આ ઘરેણું કરે છે ઉપચાર, તાંબાની વીંટી પહેરવાના છે અનેક લાભ

Written By:
Subscribe to Oneindia News

તમારામાંથી કેટલા લોકો જ્યોતિષમાં વિશ્વાસ ધરાવે છે? આપણામાંથી મોટાભાગના લોકો આ બધામાં વિશ્વાસ કરતા નથી. પણ તે અંગે જાણવામાં જરૂર રસ ધરાવે છે. આશ્ચર્યની વાત એ છે કે તાંબુ, પીતળ, પ્લેટિનમ, સોનું, ચાંદી અને લોખંડ જેવી ધાતુઓએ જ્યોતિષ શાસ્ત્રમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. આજે અમે તમને જ્યોતિષને આધારે તાંબાની રીંગ પહેરવા પાછળનું મહાત્મય જણાવિશું.

ring

તાંબુ એક પ્રાચિન ધાતુ છે. જેનો ઉપયોગ રક્તની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવે છે. તેના ઉપયોગથી યકૃતનું કાર્ય મજબૂત બને છે. આપણા શરીરમાં તાંબાનું પ્રમાણ જરૂરી છે. કારણ કે તેની ખામીથી સંક્રમિત રોગોનો ખતરો વધી જાય છે. તેની ખામી ઓસ્ટિયોપોરોસિસ અને વાળ, ત્વચા પણ બગડી શકે છે. આરોગ્યની વાત કર્યા બાદ જ્યોતિષ અનુસાર તાંબાના આંગળીમાં પહેરવાથી શું લાભ થાય છે તે જાણીએ..
ring

તાંબાની વીંટીના લાભ ઃ

ઘણા લોકો તાંબાની રીંગ પહેરવામાં વિશ્વાસ ધરાવે છે. તાંબાની વીંટી પહેરવાથી વાસ્તુદોષમાં રાહત મળે છે. તેનાથી તમને રોગપ્રતિકારક શક્તિ મળે છે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે છે. આ વીંટી પહેરવાથી તમારા જીવનમાં અનેક શાંતપૂર્ણ ફેરફારો આવે છે. તાંબાની વીંટી પહેરવાથી સૂરજ અને તેના ખરાબ પ્રભાવમાંથી બચી શકાય છે. જે સમયે તમે હેરાન હોય ત્યારે તાંબાની વીંટી તમને શાંત કરે છે.

તમને મુશ્કેલીઓ સામે લડવાની તાકત મળે છે. બુધ્ધિના ઉપયોગથી યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે છે. જો તમારી કુંડળીમાં સૂર્ય કમજોર હોય તો તેની દશાથી બચવા માટેનો સીધો ઉપાય છે કે તમે જ્યોતિષ પ્રમાણે તાંબાની વીંટી પહેરો. હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર માંથી રાહત મેળવવા માટે પણ તાંબાની વીંટી ફાયદાકારક નીવડે છે.

copper

કોપરની વીંટી પહેરવાથી શરીરના સોજાનું પ્રમાણ ઘટાડી શકાય છે ઃ

ઉપરાંત સામાન્ય શારીરિક મુશ્કેલીઓ જેવી કે, શરીરમાં દુખાવો, પેટની તકલિફો, પાચનની તકલિફો, ઝાડા થવા આ તમામ તકલિફોમાં રાહત આપે છે. આ મુશ્કેલીઓમાં રાહત મેળવવી હોય તો કોપરની રીંગ પહેરી ઝડપી લાભ મેળવી શકાય છે. નખ અને ચામડીની તકલિફોના ઉપચારમાં પણ તે ફાયદો કરે છે. અંતે સંક્ષેપમાં, તાંબાની વીંટી પહેરવાથી અનેક શારીરિક રોગોમાં રાહત મેળવવામાં મદદ મળે છે.

English summary
"Read to know what are the benefits of wearing a copper ring. Read to know what are the benefits of wearing copper ring according to astrology
Please Wait while comments are loading...