સામાન્ય દેખાતી આ વસ્તુઓને ભૂલથી પણ તમારા ઘરમાં ન રાખો

Posted By:
Subscribe to Oneindia News

લગભગ દરેક વ્યકિત ઈચ્છે છે કે, તેના ઘરમાં સુખ અને સમૃધ્ધિ જળવાઈ રહે અને પૈસે ટકે કોઈ મુશ્કેલી ન રહે. જે કુટુંબમાં પ્રેમભર્યુ વાતાવરણ રહે છે, તે ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, ઘરમાં સુખ-શાંતિ અને સમૃધ્ધિ કેવી રીતે જળવાઈ રહે.

home

પરિણામે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ હટાવવાની સલાહ આપીશું, જેના રહેવાથી ઘરમાં અનેક સમસ્યાઓ ઉભી થતી રહે છે, વારંવાર મુશ્કેલીઓ આવ્યા કરે છે. જો આ વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

pigon

કબૂતરનો માળો : એવી માન્યતા છે કે, ઘરમાં કબૂતરનો માળો હોય તો તેનાથી ઘરના સભ્યોનુ આરોગ્ય અને આર્થિક સ્થિતિ ખરાબ રહે છે. જો ઘરમાં કોઈપણ જગ્યાએ કબૂતરનો માળો હોય તો તેને તરત હટાવી દેવો જોઈએ.

મધપૂડો:મધમાખીનો મધપૂડો ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓને પેદા કરે છે. જેવા કે, ઘરમાં રોગો, દરિદ્રતા, કુટુંબના સભ્યોનો પરસ્પર તનાવ, બાળકોની શિક્ષામાં મુશ્કેલી આવવી વગેરે.માટે મધમાખીનો મધપૂડો તમારા ઘરની આસપાસ ક્યાંય પણ હોય તો તેને તરત હટાવી દેવો જોઈએ.

web

કરોળિયાના જાળા:ઘરમાં કરોળિયાના જાળા રહેવાને લીધે ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તમારા કામો અટકી પડે છે. ઉપરાંત ભાગ્યના બળમાં કમજોરી આવે છે. ઘરમાં કરોળિયાના જાળા લાગેલા રહેવાને લીધે નાણાકીય પરિસ્થિતિ સારી રહેતી નથી. માટે ઘરમાં કરોળિયાના જાળા લાગવા દેશો નહિં, હંમેશા ઘરની સફાઈ કરતા રહો.

તૂટેલો અરીસો : તૂટેલુ દર્પણ એટલે ફૂટેલુ ભાગ્ય. તૂટેલો અરીસો ઘરમાં રાખવો જોઈએ નહિં, કારણ કે તેનાથી ભાગ્યનો પક્ષ કમજોર પડે છે. વાસ્તુ પ્રમાણે ઘરમાં તૂટેલો અરીસો રાખવાથી માનસિક મુશ્કેલીઓ ઉભી થાય છે, ઉપરાંત ઘરમાં દરિદ્રતા આવે છે.

bat

ઘરમાં ચામાચીડિયાનુ રહેવુ : ઘરમાં ચામાચીડિયાનુ રહેવુ દુર્ભાગ્યનુ સૂચક મનાય છે. ચામાચીડિયુ ઘરમાં બિમારી, તનાવ અને દુર્ઘટના વગેરેને આમંત્રણ આપે છે. જો તમારા ઘરમાં કે તમારા બગીચામાં કે બેકયાર્ડમાં ક્યાંય પણ ચામાચીડિયા દેખાતા હોય તો સાંજના સમયે ઘરના બારી દરવાજા બંધ કરી દેવા જોઈએ.

દિવાલોના કાણા : તમે તમારા ઘરમાં ફોટો ફ્રેમ માટે, વોલ પિસ માટે, ઘડિયાળ માટે કાણા કરતા રહો છો. પરંતુ ઘરની દિવાલોમાં જુદી-જુદી જગ્યાએ છિદ્રો હોવા અશુભ મનાય છે. કારણકે તે છિદ્રોમાંથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. જેનાથી ઘરમાં હંમેશા નાણાકીય મુશ્કેલી રહ્યા કરે છે, અકસ્માતો થતા રહે છે અને ઘરના લોકોના સ્વાસ્થ્યમાં રોગોનો વધારો થાય છે.

tap

ટપકતુ નળ : જો ઘરમાં ક્યાંય પણ કોઈ નળમાંથી પાણી ટપક્યા કરે તો તે અશુભ સંકેત મનાય છે. જળ એજ જીવન છે અને જો ઘરમાં જળનો પ્રવાહ બર્બાદ થતો રહે તો તેની અસર ઘર પર પડે છે. જેવા કે, સાથી સાથે અનબન, બાળકોનુ સ્વાસ્થ્ય બગડવુ વગેરે જેવી મુશ્કેલીઓ આવે છે.

ધાબા પર ભંગાર મુકવો : ઘરની છત એ માથું ગણાય છે. જો તમારા માથા પર ભારે સામાન હોય તો સ્વાભાવિક છે કે માથું દુઃખશે કે અન્ય કોઈ મુશ્કેલી આવશે. તેવી જ રીતે ઘરના ધાબા પર તમારા ઘરનો નકામો સામાન મૂકવાથી અનેક મુશ્કેલીઓ આવે છે. જેમકે, ઘરના સભ્યોમાં અનબન રહેવી, દરેક કામમા અડચણ આવવી, માંગલિક કામોમાં મુશ્કેલી આવવી, નવયુવક-યુવતીઓના લગ્ન ન થવા વગેરે..

English summary
Getting away from Home for Those Hungry Junk: Its not good for your health, wealth and family.
Please Wait while comments are loading...