Garud Puran : મૃત્યુ પહેલા દેખાય છે આ સંકેત, જાણો શું કહે છે ગરૂડ પૂરાણ
Garuda Purana : હિંદુ ધર્મમાં કુલ 18 પુરાણ છે, જેમાં ગરૂડ પુરાણનું ઘણું મહત્વ છે. જેમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરૂડ વચ્ચેનો સંવાદનું વર્ણન છે. આ પુરાણમાં મોત અને મોત પછીના રહસ્યો વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે.
ગરૂડ પુરાણ કોઈના મૃત્યુ બાદ જ વાંચવામાં આવે છે. ગરૂડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય જ્ઞાન, નીતિ, નિયમો અને ધર્મ જેવી બાબતોનું વર્ણન જોવા મળે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે, તો તે પહેલા તેને કેટલાક ખાસ સંકેત મળવા લાગે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ પોતે આ સંકેતો વિશે જણાવે છે. કેટલાક લોકો સપનામાં અથવા સ્વપ્નદ્રષ્ટા અનુભવો દ્વારા યમરાજના સંકેતો જણાય છે.
વ્યક્તિ મૃત્યુ પહેલા જૂના જીવનને યાદ કરવા લાગે છે. તેના દ્વારા કરવામાં આવેલા તમામ ખરાબ અને સારા કાર્યો યાદ આવવા લાગે છે. તે ઈચ્છે તો પણ આ યાદોને રોકી શકતો નથી. આવી સ્થિતિમાં તેનું મન અસ્વસ્થ થવા લાગે છે.
ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર કે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેને એક રહસ્યમય દરવાજો દેખાવા લાગે છે. કેટલાકને જ્વાળાઓ દેખાય છે અને કેટલાકને તેજસ્વી પ્રકાશ દેખાય છે. આ ચિહ્નો દર્શાવે છે કે, તેમનું મૃત્યુ નજીક છે.
મૃત્યુ પહેલા દેખાવા લાગે છે આવા સંકેતો
- જો કોઈ વ્યક્તિની છબી પાણીમાં, તેલમાં, અરીસામાં ન બનતી હોય અથવા તેની છબી વિકૃત દેખાય છે, તો એવું માનવામાં આવે છે કે, વ્યક્તિનું મૃત્યુનો સમય નજીક છે.
- જ્યારે મૃત્યુ નજીક આવે છે, ત્યારે વ્યક્તિની દ્રષ્ટિ જતી રહે છે, અને તે પોતાની આસપાસ બેઠેલા લોકોને પણ જોઈ શકતો નથી.
- જેમના કર્મો સારા હોય છે, અને તે વ્યક્તિ મૃત્યુ સમયે પણ ડરતો નથી, તેની સામે એક દિવ્ય પ્રકાશ દેખાય છે.
- ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે, ત્યારે યમના બે દૂત આવીને મરનારી વ્યક્તિની સામે ઉભા રહે છે.
- જેમના કર્મો સારા નથી, તેઓ યમના ઉગ્ર દૂતોને તેમની સામે ઉભા જોઈને ડરી જતા રહે છે.
- શરીર છોડવાના છેલ્લા સમયમાં વ્યક્તિનો અવાજ પણ સમાપ્ત થઈ જાય છે, અને તે બોલવાનો પ્રયત્ન કરે છે, પણ બોલી શકતો નથી. અવાજ કર્કશ થઈ જાય છે, જાણે કોઈએ ગૂંગળાવી દીધું હોય.
- વાળ સફેદ થવા, દાંત તૂટવા, આંખોની દ્રષ્ટિ નબળી પડવી અને શરીરના અંગોનું કામ ન કરવું એ પણ મૃત્યુ પહેલાના સંકેતો હોય શકે છે.
- ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુના થોડા દિવસો પહેલા પૂર્વજો સપનામાં દેખાય છે. જો સપનામાં પૂર્વજ રડતા કે દુઃખી જોવા મળે, તો સમજવું કે તેમનું મૃત્યુ નજીક છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
