For Quick Alerts
For Daily Alerts
Palmistry: એકની અંદર ત્રણ ત્રિભુજ દર્શાવે છે ઉંડા રાઝ
હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીમાં અને રહસ્યમયી ચિહ્નોનું વર્ણન છે, જેમાંથી કેટલાક ઉંડા રહસ્યો દર્શાવે છે. આવું જ એક ચિહ્ન છે, ત્રણ ત્રિભુજનું ચિહ્ન. આ ચિહ્ન સાધારણ ત્રિભુજ નહીં પરંતુ એકની અંતે ત્રણ ત્રિભુજનું છે. આ ચિહ્ન દુર્લભ શ્રેણીનું છ, અને દર 10 લાખ લોકોએ એકમાં જ મળે છે. ચાલો જાણીએ શું છે તેનો અર્થ. હથેળીમાં ક્યાં પણ ત્રણ તરફની રેખાઓ ભેગી થાય તો ત્રિભુજ બને છે. આવા ત્રણ ત્રિભુજ એકની અંદર એક હોય છે એટલે કે એક મોટા ત્રિભુજની અંદર બે નાના ત્રિભુજ.

ત્રણ ત્રિભુજની આકૃતિ
- હથેળીના મધ્યભાગમાં ત્રણ ત્રિભુજની આકૃતિ હોય તો આવા જાતકો ભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિઓ અપાર ધનના માલિક હોય છે. અને રાજાની જેમ જીવન વીતાવે છે.
- ત્રણ ત્રિભુજની આકૃતિવાળા વ્યક્તિ કોઈ પણ દેશના રાજા, ઉચ્ચઅધિકારી કે સફળ નેતા બને છે.
- ત્રણ ત્રિભુજમાંથી સૌથી નાનો ત્રિભુજ તૂટેલો હોય તો આવા જાતકની હત્યા થાય છે.
- ત્રણ ત્રિભુજમા સૌથી બહારના ત્રિભુજની એક શાખામાંથી નીકળેલી કોઈ રેખા શુક્ર પર્વત તરફ જતી હોય તો જાતક હિંસક યૌન અપરાધી હોય છે અને પોતાના કામને કારણે જેલમાં જઈ શકે છે.

ત્રણ ત્રિભુનો અર્થ
- ત્રણ ત્રિભુજમાં મધ્યનો ત્રિભુજ જો તૂટેલો હોય તો જાતકો જુગારમાં પોતાની સંપત્તિ ખોઈ નાખે છે.
- જો આ ત્રણ ત્રિભુજ સૂર્ય પર્વત પર હોય થો જાતકોને સરકારી નોકરીમાં ઉચ્ચ પદ મળે છે અને તે ખૂબ સંપત્તિ એક્ઠી કરે છે.
- સૂર્ય પર્વત પર બનેલા ત્રણ ત્રિભુજને વચ્ચેથી ભેદતી કોઈ રેખા નીકળતી હોય તો જાતક લાંચ લેતા પકડાઈ જાય છે.
- તો ત્રણ ત્રિભુજ ગુરુ પર્વત પર હોય અ તેમાં તલ હોય તો જાતકને જબરજસ્ત સામાજિક અપમાન ભોગવવું પડી શકે છે.

આવા લોકો હોય છે મહા ભાગ્યશાળી
- શનિ પર્વત પર ત્રિભુજ હોય અને તેને કોઈ રેખા ભેદતી હોય તો જાતકો ગુનેગાર, ધૂર્ત અને આર્થિક અપરાધી બને છે.
- ત્રણ ત્રિભુજની એક રેખા જો ભાગ્ય રેખા હોય તો જાતક મહાભાગ્યશાળી હોય છે.