Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Holi 2023 : જાણો સપનામાં હોળી રમતા જોવાનો અર્થ, જીવનસાથી સાથે સીધો સંબંધ

Holi 2023 : ઘણીવાર રાતની ઊંઘમાં જોયેલા સપના તમારો દિવસ બદલી શકે છે. સ્વપ્નશાસ્ત્રમાં એવા કેટલાક સપનાનો ઉલ્લેખ છે જે હોળીના તહેવાર સાથે સંકળાયેલા છે. સપનામાં રંગો જોવા, હોળી રમવાનો પણ ખાસ અર્થ છે.

Holi 2023 : દરેક વ્યક્તિ રાત્રે સુતા સમયે સપના જોતા હોય છે. જેમાંથી તેમને ઘણા સપના યાદ રહી જાય છે. ઘણા લોકોને રોજ સપના આવે છે, તો ઘણા લોકોને ક્યારેક ક્યારેક સપના આવે છે. સ્વપ્નશાસ્ત્ર આ સપનાના મતલબ જણાવવામાં આવ્યા છે. આ સપના ભવિષ્યની ઘટનાઓનો અંદેશો આપે છે.

Holi 2023

આવા સપનાના શુભ અને અશુભ અર્થો સ્વપ્નશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યા છે. હવે હોળીનો તહેવાર નજીક હોવાથી ચાલો જાણીએ કે, હોળી રમવાનો કે સપનામાં રંગો જોવાનો અર્થ શું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે હોળી 7 માર્ચ અને 8 માર્ચ, બુધવારના રોજ ધૂળેટી રમવામાં આવશે. બીજી તરફ આના એક દિવસ પહેલા એટલે કે, 7 માર્ચ, 2023ના રોજ ફાગણ પૂર્ણિમાની સાંજે હોલિકા દહન થશે.

સ્વપ્નમાં હોલિકા દહન જોવાનો અર્થ

સ્વપ્નમાં હોલિકા દહન જોવાનો અર્થ

જો તમે તમારા સપનામાં હોલિકા દહન જુઓ છો, તો તેનો ખૂબ જ વિશેષ અર્થ છે. આ સૂચવે છે કે, તમને જલ્દી કોઈ સારા સમાચારમળવાના છે. આ ઉપરાંત જો તમારા જીવનમાં કોઈ સમસ્યા છે, તો તે ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે.

સ્વપ્નમાં હોળી રમવાનો અર્થ

સ્વપ્નમાં હોળી રમવાનો અર્થ

જો તમે સ્વપ્નમાં તમારી જાતને હોળી રમતા જોશો, તો તેનો અર્થ એ છે કે, તમારા જીવનમાં કોઈ મોટી ખુશીઓ દસ્તક દેવાની છે. ખાસકરીને તે તમારા સંબંધો સાથે સંબંધિત છે. જો તમે કુંવારા છો, તો તમને જીવનસાથી મળી શકે છે અથવા લગ્ન નક્કી થઈ શકે છે.

સપનામાં પોતાને ગુલાબી રંગથી હોળી રમતા જોવું

સપનામાં પોતાને ગુલાબી રંગથી હોળી રમતા જોવું

સ્વપ્નમાં પોતાની જાતને ગુલાબી રંગથી હોળી રમતા જોવું સારું છે. તે જીવનમાં પ્રેમની વૃદ્ધિ સૂચવે છે.

સપનામાં લાલ રંગ જોવો

સપનામાં લાલ રંગ જોવો

સપનામાં લાલ રંગ જોવાનો અર્થ છે કે, તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો નુકસાન થઈ શકે છે.

સપનામાં કાળો રંગ જોવો કે કાળા રંગથી હોળી રમતા જોવું

સપનામાં કાળો રંગ જોવો કે કાળા રંગથી હોળી રમતા જોવું

સપનામાં કાળો રંગ જોવો સારો માનવામાં આવતો નથી. તમારી જાતને કાળા રંગથી હોળી રમતા જોવું એ તોળાઈ રહેલી મુશ્કેલીની નિશાનીછે. જ્યારે આવા સ્વપ્ન આવે, ત્યારે સાવચેત રહેવું વધુ હિતાવહ રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X