For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ganga Janmotsav 2021: આજે ગંગા જન્મોત્સવ, જાણો મહત્વ

વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે કરોડો ભારતીયોની આસ્થા અને જન-જનનું પોષણ કરતી પવિત્ર નદી ગંગાની ઉત્પત્તિ થઈ હતી. આ દિવસને ગંગા સપ્તમી અથવા ગંગા જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગંગા નદીએ સ્વર્ગલોકથ

By Staff
|
Google Oneindia Gujarati News

વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે કરોડો ભારતીયોની આસ્થા અને જન-જનનું પોષણ કરતી પવિત્ર નદી ગંગાની ઉત્પત્તિ થઈ હતી. આ દિવસને ગંગા સપ્તમી અથવા ગંગા જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગંગા નદીએ સ્વર્ગલોકથી આવી શિવજીની જટાઓમાં પ્રવેશ કર્યો હતો. માટે તેને ગંગાના જન્મના રૂપમાં ઉજવવામાં આવે છે.

આ વર્ષે ગંગા જન્મોત્સવ 19 મે 2021ને બુધવારે મનાવાઈ રહ્યો છે. ગંગા સપ્તમીના દિવસે ગંગા પૂજા અને ગંગામાં સ્નાન કરી પરમ પવિત્ર પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે લૉકડાઉન ચાલી રહ્યું હોવાથી ગંગા નદીમાં સ્નાન કરવું શક્ય નથી. એવામાં તમારા ઘરે જ પાણીમાં ગંગાનું જળ નાખી મંત્રોચ્ચાર સહિત સ્નાન કરો. ગંગા જન્મોત્સવ પર ગંગાજીના જળથી સ્નાન કરવા પર પાપનો ક્ષય થાય છે.

ગંગાને સૌથી ઉંચો દરજ્જો પ્રાપ્ત

ગંગાને સૌથી ઉંચો દરજ્જો પ્રાપ્ત

વેદો-પુરાણોમાં સપ્ત નદીઓનું વર્ણન આવે છે, જેમાં ગંગાને સૌથી ઉંચો દરજ્જો પ્રાપ્ત છે. ગંગા સ્વર્ગની નદી છે, જેણે ભગીરથીના આહ્વાન પર પહેલા શિવજીની જટાઓમાં પ્રવેશ કર્યો અને પછી શિવજીની જટાઓમાંથી પૃથ્વી સ્પર્શ કરી. ગંગાજીએ જે દિવસે પ્રથમ વખત પૃથ્વીને સ્પર્શ કરી તે દિવસને ગંગા દશેરા કહેવાય છે. હિન્દુઓની આસ્થામાં ગંગાને દેવીનો દરજ્જો પ્રાપ્ત છે. પિતૃના પિંડ દાન અને અસ્થિઓ વિસર્જન ગંગામાં કરવાથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. ગંગાના કાંઠે જેટલા પણ નગર વસેલાં છે, તે તમામ તીર્થસ્થળ બની ગયાં છે.

આવી રીતે ગંગાનો જન્મ થયો

આવી રીતે ગંગાનો જન્મ થયો

ગંગા નદીની ઉત્પત્તિની અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. જેમાંથી એક કથા મુજબ ગંગાનો જન્મ ભગવાન વિષ્ણુના પગ માંથી નીકળેલા પરસેવાના ટીપાંમાંથી થયો. એક અન્ય કથા મુજબ ગંગાનો જન્મ બ્રહ્માજીના કમંડલથી થયો હોવાનું મનાય છે. એક અન્ય માન્યતા મુજબ વામન રૂપમાં રાક્ષસરાજ બલીથી સંસારને મુક્ત કરાવ્યા બાદ બર્મદેવે ભગવાન વિષ્ણુના પગ ધોયા અને આ જળને પોતાના કમંડલમાં ભરી લીધું અને એક અન્ય કથા મુજબ જ્યારે ભગવાન શિવે નારદ મુનિ, બ્રહ્મદેવ તથા ભગવાન વિષ્ણુ સમક્ષ ગીત ગાયું તો આ સંગીતના પ્રભાવથી ભગવાન વિષ્ણુનો પરસેવો વહેવા લાગ્યો જેને બ્રહ્માજીએ પોતના કમંડલમાં ભરી લીધો અને આ કમંડલના જળથી ગંગાનો જન્મ થયો હતો.

ગંગા જન્મોત્સવનું મહત્વ

ગંગા જન્મોત્સવનું મહત્વ

શાસ્ત્રો મુજબ વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિને ગંગા સ્વર્ગ લોકથી શિવજીની જટાઓમાં પહોંચી હતી, માટે આ દિવસને ગંગા જન્મોત્સવ અને ગંગા સપ્તમીના રૂપમાં મનાવવામાં આવે છે.

ભગવાન ગણેશને આપ્યો દંડ, ધરતી પર છે જીવિત, જાણો પરશુરામ ભગવાનની પૌરાણિક કથાઓભગવાન ગણેશને આપ્યો દંડ, ધરતી પર છે જીવિત, જાણો પરશુરામ ભગવાનની પૌરાણિક કથાઓ

જે દિવસે ગંગાજીની ઉત્પત્તિ થઈ હતી તે દિવસે ગંગા જન્મોત્સવ અને જે દિવસે ગંગાજીએ પૃથ્વીને સ્પર્શ કર્યો હતો તે દિવસને ગંગા દશેરાના રૂપમાં મનાવાય છે.

English summary
Ganga Janmotsav Date, vidhi, importance and myth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X