તમને આવા સ્વપ્ન આવે છે તો કોઇને ન કહેતા, જાણી લો આ સપનાનો અર્થ

સ્વપ્ન આવવુ એ સામાન્ય વાત છે. દુનિયામાં મનુષ્ય સિવાય પણ ઘણા પ્રાણીઓને સપવા આવે છે. એવું માનવામાં આવે છે, સ્વપ્ન આપણા વાસ્તવિક જીવન પર આધાર રાખે છે. આવામાં ઘણીવાર ભવિષ્યમાં થવાની ઘટનાનો સંકેત પણ ઘટના દ્વારા મળે છે.

સ્વપ્ન આવવુ એ સામાન્ય વાત છે. દુનિયામાં મનુષ્ય સિવાય પણ ઘણા પ્રાણીઓને સપવા આવે છે. એવું માનવામાં આવે છે, સ્વપ્ન આપણા વાસ્તવિક જીવન પર આધાર રાખે છે. આવામાં ઘણીવાર ભવિષ્યમાં થવાની ઘટનાનો સંકેત પણ ઘટના દ્વારા મળે છે. શું તમને જાણ છે કે, સપનાઓનું વિજ્ઞાન પણ છે. જેને સ્વપ્નશાસ્ત્ર કહેવામાં આવે છે. જેમાં વ્યક્તિને આવતા સપનાઓના અર્થ પણ જણાવ્યા છે.

 dreams

સામાન્ય રીતે આપણે જે સપના જોતા હોઈએ છીએ, તે આપણે ઘણીવાર આપણા પ્રિયજનો સાથે અથવા મિત્રો સાથે તેની ચર્ચા કરીએ છીએ, પરંતુ સ્વપ્ન વિજ્ઞાન આ સાથે સહમત નથી. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સ્વપ્ન તમારા મિત્રો કે સંબંધીઓને ન જણાવવા જોઈએ. જે સપના તમને આર્થિક લાભ આપે છે, જો આપણે તે સપના વિશે કોઈને કહીએ, તો આપણને લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તો આવા સપના તમારે કોઇ સાથે શેર ન કરવા.

સ્વપ્નમાં પોતાનું મૃત્યુ જોવું

જો તમે તમારા સપનામાં તમારું મૃત્યુ જુઓ છો અથવા અન્ય વ્યક્તિનું મૃત્યુ જુઓ છો, તો આવા સપના કોઈની સાથે શેર ન કરો. નહીંતર, ઘરમાં આવતી ખુશીઓને કોઇની નજર લાગી જાય છે. આ સાથે તમને મળનારા સારા સમચાર અટકી જાય છે.

સ્વપ્નમાં માતા-પિતાને પાણી આપવું

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, જો તમે તમારા સપનામાં તમારા માતા-પિતાને પાણી આપી રહ્યા છો, તો આ સ્વપ્ન દર્શાવે છે કે, તમે ભવિષ્યમાં પ્રગતિ કરશો. અને જો તમે આવા સ્વપ્ન કોઈની સાથે શેર કરો છો, તો તમારી પ્રગતિમાં અવરોધ આવવાની સંભાવના છે.

ફળોના બગીચા જુઓ

જો સ્વપ્નમાં તમે ફળનો બગીચા દેખાય છે, તો આ સ્વપ્નનો અર્થ એ છે કે, તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સાથે આ સ્વપ્ન આવારા નાણાકીય લાભ વિશે પણ સૂચવે છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર આવા સ્વપ્ન કોઇને કહેવાથી લાભની જગ્યાએ નુકસાન થાય છે.

ચાંદીનો કળશ જુઓ

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમે તમારા સપનામાં ચાંદીનો કળશ જુઓ છો, તો તેનો અર્થ છે કે, તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે. આ પ્રકારનું સ્વપ્ન સૂચવે છે કે, આવનારા ભવિષ્યમાં તમારા માટે સારા દિવસો આવવાના છે. આવા સપના બીજાને જણાવવાથી ઘરે આવેલી લક્ષ્મી પાછી ફરી જાય છે.

સ્વપ્નમાં ભગવાનને જોવાનો અર્થ

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, જો તમે તમારા સપનામાં ભગવાનના દર્શન કરો છો, તો તેનો અર્થ એ છે કે, તમને જલ્દી જ તમારી નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળશે. તમારે આવા સ્વપ્ન કોઈને ન જણાવવું જોઈએ નહીં. કારણ કે તેનાથી તમારા હાથમાં આવેલી તક છીનવાઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X