For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Malmas 2018: 14 માર્ચ સુધી કરી લો બધા જ શુભ કામ, શરૂ થઈ રહ્યો છે પુરષોત્તમ માસ

14 માર્ચની રાતથી એક મહિના માટે શુભ કાર્યો પર પ્રતિબંધ લાગી જશે, કારણ કે શરૂ થઈ રહ્યો છે અધિકમાસ.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

14 માર્ચની રાતથી એક મહિના માટે તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ લાગી જશે, કારણ કે પુરષોત્તમ માસ શરૂ થવા જઈ રહ્યો છે. ગ્રહ પ્રવેશ, સગાઈ, લગ્ન, વાહન ખરીદી, સંપતિ ખરીદી સાથે અન્ય શુભ કાર્યો કરવા ઈચ્છાનારા જાતકો 14 માર્ચ સુધી પોતાના તમામ શુભ કાર્યોને પૂરાં કરી લે. કારણ કે હવે એક મહિનો તમામ શુભ કાર્યો કરવા વર્જિત રહેશે. સૂર્ય દરેક રાશિમાં લગભગ એક માસ સુધી રહે છે. સૂર્ય જ્યારે જ્યારે ગુરુની રાશિ ધન અને મીનમાં આવે છે ત્યારે તેને 'મલમાસ' કે 'અધિકમાસ' કે 'પુરષોત્તમમાસ' કહે છે.

pooja

શુભ કાર્યો માટે દૂષિત

આ મહિનો શુભ કાર્યો માટે દૂષિત મનાય છે. આ વર્ષે સૂર્ય 14 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. ચૈત્ર કૃષ્ણ દ્વાદશી, બુધવાર તારીખ 14 માર્ચ 2018ને રાત્રે 11 વાગ્યાને 42 મિનિટે સૂર્ય મીન રાશિમાં ગોચર શરૂ કરશે તેની સાથે જ મલમાસની શરૂઆત થઈ જશે. મલમાસ વૈશાખ કૃષ્ણ ત્ર્યોદશી, શનિવાર તારીખ 14 એપ્રિલ 2018ને સવારે 8 વાગ્યાને 13 મિનિટે ખતમ થશે. જેથી તમામ શુભ કાર્યો ત્યારબાદ જ કરવા.

શું છે અધિકમાસ કે પુરષોત્તમ માસ?

સૂર્ય જ્યારે ગુરુની રાશિ ધન અને મીનમાં ગોચર કરે છે ત્યારે આ 'અધિકમાસ' આવે છે. તમામ શુભ કાર્યોમાં ગુરુની શુદ્ધતા હોવી જરૂરી છે. વિવાહ માટે વરને સૂર્યનું બળ અને વધુને બૃહસ્પતિનું બળ મળવું જરૂરી છે. સાથે જ બંનેને ચંદ્રનું બળ હોય તો જ વિવાહ માટે મુહૂર્ત નીકળી શકે છે.

સૂર્ય તેજવાન

જો કે સૂર્ય તેજવાન ગ્રહ છે, જેથી જ્યારે આ બૃહસ્પતિની રાશિ મીનમાં જશે ત્યારે બૃહસ્પતિ નિસ્તેજ થઈ જશે. સાથે જ સૂર્ય પર પણ ક્યાંકને ક્યાંક તેની અસર થશે અને જ્યારે આ બંને ગ્રહોમાં કોઈ બળ નહિં રહે તો આ દિવસ મલિન બની જાય છે. જેથી આ એક માસ દરમિયાન શુભ કાર્યો બંધ રહે છે.

સિંહ, ધન અને મીન રાશિ પર અસર

સૂર્યના મીન રાશિમાં જવાથી ગુરુની રાશિ ધન અને મીન તથા સૂર્યની રાશિ સિંહના જાતકને અસર પહોંચશે. આ ત્રણે રાશિના જાતકોને શિથિલતા અનુભવાશે. આ મહિને તેમનું કોઈ કામમાં મન લાગશે નહિં. થાક અને આળસ તેમના પર હાવી રહેશે. કાર્યને ટાળતા જશો. તમારા કેટલાક કામો પણ અટકશે. આરોગ્યમાં નબળાઈ આવી શકે છે.

English summary
Kharmas or Malmas 2018 starts from March 14th.The period is considered to be a bad period and marriages, house warming are not held.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X