જ્યોતિષથી જાણો ક્યારે થશે તમારી દિકરીનો વિવાહ?

મોટો ભાગના જ્યોતિષોને યુવાન દિકરીના મા-બાપ હંમેશા આ જ સવાલ પૂછતા હોય છે કે ક્યારે થશે મારી દિકરીના લગ્ન? કોઇ પણ મા-બાપને તેની દિકરીના લગ્નની ચિંતા હોય જ છે. અને તેમાં પણ જે દિકરીના લગ્ન ના થતા હોય તેના મા-બાપ માટે આ સવાલનો જવાબ એક આખરી આશ બની જાય છે.

જ્યોતિષ વિદ્યામાં ભૃગૃ સહિંતામાં આ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જે મુજબ સ્ત્રીની કુંડળીનો સપ્તમ ભાગ જોઇને તેના વિવાહ, તેના સસુરાલ પક્ષ અને તેના ભાવિ પતિ વિષેની તમામ નાની મોટી જાણકારી મેળવવી શક્ય છે.

સ્ત્રીની જન્મ કુંડળીના સપ્તમ ભાગને જોઇને તેના પતિનો રંગ, રૂપ, ચારિત્ર, સ્વભાવ, આર્થિક સ્થિતિ, વ્યવસાય જેવી અનેક માહિતી જાણી શકાય છે. ત્યારે અહીં સપ્તમ ભાવના આધારે અમે તમને કેવી રીતે તમારી છોકરીની લગ્નની ઉંમર જાણવી તે આજે શીખવશું. જોતા રહો આ ફોટો સ્લાઇડર...

બાળવિવાહ

બાળવિવાહ

જો કોઇ છોકરા કે છોકરીની જન્મકુંડળીના સપ્તમ ભાવમાં સ્વરાશિ મિથુન કે કન્યા હોય તો તેનો બાળવિવાહ થઇ શકે છે.

13 થી 18 વર્ષની ઉંમરે લગ્ન

13 થી 18 વર્ષની ઉંમરે લગ્ન

જો જાતકના સપ્તમ ભાવમાં સપ્તમેશ બુધ હોય અને તે પાપ ગ્રહથી પ્રભાવિત ના હોય તો તે વ્યક્તિના લગ્ન 13 થી 18 વર્ષની ઉંમરે થઇ શકે છે.

સપ્તમ ભાવમાં સપ્તમેશ મંગળ

સપ્તમ ભાવમાં સપ્તમેશ મંગળ

જન્મ લગ્ન કુંડળીમાં સપ્તમ ભાવમાં સપ્તમેશ બુધ હોય અને તે પાપ ગ્રહથી પ્રભાવિત ન હોય તો લગ્ન 18 વર્ષની અંદર થઇ જાય છે

22 વર્ષની ઉંમરે લગ્ન

22 વર્ષની ઉંમરે લગ્ન

ચંદ્રમા સપ્તમેશ થઇને પાપી ગ્રહથી પ્રભાવિત હોય તો 22 વર્ષે વિવાહ થાય છે.

25 વર્ષે લગ્ન

25 વર્ષે લગ્ન

શુક્ર ગ્રહ યુવા અવસ્થાનો પ્રતિનિધિ છે. સપ્તમેશ શુક્ર પાપી ગ્રહથી પ્રભાવિત હોય તો 25 વર્ષે તમારા લગ્ન થઇ જશે.

27 થી 28 વર્ષે લગ્ન

27 થી 28 વર્ષે લગ્ન

બૃહસ્પતિ સપ્તમ ભાવમાં સપ્તમેશ થઇને પાપી ગ્રહોથી પ્રભાવિત ના હોય તો લગ્ન 27-28 વર્ષે થઇ જશે.

30 વર્ષે લગ્ન

30 વર્ષે લગ્ન

સપ્તમ ભાવમાં તમામ ગ્રહો પૂર્ણ દ્રષ્ટ્રિએ દેખાતા હોય અને સપ્તમ ભાવમાં શુભ ગ્રહથી યુક્ત થઇને ચર રાશિ હોય તો જાતકના લગ્ન 30 વર્ષની આયુમાં સંપન્ન થઇ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X