• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Inspirational Story: જ્યારે એ ઈચ્છશે ત્યારે તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરશે

|
Google Oneindia Gujarati News

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એક સ્થિતિ ચોક્કસ બને છે - નિરાશા કે ડિપ્રેશનની સ્થિતિ. ઘણી વાર એવુ થાય છે કે વ્યક્તિ કોઈ લક્ષ્ય મેળવવા માટે પોતાની પૂરી ક્ષમતા લગાવી દે છે પરંતુ તેને નિષ્ફળતા મળે છે. જો કોઈ વ્યક્તિએ પૂરી લગન અને ઈમાનદારીથી મહેનત કરી હોય અને પોતાનુ ફળ ન મળે તો તેનુ નિરાશ થવુ ખૂબ જ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. આ સ્થિતિમાં વ્યક્તિ તૂટી જાય છે અને પોતાના પરથી તેનો વિશ્વાસ ઉઠી જાય છે. આ જ સમય છે, જ્યારે ઈશ્વર પર કરવામાં આવેલી અતૂટ શ્રદ્ધા સહારો બને છે અને વ્યક્તિને કોઈ પણ ખોટુ પગલુ લેતા રોકી લે છે.

કેવી રીતે, એક પ્રેરણાદાયક વાર્તાના માધ્યમથી જાણીએ

કેવી રીતે, એક પ્રેરણાદાયક વાર્તાના માધ્યમથી જાણીએ

એક સંત હતા. ઘણા વર્ષોથી ઈશ્વર અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વનમાં રહીને તપ કરી રહ્યા હતા. તેમણે સંસારનો તો ત્યાગ કરી દીધો હતો, ધીમે ધીમે અન્ન, પછી જળનો પણ ત્યાગ કરી દીધો. સંત મહારાજે બધા પ્રયત્નો કરી લીધા પરંતુ તેમને દિવ્ય જ્ઞાન ન મળ્યુ જેની તેમને શોધ હતી. છેવટે તેમનો વિશ્વાસ ડગી ગયો પરંતુ તે પાગલોની જેમ ભટકવા લાગ્યા. જ્યાં જગ્યા મળે ત્યાં રોકાઈ જતા, જમવાનુ મળે જમી લેતા પછી આગળ ચાલી નીકળતા, તેમને સમજમાં નહોતુ આવતુ કે તે કરે તો શું કરે.

બેટા! તુ તો ચોરી કરવા નીકળ્યો હશે

બેટા! તુ તો ચોરી કરવા નીકળ્યો હશે

આ જ રીતે એક ગામમાં વૃક્ષ નીચે ભૂખ્યા-તરસ્યા, નિરાશ્રિત પડ્યા હતા. ત્યારે એક ચોરે તેમની હાલત સાંભળી અને બોલ્યો મહારાજ! તમારી દશા બહુ ખરાબ થઈ રહી છે. હું ચોર છુ, જો તમને વાંધો ન હોય તો, મારા ઘરે આવીને સ્વાસ્થ્યનો લાભ લો. સંત તેના ઘરે ચાલી નીકળ્યા. ઘરે પહોંચીને તેમણે કહ્યુ કે બેટા! તુ તો ચોરી કરવા નીકળ્યો હોઈશ. મારા કારણે તારુ કામ અટકી ગયુ. ચોર હસીને બોલ્યો - બાબાજી! તેની શું ચિંતા. જ્યારે એ ઈચ્છશે ત્યારે થઈ જશે. મહાત્માજી તેની વાત સાંભળી ચોંકી ગયા. આ રીતે પાંચ દિવસ વીતી ગયા. ચોર રોજ રાતે ચોરી કરવા જતો અને ખાલી હાથે પાછો આવતો. મહારાજ જ્યારે પૂછતા કે ફરીથી ખાલી હાથ છે, તો તે હસીને કહેતો - જ્યારે એ ઈચ્છશે ત્યારે થઈ જશે. છઠ્ઠા દિવસે તેણે મોટો હાથ માર્યો. ધન જોઈને બાબાજીએ કહ્યુ - આજે તો તારુ કામ થઈ ગયુ. આજે પણ ચોર હસીને બોલ્યો - તેણે ઈચ્છ્યુ તો થઈ ગયુ. જ્યારે એ ઈચ્છે, બધુ થાય છે.

'તુ છે એક ચોર અને અસલ જ્ઞાન મે તારી પાસેથી મેળવ્યુ'

'તુ છે એક ચોર અને અસલ જ્ઞાન મે તારી પાસેથી મેળવ્યુ'

તેની વાતો સાંભળીને સંતની આંખોમાંથી આંસુ નીકળ્યા. તેમણે કહ્યુ - બેટા! તુ એક ચોર છે અને મે અસલ જ્ઞાન તારી પાસેથી મેળવ્યુ. મારી બધી વિદ્યા, જ્ઞાન એક તરફ અને તારો વિશ્વાસ એ બધા પર ભારે. હું આટલી અમથી વાત ના સમજી શક્યો કે પ્રયત્ન કરવો આપણા હાથમં, ફળ આપવુ તેના હાથમાં. તે એકદમ સાચુ કહ્યુ - જ્યારે તે ઈચ્છે, ત્યારે જ સંભવ થાય છે. આજે તે મને રસ્તો બતાવી દીધો. ત્યારબાદ મહાત્માજીએ તે ચોર પાસેથી વિદાય લીધી અનને પાછા તપ કરવા લાગી ગયા. તે સમજી ચૂક્યા હતા, જ્યારે તે ઈચ્છશે, ત્યારે થઈ જશે.


શિક્ષા

દોસ્તો, યાદ રાખો, આ સૃષ્ટિ એ અંતર્યામીની લીલા છે અને આપણે સૌ તેમના સંતાનો. તે પળેપળ આપણી ભલાઈ માટે લાગેલા છે. માટે વહેલા મોડા તે તમારુ ધ્યાન પણ રાખશે. એ અનંત શક્તિ પર ભરોસો રાખો અને પ્રયત્ન કરતા રહો. પોતાનુ અમૂલ્ય જીવન દાવ પર ના લગાવો કારણકે જ્યારે એ ઈચ્છશે, તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરશે.

મોદી સરકાર ચીનના બહિષ્કારની વાતો કરે અને તેની જ પાસેથી લોન લે છેમોદી સરકાર ચીનના બહિષ્કારની વાતો કરે અને તેની જ પાસેથી લોન લે છે

English summary
Inspirational Story: Where there is a will, there is a way, Dont Give UP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion