Karwa Chauth 2022: કડવા ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ અને કથા
પરિવારની સુખ-સમૃદ્ધિ, સંતાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓ કડવા ચોથનુ વ્રત રાખે છે. જાણો તારીખ, પૂજા વિધિ અને કથા.
નવી દિલ્લીઃ પરિવારની સુખ-સમૃદ્ધિ, સંતાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓ કડવા ચોથનુ વ્રત રાખે છે. આ વખતે 13 ઓક્ટોબર, 2022ના રોજ ગુરુવારે કડવા ચોથનુ વ્રત રાખવામાં આવશે. કડવા ચોથની રાતે વૃષભ રાથિનો ચંદ્રમા પોતાના સૌથી પ્રિય નક્ષત્ર રોહિણીમાં રહેશે. આનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમમાં વૃદ્ધિ થશે. ચંદ્રોદય રાતે 8 વાગીને 28 મિનિટે થશે. આ સમય ઉજ્જૈનના સૂર્યોદય અનુસાર છે. અન્ય જગ્યાઓ માટે સ્થાનિક સૂર્યોદય અનુસાર ચંદ્રોદયના સમયમાં અમુક મિનિટોનો ફેરફાર આવી શકે છે.

કડવા ચોથનુ પંચાંગ
કડવા ચોથ 13 ઓક્ટોબર, 2022ના રોજ ચતુર્થી તિથિમાં રાતે 3.10 વાગ્યા સુધી રહેશે. કૃતિકા નક્ષત્ર સાજે 6.42 સુધી અને ત્યારબાદ રોહિણી નક્ષત્રમાં પ્રારંભ થઈ જશે. સિદ્ધિ યોગ બપોરે 1.53 સુધી ત્યારબાદ વ્યતિપાત યોગ રહેશે. ચંદ્રમા વૃષભ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં રહેશે.

શું છે પરંપરા
કડવા ચોથને કરક ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ દિવસે મહિલાઓ હાથમાં મહેંદી લગાવી, સોળ શ્રૃંગાર કરીને પતિના લાંબા આયુષ્માન નિર્જળા વ્રત રાખે છે. બપોરે ગણેશજીની પૂજા કરે છે. સાંજે ગણેશજી અને કરવા માતાની પૂજા કરીને ચંદ્રોદય થવા પર ચંદ્રમાને અર્ધ્ય આપીને પૂજા કરે છે અને પતિના હાથે પાણી પીને વ્રત ખોલે છે.

કડવા ચોથ પર પૂજા વિધિ
કડવા ચોથ પર એક બાજોટ પર જળથી ભરેલો કળશ તેમજ એક માટીના કરવામાં ઘઉં ભરીને રાખવામાં આવે છે. દીવાલ પર ચંદ્રમા, ગણેશ, શિવ, કાર્તિકેયના ચિત્ર બનાવીને પૂજા કરવામાં આવે છે. મહિલા દિવસભર નિર્જળા રહે છે અને રાતે ચંદ્રને અર્ધ્ય આપીને પૂજા કરે છે.

વ્રત કથા
એક સમયે ઈંદ્રપ્રસ્થ નામના સ્થળે વેદ શર્મા નામનો બ્રાહ્મણ પોતાની પત્ની લીલાવતી સાથે નિવાસ કરતો હતો. તેના સાત પુત્ર અને વીરાવતી નામની એક પુત્રી હતી. યુવા થતા વીરાવતીના લગ્ન કરાવી દેવામાં આવ્યા. જ્યારે કાર્તિક કૃષ્ણ ચતુર્થી આવી તો વીરાવતીએ પોતાની ભાભીઓ સાથે કડવા ચોથનુ વ્રત રાખ્યુ પરંતુ ભૂખ-તરસ સહન ન થવાના કારણે ચંદ્રોદય પહેલા જ તે મૂર્છિત થઈ ગઈ. બહેનની આ હાલત ભાઈઓથી ન જોવાઈ તો ભાઈઓએ એક વૃક્ષની પાછળ સળગતી મશાલની રોશની બતાવી અને બહેનને ચેતનાવસ્થામાં લઈ આવ્યા.
વીરાવતીએ ભાઈઓની વાત માનીને વિધિપૂર્વક અર્ધ્ય આપ્યુ અને ભોજન કરી લીધુ. આમ કરવાથી થોડા સમય પછી જ તેના પતિનુ મૃત્યુ થઈ ગયુ. એ રાતે ઈંદ્રાણી પૃથ્વી પર આવ્યા. વીરાવતીએ આ ઘટનાનુ કારણ પૂછ્યુ તો ઈંદ્રાણીએ કહ્યુ કે તે ભ્રમમાં ફસાઈને ચંદ્રોદય થતા પહેલા જ ભોજન કરી લીધુ. માટે તારા આ હાલ થયા છે. પતિને પુનર્જીવિત કરવા માટે તુ વિધિપૂર્વક કડવા ચોથના વ્રતનો સંકલ્પ કર અને આગલા કડવા ચોથ પર વ્રત પૂર્ણ કર. ઈંદ્રાણીનુ સૂચન માનીને વીરાવતીએ સંકલ્પ લીધો તો તેનો પતિ જીવિત થઈ ગયો. પછી આગલા કડવા ચોથ પર વીરાવતીએ વિધિ વિધાનથી વ્રત પૂર્ણ કર્યુ.












Click it and Unblock the Notifications
