Holi 2024: આ રીતે શરૂ થઇ હતી હોલિકા દહનની પરંપરા, જાણો પૌરાણિક કથા

Holi 2024: હિન્દુ પંચાગમાં જણાવ્યા અનુસાર દર વર્ષે ફાગણ માસથી પૂર્ણિમા તિથિના દિવસે હોળી તહેવાર ઉજવવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીના તહેવારમાં લોકો એકબીજાને રંગ લગાવે છે, અને ગળે લગાવે છે, આ તહેવાર હર્ષભેર સાથે ઉજવે છે. હોળીની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે, આ પ્રથા સદીઓ જૂની છે.

હિન્દુ ધર્મમાં હોલિકા દહન પાછળ એક પૌરાણિક માન્યતા છે. હોલિકા દહન હોળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે, આ અહેવાલમાં આજે આપણે જાણીશું કે, હોલિકા દહન સાથે કઇ કથા જોડાયેલી છે, અને તેની પાછળ શું માન્યતા છે?

Holika Dahan 2024

ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા

દંતકથા અનુસાર, એક સમય હતો, જ્યારે હિરણ્યકશિપુ નામનો રાક્ષસ રાજા હતો. જે પોતાના પુત્ર પ્રહલાદને નાપસંદ કરતો હતો. કારણ કે, પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુને પોતાના શત્રુ માનતો હતો.

હિરણ્યકશિપુને પ્રહલાદના મુખમાંથી હરિની સતત પૂજા સાંભળવી ગમતી ન હતી, તેથી તે પોતાના પુત્રને મૃત્યુદંડ આપવા માંગતો હતો. તેણે ભક્ત પ્રહલાદને મૃત્યુદંડ આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ભક્ત વત્સલ શ્રી હરિએ દરેક વખતે પ્રહલાદને બચાવ્યો હતો.

હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા માટે તેની બહેન હોલિકાની મદદ લીધી હતી. કારણ કે, હોલિકાને વરદાન હતું કે તે અગ્નિમાં બળી ન શકે, હિરણ્યકશિપુએ તેના પુત્ર પ્રહલાદને હોલિકા સાથે અગ્નિમાં સોંપી દીધો હતો.

એવું કહેવાય છે કે, જ્યારે ભગવાન ભક્તની રક્ષા કરે છે, ત્યારે તેને કોઈ નુકસાન કરી શકતું નથી. સળગતી અગ્નિમાં પ્રહલાદને કંઈ થયું નહીં પણ હોલિકા બળીને રાખ થઈ ગઈ. આ જોઈને હિરણ્યકશિપુ સ્તબ્ધ થઈ ગયો અને પોતાની નિષ્ફળતા અને તેની બહેન બળીને રાખ થઈ જવાનો શોક વ્યક્ત કર્યો હતો.

આ રીતે શરૂ થઈ હોલિકા દહનની પરંપરા - માન્યતા અનુસાર, જે દિવસે હોલિકાનું અગ્નિમાં દહન કરવામાં આવ્યું હતું, તે દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ હતી અને તે સમય પ્રદોષ કાળ હતો. ત્યારથી હોલિકા દહનની પરંપરા ચાલી આવે છે.

હોલિકા દહનના અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને આ તહેવારને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. લોકો હોલિકા અગ્નિને નકારાત્મક ઉર્જાનો અંત લાવવાનું પ્રતીક માને છે, તેથી લોકો હોલિકાનું દહન કરે છે.

હોલિકા દહન 2024નો શુભ સમય - હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે હોલિકા દહન 24 માર્ચ, 2024, રવિવારના રોજ કરવામાં આવશે. તેનો શુભ સમય 24 માર્ચે રાત્રે 11:13 વાગ્યાથી બીજા દિવસે 25 માર્ચે બપોરે 12:27 સુધી રહેશે.

હોલિકા દહનની પૂજા માટેનો કુલ સમયગાળો 1 કલાક 14 મિનિટનો રહેશે. મુહૂર્ત અનુસાર, તમે આ સમયગાળા દરમિયાન હોલિકા દહન કરી શકો છો.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X