For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોલિકા દહન સાથે જોડાયેલી છે આ માન્યતાઓ, અશુભતાથી બચવા માટે ભૂલથી પણ ના કરતા આ કામ

આવો જાણીએ પૂજા સાથે એવી કઈ વસ્તુઓ છે જે હોલિકા દહનના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હોળીના પર્વના એક દિવસ પહેલા હોલિકા દહનનો પર્વ મનાવવામાં આવે છે. આ ખૂબ જ વિશેષ દિવસ હોય છે અને દેશભરમાં લોકો પૂરા વિધિ વિધાનથી હોલિકા દહન કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની વિશેષ આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા-અર્ચના કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. આવો જાણીએ પૂજા સાથે એવી કઈ વસ્તુઓ છે જે હોલિકા દહનના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ.

ભૂલથી પણ પૈસા ન આપો ઉધાર

ભૂલથી પણ પૈસા ન આપો ઉધાર

હોલિકા દહનના દિવસે કોઈને પણ પૈસા ઉધાર આપવાનુ ટાળો. આમ કરવાથી તમને આર્થિક સંકટ અને તંગીનો સામનો કરવો પડી શકે છે.

નવપરિણીત જોડાએ ન જોવુ હોલિકા દહન

નવપરિણીત જોડાએ ન જોવુ હોલિકા દહન

હોલિકા દહનના નકારાત્મક શક્તિઓનુ પ્રતીક માનવામાં આવે છે. નવપરિણીત જોડાએ હોલિકા દહનની પૂજામાં શામેલ ન થવુ જોઈએ અને તેને જોવુ પણ ન જોઈએ. આનાથી તેમના દામ્પ્તય જીવન પર ખરાબ પ્રભાવ પડે છે. આ સાથે જ આ દિવસે કોઈ પણ પ્રકારના શુભ કાર્ય ન કરવા.

સફેદ રંગ ન પહેરવા

સફેદ રંગ ન પહેરવા

હોલિકા દહનના દિવસે સફેદ રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. આ દિવસે નકારાત્મક શક્તિઓ પણ ઘણી પ્રભાવી હોય છે અને સફેદ વસ્ત્રો આવી સ્થિતિમાં અશુભ સાબિત થઈ શકે છે. આ દિવસે સફેદ રંગના ખાદ્ય પદાર્થોથી પણ અંતર જાળવવુ જોઈએ.

માથાને ઢાંકીને રાખવુ

માથાને ઢાંકીને રાખવુ

હોલિકા દહનની પૂજાના આખા સમય દરમિયાન માથુ ખુલ્લુ ન રાખવુ. તેને કોઈ કપડાથી ઢાંકીને જ રાખવુ. આમ કરવુ પુરુષ અને મહિલા બંને માટે જરુરી છે.

રસ્તા પર કોઈ વસ્તુને હાથ ન લગાવવો

રસ્તા પર કોઈ વસ્તુને હાથ ન લગાવવો

રસ્તા પર પડેલી કોઈ પણ વસ્તુને હાથ કે પગ ન લગાવવો અને તેને લેવા માટે તો વિચારવુ પણ નહિ. આવુ શંકાસ્પદ વસ્તુઓ ટોટકાવાળી હોય છે.

નોંધઃ આ સૂચના ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માન્યતાઓ અને સૂચનાઓ પર આધારિત છે. વનઈન્ડિયા લેખ સાથે સંબંધિત કોઈ પણ ઈનપુટ કે માહિતીની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ માહિતી અને ધારણાને અમલમાં લાવવા કે લાગુ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત વિશેષજ્ઞની સલાહ લેવી.

English summary
Holika Dahan 2022: Few things that people must do and not do on Holika Dahan day. know more about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X