For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમુરતા શરૂ થઈ ગયા, હવે એક મહિના સુધી માંગલિક કાર્યો નહી થાય

આજથી ખર માસ એટલે કે કમુરતા પ્રારંભ થશે.

By Desk
|
Google Oneindia Gujarati News

આજે માગશર સુદ બારસ છે. આજથી ખર માસ એટલે કે કમુરતાનો પ્રારંભ થશે. આ સાથે જ એક માસ સુધી માંગલિક કાર્યો પણ અટકી જશે. 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ખર માસની સમાપ્તિ થશે. સૂર્ય ઉત્તરાયણમાં જશે અને શુભ માંગલિક કાર્યો શરુ થશે. જો કે કમુરતા એટલે કે ખર માસનુ પણ ખાસ મહત્વ સનાતમ ધર્મમાં છે. ખર માસમાં પણ પિતૃ પક્ષની જેમ પિંડ દાન કરવાનુ મહત્વ હોય છે. આજથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતાની સાથે જ અશુદ્ધ માસનો પ્રારંભ થશે.

Recommended Video

આજથી શરૂ થશે કમુરતા, એક મહિના સુધી નહીં થાય માંગલિક કાર્યો

marriage

સૂર્ય સંક્રાંતિ અને લગ્નના રાજા હોય છે. તેમનુ રાશિ પરિવર્તન ખર માસ સર્જે છે માટે આ સમય દરમિયાન કોઈ શુભ કે માંગલિક અને ધાર્મિક કાર્યોનુ આયોજન કરવામાં આવતુ નથી. લગ્ન, નવા ઘરમાં પ્રવેશ, નવા વાહનની ખરીદી, સંપત્તિની લે-વેચ જેવા કાર્યો એક માસ સુધી કરી શકાશે નહિ. 14 જાન્યુઆરી 2022ના રોજ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાની સાથે જ આ ખર માસની પણ સમાપ્તિ થઈ જશે.

કહેવામાં આવે છે કે ખર માસ દરમિયાન સૂર્ય મલિન અવસ્થામાં હોય છે. તેથી આ સમય દરમિયાન શુભ કાર્યો કરવા ન જોઈએ. આ ઉપરાંત સૂર્ય ગુરુની રાશિ ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે તેથી આ સમય દરમિયાન લગ્ન જેવા કાર્યો કરવામાં આવતા નથી. કારણકે લગ્ન માટે સૂર્ય અને ગુરુ બંને મજબૂત સ્થિતિમાં હોય તે જરુરી છે.

English summary
Kamurta started, Manglik karya will not be done for a month now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X