For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ પાંચ રાશિના લોકો જાત પર નથી કરી શક્તા ભરોસો

વિજ્ઞાન અનુસાર સંસારમાં એવા પણ લોકો છે, જે પોતાને બીજા કરતા નબળા સમજે છે. જો મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તેને 'ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ' કહે છે.

|
Google Oneindia Gujarati News

વિજ્ઞાન અનુસાર સંસારમાં એવા પણ લોકો છે, જે પોતાને બીજા કરતા નબળા સમજે છે. જો મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તેને 'ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ' કહે છે. હજી સુધી આવી કોઈ પરિસ્થિતિ વિશે વાત નથી થઈ, અને ડાયગ્નોસ્ટિક સ્ટેસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટર ડિસઓર્ડર્સમાં પણ તેનો ઉલ્લેખ નથી. માનસિક વિકારોના પ્રોફેશનલ્સ પણ આ સ્થિતિનો સ્વીકાર કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં વ્યક્તિ પોતાને નકામો, અક્ષમ સમજવા લાગે છે, તેને પોતાની ક્ષમતા પર શંકા થાય છે.

આજે આ આર્ટિકલ દ્વારા અમે તમને એ રાશિ વિશે જણાવી રહ્યા છીએ જે પોતાના વિશે વિચારે છે અને પોતાની ક્ષમતા પર જ શંકા કરે છે. જ્યોતિષ અનુસાર આવી ઘણી રાશિ છે જેને પોતાના પર શંકા હોય છે. તો ચાલો જાણીએ આ રાશિ વિશે...

તુલા

તુલા

તુલા રાશિના જાતકોને પોતાની સફળતા અને પ્રોત્સાહનને સ્વીકાર કરવું પડકારજનક લાગે છે. આ વ્યક્તિઓને હંમેશા એવા લોકો તરીકે જોવાય છે જે કોઈ કામની પ્રશંસાથી પોતાની જાતને દૂર રાખે છે.

આ રાશિના જાતકો પોતાની જાતને ઓછું મહત્વ આપે છે, અને એટલે જ પોતાની ક્ષમતા, પ્રતિભા, અને કૌશલ્ય પર વિશ્વાસ નથી કરતા. બીજી તરફ તે અંધવિશ્વાસું પણ હોય છે. તેમને લાગે છે કે જે સફળતા તમને મળી છે. તે છીનવાઈ જશે.

મકર

મકર

આ રાશિના લોકો જે કામ કરે છે, તેના પર ઘણી મહેનત અને વિચાર કરે છે. તે પોતાની ઉર્જા અને પ્રયત્ન એવી ચીજો પર કરે છે, જેમાં બાકીના લોકો પાછા પડે છે. આ ઉપરાંત આ રાશિના લોકો પોતાના આત્મવિશ્વાસને લોકો સામે જાહેર નથી થવા દેતા

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકો પોતાને અશક્ય માપદંડ પર માને છે. કોઈ અન્ય રાશિના લોકો કરતા તેમને પોતાની ક્ષમતા પર વધુ શંકા હોય છે. આ કારણે જ તેઓ પરફેક્શનિસ્ટ તરીકે પણ ઓળખાય છે. નક્કી કામ પુરુ ન થવા પર તેઓ પોતાની જાતને સજા આપે છે. બીજી તરફ જો કોઈ કામ પરફેક્ટ ન થાય તો તેઓ પોતાની જાતને નિષ્ફળ માને છે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના જાતકોને નિષ્ફળતાનો ડર લાગે છે. તેઓ જેટલું કામ કરે છે, તેનો સ્ટ્રેસ પોતાના પર લે છે. તેઓ જે પણ કરે છે તેમાં પોતાની જાતથી વધુ પડતી આશા રાખે છે, જે પણ તેમના સ્ટ્રેસનું કારણ બને છે. તેમને લાગે છે કે તેઓ પોતાનો પ્રોજેક્ટ પૂરો નહીં કરી શકે અને લોકો તેમને ફ્રોડ માનશે. તેમને સફળતા તો મળી છે પરંતુ તેમને હંમેશા ડર લાગે છે કે એક દિવસ તેમની પાસેથી બધુ છીનવાઈ જશે

મિથુન

મિથુન

આ રાશિના જાતકો માને છે કે તેઓ યોગ્ય નથી અને તેમનામાં આત્મવિશ્વાસની કમી હોય છે. તેમને જે પ્રોત્સાહન મળે છે, તેનાથી પણ તેઓ ખુશ નથી થતા. તેમને લાગે છે કે તેઓ આ સ્થિતિમાં પહોંચી ચૂક્યા છે જ્યાં તેમની પાસે જે પણ છે તેના તે વ્યક્તિગત રીતે જવાબદાર છે. આ રાશિના જાતકો પ્રભાવશાળી હોય ચે. તેઓ લાંબા સમય સુધી તમને તેમની વાતોમાં સાંકળી રાખે છે. તેમને ખુદ પર વધુ ભરોસો કરવાની જરૂર હોય છે. અને આ રાશિના જાતકોએ એ વાત પર પણ વિશ્વાસ રાખવો જોઈએ કે તેમને જે પણ સફળથા મળી છે, તે તેમની જાતમહેનત છે. અને તેઓ તેને લાયક છે.

English summary
know about Self-doubting Zodiac Signs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X