણપતિનો સમયગાળો

જાતક ઉપર આધાર રાખે છે કે, તે બાપ્પાને પોતાના ઘરમાં કેટલા દિવસો સુધી રાખશે. સામાન્ય રીતે લોકો બપ્પાને 1 દિવસ કે 3 દિવસ કે 5 દિવસ કે 7 દિવસ માટે લાવે છે અને ક્યાંક ક્યાંક તો તે પૂરાં 10 દિવસ સુધી વિરાજે છે.

ગણપતિ વિસર્જન

ગણપતિ વિસર્જન

ગણપતિ વિસર્જન આપણને શીખવે છે કે, માટીના બનેલા શરીરને એક દિવસ માટીમાં જ ભળી જવાનું છે. ગણેશની પ્રતિમા માટીની બનેલી હોય છે અને પૂજા બાદ તે માટીમાં ભળી જાય છે. ગણપતિ વિસર્જન હંમેશા તળાવ કે નદીમાં ઘરના કોઈ પુરુષના હાથોથી જ કરાવવું.

English summary
ganesh chaturthi 2017 15 things remember while placing your ganpati at home.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.