જાણો તમારુ રાશિ ચિન્હ કયા પ્રકારના પાપને વ્યાખ્યાતિ કરે છે

સંસારમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે કોઈ પાપ નહિં કર્યુ હોય. આદમ અને ઈવના સમયમાં મનુષ્ય કોઈને કોઈ પ્રકારે પાપનો ભાગીદાર રહ્યો છે.

સંસારમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે કોઈ પાપ નહિં કર્યુ હોય. આદમ અને ઈવના સમયમાં મનુષ્ય કોઈને કોઈ પ્રકારે પાપનો ભાગીદાર રહ્યો છે. ઈસાઈ ધર્મમાં કહેવાયુ છે કે વ્યક્તિએ સાત ભયંકર પાપોથી દૂર રહેવું જોઈએ, પણ શૈતાન હંમેશા આપણા પર હાવી રહે છે. આપણે આપણી રાશિને આધારે ઘણું બધુ જાણી શકીએ છીએ, પછી ભલે તે આપણી સારી બાબત હોય કે ખરાબ. પણ શું રાશિને આધારે આપણે કયા પાપ સૌથી વધુ કરીએ છીએ તે વિશે પણ જાણી શકાય છે? હા, આ સાચુ છે. આપણા વ્યકિતત્વના દરેક પાસા પર ગ્રહોનું નિયંત્રણ હોય છે. આ વિશે તમે વધુ જાણવા ઈચ્છો છો તો વાંચો અમારો આ લેખ.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો દગો દેવામાં એક્સપર્ટ હોય છે. તેઓ બીજાના વિચારોને બદલી ચીજોને પોતાના પક્ષે કરી લે છે અને આ રીતે તેઓ સામે વાળાને દગો કરે છે. જેથી તેમના પ્રભાવમાં આવી લોકો ખોટો નિર્ણય લઈ લેતા હોય છે. કોઈ પણ મુસીબતમાંથી કેવી રીતે નીકળવું તે તેમને ખૂબ સારી રીતે આવડે છે, પછી ભલે તેની કિંમત બીજાએ કેમ ચૂકવવી ન પડે.

વૃષભ

વૃષભ

આ રાશિનું ચિન્હ બળદ છે. જે સુખભોગી હોય છે, આ રાશિના લોકો પણ તેવા જ હોય છે. ભોગ-વિલાસભર્યુ જીવન જીવવું તેમને ગમે છે. જેને કારણે તેઓ ઘણીવાર પાપ કરી બેસે છે. સુખ-સુવિધાની લાલચમાં વ્યકિત કંઈ પણ કરી નાખતો હોય છે, પછી ભલે તે માટે ખોટો રસ્તો અપનાવો પડે. પોતાની જરૂરિયાતોને પૂરીં કરવી તેમની પ્રાથમિકતા હોય છે. પોતાના જીવનમાં તેઓ દરેકને ફાયદા અને નુકશાનના ત્રાજવે તોળે છે.

મિથુન

મિથુન

તમારુ રાશિ ચિન્હ તમારા પાપો વિશે ઘણું કહી જાય છે. તેમના બે ચહેરા હોય છે, ઘણી વાર એવું લાગતુ હોય છે કે તેઓ તમારું ભલું વિચારે છે પણ વાસ્તવમાં એવું હોતુ નથી. બીજાના વખાણ કરી તેમને ખુશ કરી પોતાનું કામ કઢાવવું તેમને સારી રીતે આવડે છે.

કર્ક

કર્ક

જ્યાં સંબંધોની વાત આવે છે ત્યાં તેઓ અત્યંત લાગણીશીલ હોય છે. જેમાં તેઓ ઘણી વાર પાપ કરી બેસે છે. જ્યારે તેમનો પાર્ટનર તેમને છોડીને જતો રહે છે ત્યારે તેઓ તેનો બદલો લેવામાં પાછા પડતા નથી. આવી સ્થિતિમાંથી તેઓ જલ્દી બહાર આવી શકતા નથી. જેથી તેઓ જેમને પ્રેમ કરતા હોય છે તેમનું દિલ દુભાવવામાં જરાય વિચારતા નથી. તેમની પરવાહ કરતા નથી.

સિંહ

સિંહ

તેઓ હંમેશા પોતાને સાચા અને બીજાને ખોટા સમજે છે. તેઓ અહંકારથી ભરેલા હોય છે અને તેમને લાગે છે કે તેમનો સાથી તેમને લાયક નથી, જેથી તેમને દગો કરવામાં જરાય શરમાતા નથી. પોતાને પરફેક્ટ માનવાની ભૂલમાં તેઓ ઘણી વાર મુશ્કેલીમાં ફસાઈ જાય છે.

કન્યા

કન્યા

દરેક પ્રકારની ગોસીપમાં રહી અને પોતાની આસપાસની તમામ માહિતી રાખી તેઓ પ્રસિદ્ધિ મેળવી લેતા હોય છે. પણ જ્યારે લોકો જાણી જાય છે કે પોતાની વાતો તેમની પાસે ગોપનીય નથી તો તેઓ ધીમે ધીમે દૂર હટવા લાગે છે. ઘણી વાર તેઓ પોતાના સોશ્યલ સ્ટેટનો ગેરલાભ લેતા હોય છે અને જેઓ તમને જાણી શકતા નથી તેમનું જીવન બરબાદ કરી નાખે છે.

તુલા

તુલા

વધુ પડતા લાગણીશીલ હોવાને કારણે તેઓ ઘણી વાર ખોટુ કરવા પ્રેરાય છે. તેઓ એવા લોકોને સજા કરે છે જેઓએ તેમને દુઃખ પહોંચાડ્યુ હોય. આવા સમયે તેઓ ઘણી વાર મોટો ગુનો કરી નાખે છે અને અપરાધી બની જાય છે. પોતાનું દુઃખ તેઓ અંદર જ છૂપાવી રાખે છે, જે આસપાસના લોકો માટે ઘણી વાર ધાતક સાબિત થાય છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

તેઓ લોકોની બાહ્ય સુંદરતા પ્રત્યે આકર્ષાય છે અને તેમની અંદરના સારાપણાની અનદેખી કરે છે. જેથી તેમના ઘણા સંબંધો તેઓ દિલથી નિભાવતા નથી. આવા સંબંધો પ્રત્યે તેમની લાગણીઓ પણ ઓછી હોય છે, જેથી તેમને દગો કરવામાં આ રાશિના જાતકો જરાય વિચારતા નથી.

ધન

ધન

જો તમને વાતો કરવું ખૂબ ગમે છે તો જાણી લો વધુ વાતો કરવી પણ ગુનો છે. વાતચીત કરવી દરેક વ્યકિતનો અધિકાર છે. ધન રાશિના જાતકો આ અધિકારીને ગેરલાભ લે છે. ઘણી વાર મશ્કરીમાં તેઓ એવું કંઈ કહી જાય છે જે સામે વાળી વ્યકિતનું દિલ દુભાવી દે છે.

મકર

મકર

આ રાશિના જાતકો પોતાના ગુસ્સા માટે ચર્ચિત છે. ઘણી વાર હદથી વધુ ગુસ્સો તેમને અણગમતી પરિસ્થિતિમાં નાખી દે છે. તેમના આ સ્વભાવને કારણે તેમના નજીકના લોકો ધીમે ધીમે તેમનાથી દૂર થવા લાગે છે, કારણ કે તેઓ વારંવાર ખોટુ કરી પોતાના જ લોકોને દુઃખી કરે છે. ગુસ્સો એક એવી વસ્તુ છે જે મજબૂતમાં મજબૂત સંબંધને પણ તોડી નાખે છે.

કુંભ

કુંભ

લાલચમાં આવી ઘણા લોકો અનેક પાપ કરી બેસતા હોય છે, પણ આ રાશિના જાતકો આગળ ચાલી એવા લોકોને જ કચડી નાખે છે જે તેમના રસ્તામાં અડચણ પેદા કરતા હોય. તેમને પાવરની ભૂખ હોય છે. તેમને જે જોઈએ તે માટે તેઓ અવાજ ઉંચો કરે છે અને પોતાના વિચારો પણ મૂકે છે. આવા સમયે તેમની સાથે સહમત ન થનારા લોકોને હેરાન કરવામાં તેઓ જરાય પાછા પડતા નથી.

મીન

મીન

નિયમો તોડવા આજે સામાન્ય થઈ ગયુ છે. હઠીલા અને જીદ્દી હોવું એ પણ એક પાપ છે. આ રાશિના જાતકોને એવું લાગે છે કે નિયમો તોડવા માટે બનાવેલા હોય છે. જ્યાં સુધી કોઈનું નુકશાન ન થાય ત્યાં સુધી આવો સ્વભાવ બરાબર છે, પણ વારંવાર નિયમો તોડવાની તેમની આદત આસપાસના લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X