For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું કહે છે, તમારી રાશિ તમારા માટે

|
Google Oneindia Gujarati News

દરેક નામ કંઇક કહે છે તેવું હું નહીં પણ જ્યોતિષનું માનવું છે. મોટાભાગે આપણું નામ આપણા જન્મના સમય મુજબ જે તે રાશિના આધારે પાડવામાં આવે છે.

બ્રમ્હાંડમાં 9 ગ્રહ અને નક્ષત્ર આપણા જીવનને પ્રભાવિત કરે છે. સાથે જ આપણી રાશિ પણ આપણા સ્વભાગ આપણા ગુણો, પસંદ ના પસંદને પ્રભાવિત કરે છે.

ત્યારે તમારી રાશિ તમારા વિષે શું કહે છે તે જાણશું આજના આ ફોટા સ્લાઇડરમાં. તો જોતા રહો આ ફોટોસ્લાઇડર...

મેષ

મેષ

મંગળ, મેષ રાશિનો સ્વામી ગ્રહ છે. આ રાશિના લોકો નીડર હોય છે. સાથે તેઓ ઉર્જાવાન અને ગતિશીલ હોય છે. આવા લોકોને નવી ભૂમિકાઓ ભજવવી ગમે છે. વધુમાં આ લોકો ખૂબ જ લોકપ્રિય હોય છે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના લોકો તેમનું જીવન આરામથી વ્યતિત કરવાનું પસંદ કરે છે. અને માટે જ તે દુનિયાની તમામ ભૈતિક વસ્તુઓ ભેગી કરે છે. તે લોકો આ સુખ સુવિધા વચ્ચે જીવન પસાર કરવાનું પસંદ કરે છે. શુક્ર આ રાશિનો સ્વામી છે.

મિથુન

મિથુન

મિથુનનો સ્વામી બુધ છે. આ રાશિના લોકો વાતોડિયા હોય છે. વળી મિથુન રાશિના લોકો પોતાના સંબંધોને સારા બનાવાનો હંમેશા પ્રયાસ કરતા રહે છે.

કર્ક

કર્ક

કર્ક રાશિના લોકો પરિવારથી જોડાયેલા લોકો હોય છે તે ઘરથી જોડાયેલા કામમાં અધિક રૂચિ લે છે. આ રાશિનો સ્વામી ચંદ્ર છે.

સિંહ

સિંહ

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના લોકો મહત્વકાંક્ષી અને રચનાત્મક હોય છે. વધુમાં આ લોકો સામે વાળા પર પોતાની ગંભીર છાપ છાડે છે.

કન્યા

કન્યા

કન્યા રાશિનો સ્વામી બુધ છે. આ લોકો આલોચનાત્મક સ્વભાવવાળા અને મુડિયલ હોય છે. આ રાશિના લોકો મહેનતુ, વ્યવસ્થિત અને કુશળ હોય છે અને તમામ કામ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરે છે.

તુલા

તુલા

આ રાશીનો સ્વામી શુક્ર છે. આ લોકોને જ્યારે તેમના પ્રેમી કે પાટનરનો સાથે મળે છે ત્યારે તે પોતાની જાતને પૂર્ણ માને છે. વધુમાં આ રાશિના લોકો તમામ વસ્તુ નાપ તોલીને કરે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકો રહસ્ય છુપાવામાં નિપૂર્ણ હોય છે. વળી તેમના મનની અંદર છુપાયેલી ઉત્સુકતા તેમને પોતાના મનના સવાલના જવાબ શોધવામાં મદદ કરે છે.

ધનુ

ધનુ

ધનુરાશિનો સ્વામી બૃહસ્પતિ છે. આ સચ્ચાઇ જાણવી ખૂબ જ ગમે છે અને તે હંમેશા દર્શનશાસ્ત્ર અને ધર્મમાં પોતાની રૂચિ બનાવી રાખે છે.

મકર

મકર

આ રાશિનો સ્વામી શનિ છે. આ લોકો ધૈર્યવાન, મહેનતી અને કુશળ હોય છે. આ રાશિના લોકોને તેમનું બધુ જ કામ વ્યવસ્થિત કરવું ગમે છે.

કુંભ

કુંભ

કુંભ રાશિનો સ્વામી શનિ અને યૂરેનસ છે. આ રાશિના લોકો માનવીય, પરોપકારી અને દુનિયાને સારી જગ્યા બનાવામાં વિશ્વાસ કરે છે.

મીન

મીન

આ રાશિનો સ્વામી બૃહસ્પતિ છે. આ રાશિના લોકો નિસ્વાર્થી હોય છે. તે હંમેશા બીજાને મદદ કરવાનું પસંદ કરે છે.

English summary
There are 12 rashees as per astrology. The place of moon in one’s horoscope determines one’s rashee. From centuries people keep their children’s name as per their rashee and every rashee has different set of letters. At the time of birth, the place of moon is in whichever rashee, that becomes the child’s rashee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X