Holika Dahan 2022: શું છે હોલિકા દહનની કથા? કેમ પવિત્ર છે હોલિકાની રાખ?

આજે હોલિકા દહન છે, જાણો શું છે હોલિકા દહનની કથા? કેમ પવિત્ર છે હોલિકાની રાખ?

નવી દિલ્લીઃ આજે હોલિકા દહન છે, આજના દિવસે હોલિકાની અગ્નિમાં લાવા કે નાળિયેર પધરાવીને પોતાના અને પરિવાર માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. લોકો હોલિકાની અગ્નિમાં જવ ફેંકીને બધી નકારાત્મક વસ્તુઓથી છૂટકારો મેળવવા માટે પણ ભગવાનને પ્રાર્થના કરે છે. વાસ્તવમાં, હોળી માત્ર પ્રેમ, ઉલ્લાસનો તહેવાર નથી પરંતુ તે બુરાઈ પર અચ્છાઈની જીતનો પર્વ પણ છે. તમને જણાવી દઈએ કે આ વખતે હોલિકા દહન ખૂબ ખાસ છે કારણકે આજના દિવસે ચાર ખાસ યોગ જેવા કે મૃત યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ, વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને ગુર્વાદિત્ય યોગ બની રહ્યા છે.

હોલિકાની રાખને પોતાના મસ્તક પર લગાવે છે

હોલિકાની રાખને પોતાના મસ્તક પર લગાવે છે

તમને જણાવી દઈએ કે હોલિકા દહનના દિવસે લોકો હોલિકાની રાખને પોતાના મસ્તક પર લગાવે છે અને આમ કરવા પાછળ ઘણા કારણ છે. વાસ્તવમાં, એવુ માનવામાં આવે છે કે હોલિકાની રાખ માથા પર લગાવવાથી વ્યક્તિને આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. વળી, તેની પ્રગતિ થાય છે અને તે ઘણી બધી નકારાત્મક વસ્તુઓથી દૂર રહે છે.

અમુક લોકો ઉપવાસ પણ રાખે છે

અમુક લોકો ઉપવાસ પણ રાખે છે

એટલુ જ નહિ હોલિકાની ભસ્મને ઘરમાં છાંટવાથી વ્યક્તિના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધનો માહોલ રહે છે. ક્યાંક-કયાંક તો લોકો હોલિકા દહન થવા સુધી ઉપવાસ પણ રાખે છે.

હોલિકાની અગ્નિ સળગતા શરીરનુ માનક છે

હોલિકાની અગ્નિ સળગતા શરીરનુ માનક છે

વળી, કોઈ પણ નવપરિણીતોને હોલિકાની અગ્નિને જોવાથી રોકવામાં આવે છે કારણકે હોલિકાની અગ્નિ સળગતા શરીરનુ માનક છે માટે નવી દુલ્હનને આ અગ્નિથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેને અશુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે અગ્નિને જોવાથી લોકોના દાંપત્ય જીવમાં મુશ્કેલીઓ શરુ થઈ જાય છે.

શું છે કહાની?

શું છે કહાની?

ધાર્મિક માન્યતા છે કે હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ ભગવાન વિષ્ણિનો પરમ ભક્ત હતો પરંતુ એ વાત તેના પિતાને સારી નહોતી લાગતી માટે તેને ઘણા બધા કષ્ટ આપ્યા અને કહ્યુ કે તુ મારી પૂજા કરે પરંતુ જ્યારે તે ન માન્યો તો તેણે પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસાડીને તેને જીવતો સળગાવવાની કોશિશ કરી કારણકે હોલિકાને ન સળગવાનુ વરદાન મળ્યુ હતુ પરંતુ અગ્નિમાં જતા જ તે બળીને ખાખ થઈ ગઈ અને પ્રહલાદ જીવતો પાછો આવ્યો હતો. આ દિવસે ફાગણ મહિનાની પૂનમ હતી, ત્યારથી હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા સાથે આવુ તેના ખોટા ઈરાદાના કારણે થયુ હતુ. આ કારણે આ પર્વને બુરાઈ પર અચ્છાઈની જીત તરીકે મનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ નરસિંહનુ રુપ ધારણ કરીને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X