For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાશિઓ માટે વર્ષ 2019 સારું નથી

વર્ષ 2019 ની શરૂઆત સૂર્ય ગ્રહણ સાથે થઇ અને તે પછી ચંદ્ર ગ્રહણ પણ લાગ્યું. લોકોના જીવન પર આ આકાશી ઘટનાઓની અસર ક્યાંય ને ક્યાંક પડે છે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019 ની શરૂઆત સૂર્ય ગ્રહણ સાથે થઇ અને તે પછી ચંદ્ર ગ્રહણ પણ લાગ્યું. લોકોના જીવન પર આ આકાશી ઘટનાઓની અસર ક્યાંય ને ક્યાંક પડે છે. આ ઉપરાંત દિવસ, મહિનાઓ, વર્ષ બદલાવા સાથે ગ્રહોમાં થનારા પરિવર્તન સામાન્ય માણસ પર અસર કરે છે.

આપણે યોગ્ય તકની રાહ જોઈએ છીએ કે ક્યારે નસીબ આપણી તરફેણમાં હોય અને આપણે સારા ફ્યુચર માટે યોગ્ય પગલાં લઈ શકીએ. ઘણી રાશિઓ એવી હોય છે કે જ્યારે નસીબ તેમની સાથે હોય છે અને થોડી મહેનત સાથે તેમનું કામ બની જાય છે. તો કેટલાક એવા પણ લોકો હોય છે જેમણે તેટલું જ પરિણામ મેળવવા માટે તન તોડ મહેનત કરવી પડે છે.

આ પણ વાંચો: શું તમે સિંગલ છો, તો રાશિ પ્રમાણે જાણો તમારે કેવા મેલ પાર્ટનરને ડેટ કરવા જોઈએ?

આ લેખ દ્વારા જાણીએ કે એવી કઈ રાશિઓ છે જેમને વર્ષ 2019 માં નસીબનો સાથ ઓછો મળશે અને તેના માટે પણ તેમને સખત મહેનત કરવી પડશે. જો તમારી પણ રાશિ આ લિસ્ટમાં શામેલ છે, તો નિરાશ થવાની જરૂર નથી. ફક્ત તમારા પ્રયાસો ચાલુ રાખો.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના લોકો છેલ્લા કેટલાક સમયથી કેટલીક બાબતોને અવગણતા હતા અને તેઓ તેનાથી વાકેફ પણ છે. તેઓને આ વર્ષે આર્થિક પક્ષે ઉતાર અને ચઢાવ જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી ન રહેવાથી વસ્તુઓ યોગ્ય રીતે આગળ વધી શકશે નહીં. તમારા પ્રેમ જીવનમાં પણ કેટલીક મુશ્કેલી આવી શકે છે. નાણાકીય મુશ્કેલીઓના કારણે તમને અન્ય ક્ષેત્રોમાં આવી મુશ્કેલી આવી શકે છે.

મિથુન

મિથુન

મિથુન રાશિના લોકો એવા લોકો માનવામાં આવે છે જેમની બે પર્સનાલિટી હોય છે. તેમનું તે વ્યક્તિત્વ ત્યારે જ સામે આવે છે જ્યારે તેઓ કોઈ પણ મુદ્દા વિશે ગૂંચવણમાં આવે છે અને તે તેના માટે કોઈ ઉકેલ શોધી શકતા નથી. વ્યવસાયના ક્ષેત્રે ઘણી મૂંઝવણની પેદા થવાની સ્થિતિમાં તમે ખોટો નિર્ણય લઈ શકો છો. સંબંધોના કિસ્સામાં તમે તમારા જીવનસાથીની જરૂરિયાતોને અવગણી શકો છો. ઘણી વસ્તુઓ ખરીદવાની તમારી ઇચ્છા તમારી નાણાકીય સ્થિતિને બગાડી શકે છે. આ બધા પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. ધીરજ રાખો, વર્ષના અંત સુધીમાં તમારી સ્થિતિ વધુ સારી થઈ જશે અને તમે શાંતિ અનુભવશો.

કર્ક

કર્ક

કર્ક રાશિના લોકો માટે વર્ષ 2019 કઈ ખાસ નજર આવતું નથી. જે લોકો તમને સારી રીતે જાણે છે તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. તે લોકો સમાજમાં તમારા માન સમ્માન અને પ્રતિષ્ઠાને પણ નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેથી કેટલાક લોકો સાથે દલીલ કરવાથી બચો. તમે તમારા આત્મસન્માનની રક્ષા કરો. આ વર્ષમાં રિલેશનશિપમાં થોડો ઉતાર ચડાવ આવી શકે છે. સ્થિતિને ખરાબ થતી બચાવવા માટે તમે શાંત રહો અને ખુશ રહો. ધ્યાન અને યોગ દ્વારા મનના સંઘર્ષને ટાળવાનો પ્રયત્ન કરો. એવી શક્યતા છે કે તમને વ્યવસાય ક્ષેત્રમાં પણ કેટલીક તકલીફ થઈ શકે. વિદેશમાં રહેલા સંપર્કો પણ ખરાબ થઇ શકે છે.

English summary
Horoscope 2019: Unlucky Zodiac Signs In 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X