
ગણેશ ચતુર્થીઃ લંબોદરની આ દૂર્લભ પ્રતિમાઓ શું તમે જોઈ છે?
દેશભરમાં આજથી ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે. આ ખાસ પર્વ પર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ રાખવામાં આવશે જેનુ તમે કોરોના કાળમાં સુરક્ષાનુ ધ્યાન રાખીને દર્શન કરી શકો છો. પરંતુ આ ઉપરાંત તમે રાયપુરમાં સંસ્કૃતિ વિભાગ પરિસરમાં સંચાલિત મહંત ઘાસીદાસ મ્યુઝિયમમાં ગણેશજીની 1 હજાર વર્ષ જૂની પ્રતિમાઓના દર્શન પણ કરી શકો છો. આ મ્યુઝિયમમાં બારસૂરના જોડિયા ગણેશની પ્રતિમાના દર્શન કરી શકો છો. આ ઉપરાંત નૃત્ય કરતા અષ્ટભૂજાઓવાળા ગણપિત અને આસનસ્થ લંબોદર ગણેશની સેંકડો વર્ષો જૂની પ્રતિમાઓને પણ તમે પરિવાર સાથે જઈને જોઈ શકો છો.

સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કરી શકો છે વિઝિટ
આ ઉપરાંત કૈલાશ પર્વત પર બિરાજમાન ઉમા મહેશ્વરા ચરણો પાસે બેઠેલા ગણેશ અને કાર્તિકેયની દૂર્લભ મૂર્તિઓના દર્શન પણ અહીં કરી શકો છો. આમાંથી ત્રણ મૂર્તિઓ કારીતલાઈ જબલપુરમાંથી મળી છે. રજાઓના કારણે મ્યુઝિયમ સોમવારે ખુલશે. અહીં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વિઝિટ કરી શકાય છે.

નૃત્ય મુદ્રામાં ગણેશજીની પ્રતિમા
આ મૂર્તિ ગણપતિની છે. કારીતલાઈ, જબલપુરથી મળેલી 10મી સદીની આ પ્રતિમામાં ગણેશજી નૃત્ય મુદ્રામાં છે. તેમના ઉદરમાં યજ્ઞોપવિત છે. ગળામાં હાર, હાથમાં કંકણ અને ભૂજાઓમાં ભૂજબંધ દેખાય છે. આ પ્રતિમા અષ્ટભૂજી છે જેમાંથી 6 ભૂજાઓ ખંડિત છે. સૂંઢનો હિસ્સો અને કાન પણ ખંડિત થઈ ચૂક્યા છે.

ભગવાન શિવ અને મા પાર્વતી સાથે ગણેશજીની પ્રતિમા
આ છે ઉમા મહેશ્વર. 10મી સદીની આ પ્રતિમા કારીતલાઈ, જબલપુરથી મળી છે. બલુઆ પત્થરની આ પ્રતિમામાં શિવ ચતુર્ભૂજી રૂપમાં છે. પરંતુ માતા પાર્વતીના બે હાથ છે. શિવજીની ઉપર જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં સાપ છે. ઉમા મહેશ્વર કૈલાશ પર્વત પર બિરાજમાન છે. નીચેના ભાગમાં વધુ એક ગણેશ અને બીજી તરફ કાર્તિકેય છે. કૈલાશ પર્વત ઉઠાવવાનો પ્રયાસ કરતા રાવણની ઝલક પણ મૂર્તિમાં જોઈ શકાય છે.

ગણેશજીના ખભા પર છે નાગ
10મી સદી ઈસવીસનનીઆ પ્રતિમાઓ કારતલાઈ જબલપુરથી મળી છે. આસનસ્થ લંબોદર ગણેશ ડાબા ખભે નાગ છે. માથે મૂકુટ અને ગળામાં હાર છે. સૂંઢનો ભાગ ખંડિત છે. તેમના કાન સૂપડા જેવા મોટા છે. ચતુર્ભૂજી ગણેશની ઉપર જમણા હાથમાં મોદક છે. બંને હાથનો નીચેનો ભાગ ખંડિત થઈ ચૂક્યો છે.
Ganesh Chaturthi 2020: જાણો ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર કેમ નથી જોવામાં આવતો?