Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થી પૂજા વિધિ, મુહૂર્ત અને પૂજા સામગ્રી વિશે જાણો

Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થી પૂજા વિધિ, મુહૂર્ત અને પૂજા સામગ્રી વિશે જાણો

હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે જ ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે. આ મહોત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ઘરે-ઘરે ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે.

GANESH CHATURTHI

ભક્તગણ તેમની પૂજા કરે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ ભગવાનની વિધિવત પૂજા અર્ચના કરી તેમની વિદાય કરે છે અને તેમની પ્રતિમાનું વિસર્જન કરે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે.

ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત

  • ચતુર્થી તિથિ પ્રારંભઃ 30 ઓગસ્ટ 2022ના રોજ 03:33 PM વાગ્યે
  • ચતુર્થી તિથિ સમાપ્તઃ 31 ઓગસ્ટ 2022ના રોજ 03:22 PM વાગ્યે
  • ગણેશ ચતુર્થી વ્રત પૂજાની તારીખઃ 31 ઓગસ્ટ 2022

ગણેશ ચતુર્થી 2022 પૂજા- વિધિ

ગણેશ ચતુર્થીના દિવસે સાંજે સ્નાન વગેરે કરી ઘરના મંદિરમાં દીપક પ્રગટાવો. હવે વ્રત પૂજાનો સંકલ્પ લો. આ દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. ભક્ત પોતાની ઈચ્છાનુસાર ગણપતિની મૂર્તિ સ્થાપિત કરે. જે બાદ પ્રતિમાનો ગંગાજળથી અભિષેક કરે. હવે ભગવાન શ્રી ગણેશને પુષ્પ, દુર્વા ઘાસ અર્પિત કરો. દુર્વા ઘાસ ભગવાન ગણેશને ખુબ પ્રિય છે. માન્યતા મુજબ દુર્વા ઘાસ ચડાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈ ભક્તોના બધાં જ સંકટ હરી લે છે. ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને સિન્દુર લગાવો તથા તેમનો પ્રિય ભોગ મોદક અથવા લાડુ અર્પિત કરો. પૂજાના અંતમાં ભગવાન ગણેશજીની આરતી કરી તેમને પ્રણામ કરો અને ક્ષમા પ્રાર્થના કરો. અંતમાં પ્રસાદ વિતરણ કરો.

ગણેશ ચતુર્થી પૂજા સામગ્રી યાદી

  • ભગવાન ગણેશની પ્રતિમા
  • લાલ કપડું, જનેઉ
  • દુર્વા, કળશ
  • નારિયળ
  • પંચામૃત, ઉનનો લાલ દોરો
  • પંચમેવા, ગંગાજળ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X