Guru Pushya Yoga 2023: ડિસેમ્બરમાં આવશે ગુરુ પુષ્ય નક્ષત્ર, જાણો મુહૂર્ત અને મહત્વ

Guru Pushya Yoga 2023: જ્યોતિષ શાસ્ત્રમાં યોગ અને નક્ષત્રોનું વિષેશ મહત્વ માનવામાં આવે છે. જ્યારે ગુરુવારના રોજ પુષ્ય નક્ષત્ર આવે છે, ત્યારે આ વર્ષનો અંતિમ પુષ્ય નક્ષત્ર 29 ડિસેમ્બર, 2023ના રોજ ગુરુ પુષ્ય યોગની રચના થઇ છે. આ યોગમાં કરવામાં આવેલા કાર્યમાં સફળતા અને શુભ ફળ મળે છે. આ સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે.

ગુરુ પુષ્ય નક્ષત્રનો દિવસ ખરીદી, વેપાર અને હિસાબ-કિતાબ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને દેવતાઓ દ્વારા પૂજવામાં આવતો નક્ષત્ર માનવામાં આવે છે. આ વર્ષે ગુરુ પુષ્ય નક્ષત્ર 2023 ની તારીખ, શુભ સમય અને તેમાં શું કરવું જોઇએ એ વિશે આ અહેવાલમાં જાણીશું.

Guru Pushya Yoga 2023

ગુરુ પુષ્ય નક્ષત્ર 2023 ડિસેમ્બર તારીખ - ગુરુ પુષ્ય નક્ષત્ર 29મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે 01:05 કલાકે શરૂ થશે, અને 30 ડિસેમ્બર, 2023ના રોજ સવારે 03:10 કલાકે સમાપ્ત થશે. 29મી ડિસેમ્બરનો આખો દિવસ ખરીદી માટેનો શુભ સમય છે.

ગુરુ પુષ્ય નક્ષત્રનું મહત્વ - ગુરુ પુષ્ય યોગમાં સોનું ખરીદવાનું ખૂબ મહત્વ છે. લોકો માને છે કે, સોનામાં રોકાણ કરવાનો આ આદર્શ સમય છે. તેમાંથી કેટલાક આ યોગનો ઉપયોગ કરીને નવા વ્યવસાય શરૂ કરવાનું પણ વિચારે છે. આ ફાયદાકારક સંયોજન સામાન્ય રીતે વર્ષમાં બે કે ત્રણ વખત થાય છે.

આ દિવસને ગુરુ પુષ્ય નક્ષત્ર તરીકે ઉજવવામાં આવે છે. ગુરુવારના રોજ પુષ્ય નક્ષત્ર આવે ત્યારે ગુરુ પુષ્ય યોગ બને છે. અને પરિણામે, આ દિવસ ખાસ કરીને ભાગ્યશાળી માનવામાં આવે છે. હિન્દુઓ દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. કેટલાક લોકો માને છે કે, તે દિવસે અમૃત યોગ પણ બને છે.

ગુરુ પુષ્ય નક્ષત્રમાં શું કરવું

  • ગુરુ પુષ્ય યોગ નવું કાર્ય શરૂ કરવા, જમીન, મકાન, વાહન, સોના-ચાંદીના ઘરેણાં, હિસાબ વગેરે ખરીદવા માટે શ્રેષ્ઠ છે.
  • આ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી કાયમી સમૃદ્ધિ પ્રદાન કરે છે.
  • આ સિવાય પુષ્ય નક્ષત્ર દરમિયાન બૃહસ્પતિ સંબંધિત વસ્તુઓ જેવી કે સોનું, પિત્તળનો હાથી, દક્ષિણાવર્તી શંખ ખરીદવાથી દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે.
  • નવી પ્રોપર્ટી ખરીદવી કે ફ્લેટ બૂક કરાવવો ફાયદાકારક રહેશે.
  • જો તમે ગુરુ પુષ્ય યોગના દિવસે ખરીદી ન કરી શકતા હોવ તો શ્રી સૂક્તનો પાઠ કરો.

આ વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય યોગ 29 ડિસેમ્બર, 2023 ના રોજ છે. આ યોગમાં કરેલા કાર્યોમાં સફળતા અને શુભતાની સાથે-સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X