Kundli: સ્ત્રીના ચરિત્રના રાઝ ખોલી દે છે જન્મ કુંડળી
કોઈ સ્ત્રીની જન્મકુંડળીમાં એ કઈ ગ્રહ સ્થિતિઓ હોય છે જેના કારણે તેનુ ચારિત્ર્ય સારુ કે ખરાબ બને છે. ચાલો જાણીએ આવા જ કેટલાક ગ્રહયોગો..
નવી દિલ્લીઃ સ્ત્રી કે પુરુષનુ ચારિત્ર્ય કેવુ છે તે તેની કુંડળી જોઈને જાણી શકાય છે. અમે અત્યારે માત્ર સ્ત્રીની કુંડળી વિશે વાત કરી રહ્યા છીએ. કોઈ સ્ત્રીની જન્મકુંડળીમાં એ કઈ ગ્રહ સ્થિતિઓ હોય છે જેના કારણે તેનુ ચારિત્ર્ય સારુ કે ખરાબ બને છે. લગ્ન અને ચંદ્રથી સ્ત્રીના શરીરનુ, સપ્તમ તેમજ અષ્ટમ ભાવથી તેના સૌભાગ્ય અને સંતાન વગેરે વિશે જાણી શકાય છે. ચાલો જાણીએ આવા જ કેટલાક ગ્રહયોગો...

- જો સ્ત્રીની કુંડળીમાં લગ્ન અને ચંદ્ર સમાન રાશિઓમાં હોય તો સ્ત્રી સ્વભાવયુક્ત હોય છે. એટલે કે તેમાં લજ્જા, નમ્રતા, મૃદુતા વગેરે ગુણો જોવા મળે છે.
- જો સાતમા ભાવમાં શુભ અને પાપી બંને પ્રકારના ગ્રહ હોય તો સ્ત્રી એક કરતા વધુ લગ્ન કરે છે.
- જો સાતમા ભાવમાં નબળો અશુભ ગ્રહ બેઠો હોય અને તેના પર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો કોઈ કારણસર પતિ તેનો ત્યાગ કરે છે.
- જો સ્ત્રીની કુંડળીના આઠમા ભાવમાં રાહુ હોય તો તે સ્ત્રી કુળ અને ધર્મનો ધર્મ નષ્ટ કરનારી હોય છે.
- સપ્તમ ભાવમાં મંગળ કે શનિની રાશિ અથવા મંગળ કે શનિના નવમાંશમાં હોય તો તેની યોનિમાં રોગ થાય છે.
- જો લગ્ન ચંદ્ર, શુક્ર, મંગળ અથવા શનિની રાશિમાં અને નવમાંશમાં હોય તો સ્ત્રી વ્યભિચારી હોય છે.
- પંચમમાં મંગળ હોય તો સ્ત્રીમાં ચંચળતા અને નિર્લજ્જતા વધુ હોય છે.












Click it and Unblock the Notifications
