આ ભૂલોથી તૂટી શકે છે કડવા ચોથનું વ્રત, જાણો કડવા ચોથના વ્રતમાં શું કરવું અને શું ન કરવું?
Karwa Chauth 2024: કડવા ચોથનું વ્રત દરેક પરિણીત મહિલાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. મહિલાઓ આખા વર્ષ દરમિયાન આ દિવસની રાહ જોતી હોય છે. તેઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે.
હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, કડવા ચોથના દિવસે કેટલીક ભૂલો કરવાથી વ્રત તૂટી શકે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કડવા ચોથના વ્રત દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે કડવા ચોથ ઉજવવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ કડવા માતાની પૂજા કરે છે, અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.
એવું માનવામાં આવે છે કે, કડવા ચોથનું વ્રત મહિલાઓ માટે સૌભાગ્ય અને સુખ લાવે છે, પરંતુ કેટલીક ભૂલો ઉપવાસને તોડી શકે છે, જેના કારણે તેનું પૂણ્ય ફળ મળતું નથી. જે કારણે કડવા ચોથના દિવસે શું કરવું અને શું ન કરવું તે વિશે પહેલાથી જ જાણી લેવું જોઈએ.
હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે કડવા ચોથની ચતુર્થી તિથિ 19 ઓક્ટોબરની સાંજે 6:16 કલાકે શરૂ થશે. જે 20 ઓક્ટોબરની બપોરે 3:40 કલાકે સમાપ્ત થશે. મુખ્ય વ્રત 19 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે.
પૂજાનો શુભ સમય સાંજે 5:45 થી 7:04 સુધીનો રહેશે, અને ઉપવાસનો સમય સવારે 6:34 થી રાત્રે 7:22 સુધીનો રહેશે.

કડવા ચોથના વ્રત દરમિયાન શું કરવું?
- સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો.
- સ્વચ્છ કપડાં પહેરો, ઘરમાં મંદિર સાફ કરો અને કડવા માતાની વિધિવત પૂજા કરો.
- તમામ ઉપવાસ કરનારી મહિલાઓએ સોળે શ્રૃંગાર કરવા જોઈએ.
- રાત્રે પૂજા બાદ ચંદ્ર જોઈને ઉપવાસ છોડવો જોઈએ.
- પ્રસાદ વહેંચો અને યથાશક્તિ મુજબ દાન કરવું જોઈએ
- કડવા ચોથના દિવસે દાનનું વિશેષ મહત્વ છે.
કડવા ચોથના વ્રત દરમિયાન શું ન કરવું જોઈએ?
- મોડે સુધી સૂવું નહીં.
- કોઈની સામે દુર્વ્યવહાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરશો નહીં.
- તમારી મેકઅપની વસ્તુઓ બીજા કોઈને ન આપો.
- કાળા કપડાં પહેરવાનું ટાળો.
- વધારે પડતું બોલવાનું કે કોઈની અવગણના કરવાનું ટાળો. જૂઠું પણ ન બોલો.
- પતિ-પત્ની વચ્ચે ઝઘડો ન હોવો જોઈએ.
- પારણા બાદ માંસાહારી ખોરાક ન ખાવો. પતિએ પણ માંસ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
